Posts

Showing posts with the label Valsad news

વિશ્વશાંતિ પદયાત્રીઓનું વલસાડમાં ઉષ્માસભર સ્વાગત: માર્ગ સલામતી માટે અનોખી પહેલ

Image
વિશ્વશાંતિ પદયાત્રીઓનું વલસાડમાં ઉષ્માસભર સ્વાગત: માર્ગ સલામતી માટે અનોખી પહેલ વિશ્વશાંતિના સંદેશ સાથે વિશ્વ પદયાત્રા પર નીકળેલી ટીમે વલસાડ જિલ્લામાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે. ટીમે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પર પોલીસ અને આરટીઓના સહકારથી માર્ગ સલામતી કાર્યક્રમ યોજ્યો, જેમાં વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી ટ્રાફિક નિયમોની જાગૃતિ પ્રસરાવવામાં આવી. વિશ્વ પદયાત્રાની મહત્ત્વની ક્ષણો આ ટીમ અત્યાર સુધીમાં ૧૧ દેશોમાં પદયાત્રા કરીને આશરે ૪ લાખ ૪૮ હજાર કિમીનું અંતર કાપી ચૂકી છે. તેમના આ અભિયાનનો મુખ્ય હેતુ શાંતિ, સહઅસ્તિત્વ અને સામાજિક જાગૃતિ છે. વલસાડમાં આ ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું, જે સમગ્ર જિલ્લાના માટે પ્રેરણાદાયક ક્ષણ બની. માર્ગ સલામતી માટે અનોખી પહેલ ટીમે રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગતિશીલ જીવનને વધુ સલામત બનાવવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી. કાર્યક્રમ દરમિયાન વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપીને તેમને નિયમો અંગે જાગૃત કરવામાં આવ્યા. વલસાડ જિલ્લામાં આ પહેલનું મહત્વ ગુરુત્વાકર્ષણાત્મક જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમો વાહન ચાલકોમાં માર્ગ સલામતી અંગેની સમજ પ્રબળ કરે છે. આવા પ્રયાસો રાજ્ય સરકાર ...

Valsad : તિથલના દરિયા કિનારે મેરેથોન સ્પર્ધામાં ૧૩૦૦ લોકોએ ઉત્સાહભેર લીધો.

Image
  Valsad : તિથલના દરિયા કિનારે મેરેથોન  ૧૩૦૦ લોકોએ ઉત્સાહભેર લીધો. વલસાડના સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના આશય સાથે યુફિઝિયો બીચ મેરેથોનની ૩ કિમી, ૫ કિમી, ૧૦ કિમી અને ૨૧.૧ કિમીની મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મેરેથોન સ્પર્ધામાં ગુજરાત અને મહારાષ્ટ્રના દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાએ ફ્લેગ ઓફ કરાવી મેરેથોન સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.  જે સ્પર્ધામાં બાળકી, યુવાનો, યુવતીઓ મહિલાઓ સહિત ૧૩૦૦ સ્વાસ્થ્યપ્રેમી દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આયોજકો દ્વારા મેરેથોનના રૂટ ઉપર ઠેક-ઠેકાણે એનર્જી ડ્રિંક, પાણી, ફૂટ અને બિસ્કિટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. મેરેથોન સ્પર્ધમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે મેડલ પણ અપાયા હતા. મેરેથોનમાં મુંબઈથી ઉપસ્થિત રહેલા અને સ્પોર્ટી શીખ તરીકે દેશ- વિદેશમાં જાણીતા અને અત્યાર સુધીમાં ૨૪૫ મેરેથોનની અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેનાર ૬૮ વર્ષીય પ્રજ્ઞાચક્ષુ અમરજીતસિંઘ ચાવલાએ પણ એસ્કોર્ટ પ્રકાશભાઈ પટેલ અને કલ્પેશભાઈ પટેલની મદદથી ૧૦ કિમીની મેરેથોનમાં સ્પર્ધ...

Valsad: વલસાડ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વારલી ચિત્રકળા વર્કશોપ યોજાયો.

Image
  Valsad: વલસાડ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે વારલી ચિત્રકળા વર્કશોપ યોજાયો. વલસાડ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં વિદ્યાર્થિનીઓ માટે વારલી ચિત્રકળા વર્કશોપ યોજાયો,ડિપ્લોમા ઈન એલીમેન્ટરી એજ્યુકેશનની પ્રથમ અને બીજા વર્ષની ૯૯ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વ્યવસાયિક શિક્ષણ મેળવી ભવિષ્યમાં આર્થિક રીતે પગભર થાય તેવા પ્રયાસ કરાયા.

Valsad : મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ તા. ૧૩ ફેબ્રુઆરીએ ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહનું ઉદઘાટન કરશે.

Image
  Valsad : મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ તા. ૧૩ ફેબ્રુઆરીએ ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહનું ઉદઘાટન કરશે.  રાજ્યના આઠ જિલ્લામાંથી પધારેલા આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી સંવાદ કરશે શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને ઉદ્યોગમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે.  ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજે તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સવારે ૧૧-૧૦ કલાકે ધરમપુરના માલનપાડા હેલીપેડ ખાતે ઉતરશે ત્યાંથી સવારે ૧૧-૩૦ કલાકે ધરમપુર તાલુકામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ખાતે પવિત્ર સ્થળોના દર્શનાર્થે પધારશે, સૌ પ્રથમ રાજ દરબારમાં જ્યાં ભવ્ય ૩૪ ફૂટની શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન અને પ્રક્ષાલ કરી ૧૦૮ - સ્તંભના ભવ્ય જિનમંદિર તરફ દર્શનાથે આગળ વધશે. સવારે ૧૧-૪૦ થી ૧૨-૩૦ કલાક સુધી સત્સંગ અને ધ્યાન સંકુલ રાજ સભાગૃહનું ઉદઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીના આગમનને વધાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ૧૨-૪૦ થી ૧- ૨૫ વાગ્યા સ...

Valsad : વલસાડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીને પરીક્ષામાં સૌથી વધુ ગુણાંક બદલ સુવર્ણપદક પ્રાપ્ત થયું.

Image
  Valsad : વલસાડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીને પરીક્ષામાં સૌથી વધુ ગુણાંક બદલ સુવર્ણપદક પ્રાપ્ત થયું.    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વર્ષ-૨૦૨૩માં લેવાયેલી પરીક્ષામાં સૌથી વધુ ગુણાંક મેળવવા બદલ વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજની ટી.વાય.બી.કોમ.ની વિદ્યાર્થિની કુ.ટંડેલ તન્વી ભરતભાઈને સુવર્ણચંદ્રક પારિતોષિક પ્રાપ્ત થયું છે. જે બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા તેણીને તા. ૨૬/૦૨/૨૦૨૪ ના રોજ યોજાનાર પદવીદાન સંભારંભમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. આ ગોલ્ડ મેડલ હેમલબેન સુંદરલાલ દેસાઈ ઇનામ તરીકે તેણીને એનાયત કરવામાં આવશે.  શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજમાં કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણાએ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ વતી વિદ્યાર્થિનીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સ્ટાફ પરિવાર વતી પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. તેણી હાલ વલસાડની કોમર્સ કોલેજ માં એમ.કોમ કરી રહી છે. આવનાર દિવસોમાં એમ.કોમ.માં પણ ગોલ્ડ મેડલ મેળવે એવી ભાવના વ્યક્ત કરી છે. માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૨ ફેબ્રુઆરી   

વલસાડના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ ખાતે ફિલ્ડ ડે અન્વયે કપરાડા તાલુકાના ખેડૂતોનું સેન્ટર પર નિદર્શન.

Image
  વલસાડના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ ખાતે ફિલ્ડ ડે અન્વયે કપરાડા તાલુકાના ખેડૂતોનું સેન્ટર પર નિદર્શન. વલસાડના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ ખાતે ફિલ્ડ ડે અન્વયે કપરાડા તાલુકાના ૬૦ જેટલા ખેડૂતોએ સેન્ટર પર નિદર્શન કરવામાં આવ્યું. છુટા ફૂલોની ખેતી જેમાં ગલગોટા, દેશી ગુલાબ, ગ્લેડીયોલ્સ, રજનીગંધા, સેવતી, ગોલ્ડન રોડ વગેરેની તેમજ રક્ષિત ખેતીમાં ઓર્કિડ, એન્થુરીયમ, જીપ્સોફીલા, સોંગ ઓફ ઇન્ડિયા, ડચ રોઝ, જર્બેરા, હાઈબ્રીડ સેવંતી વગેરેના નિદર્શન પ્લોટની મુલાકત લઈ પ્રત્યક્ષ ખેતીનું માર્ગદર્શન, માહિતી તેમજ તેની વેચાણ વ્યવસ્થા વિશે જાણકારી મેળવી હતી. તેમજ આ સેન્ટર ખાતે છેલ્લા ૩૦ દિવસથી અસ્પી કોલેજ ઓફ હોર્ટીકલ્ચર નવસારીનાં ૭૦ જેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. એ તાલીમ પૂર્ણ થયાના અનુલક્ષે એમનો વિદાય સમારંભની યાદગીરી માટે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બાગાયત ખાતાના તમામ અધિકારી મિત્રો સાથે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાગાયત ખાતાના વડા ડૉ. પી. એમ. વઘાસીયા કૃષિ ભવન, ગાંધીનગર ખાતેથી ઓનલાઈન માધ્યમથી જોડાઈ વિદ્યાર્થીઓને બ...

Valsad : એસ.ટી. નિગમ વલસાડ વિભાગ દ્વારા માર્ગ સુરક્ષા માસ ૨૦૨૪ નિમિત્તે વિભાગીય કચેરી ખાતેથી ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સેમિનારનું આયોજન.

Image
  Valsad : એસ.ટી. નિગમ વલસાડ વિભાગ દ્વારા માર્ગ સુરક્ષા માસ ૨૦૨૪ નિમિત્તે વિભાગીય કચેરી ખાતેથી ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સેમિનારનું આયોજન. એસ.ટી. નિગમ વલસાડ વિભાગ દ્વારા તા.૦૯ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે માર્ગ સુરક્ષા માસ ૨૦૨૪ નિમિત્તે વિભાગના વિભાગીય કચેરી ખાતેથી વિભાગના તમામ ડેપો જેમાં નવસારી, બીલીમોરા, વલસાડ, વાપી, ધરમપુર, આહવા ડેપો તથા વિભાગીય યંત્રલાય સહિતના તમામ એકમોનું સંકલન કરી,  ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઓનલાઈન વિડીયો કોન્ફરન્સમાં અંદાજિત ૫૦૦ થી વધુ ડ્રાયવર, કંડક્ટર, મિકેનિક સહિત કર્મચારીઓ, અધિકારીઓ અને સુપરવાઈઝરો એ ભાગ લીધો હતો. જેમાં વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલ દ્વારા સુરક્ષા અને સલામતી સાથે સબંધિત બાબતો અંગે માર્ગદર્શન આપી સમજ આપવામાં આવી હતી. કર્મચારીઓના પ્રશ્નોને પણ વાચા આપી તેવા પ્રશ્નોનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.       એસ.ટી.નિગમમાં ઓનલાઇન માધ્યમથી આ પ્રકારના સેમિનારના આયોજન બાબતે એસ.ટી.વલસાડ વિભાગ ખાતેથી સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી છે. સાંપ્રત સમયે ટેક્નોલોજીના વિકાસ...

Valsad (Dharampur) : પ્રધાનમંત્રી મુદ્રા યોજનાથી ધરમપુરનો શિક્ષિત બેરોજગાર યુવક બન્યો આત્મનિર્ભર, મહિને દોઢ લાખનું કરે છે ટર્ન ઓવર.

Image
Valsad (Dharampur) : પ્રધાનમંત્રી મુદ્રા યોજનાથી ધરમપુરનો શિક્ષિત બેરોજગાર યુવક બન્યો આત્મનિર્ભર, મહિને દોઢ લાખનું કરે છે ટર્ન ઓવર. પ્રધાનમંત્રીશ્રીના ‘‘નોકરી શોધવા (જોબ સીકર્સ) ને બદલે નોકરી આપનાર (જોબ ગીવર્સ) બનીએ’’ એ વાતથી પ્રેરણા મળી અને શરૂ કર્યુ સ્ટાર્ટઅપ  મુદ્રા યોજના હેઠળ કપરાડાની સ્ટેટ બેંકમાંથી રૂ. ૪.૮૦ લાખની લોન મેળવી, જે પૈકી ૮૦ હજારની સબસિડી પણ મળી. આ યોજનાનો પ્લસ પોઈન્ટ એ છે કે, વ્યાજદર ઓછો હોવાથી આર્થિક ભારણ રહેતુ નથી. વડાપ્રધાનશ્રીના ડિજિટલ ઈન્ડિયાના આહવાનને પણ ઝીલી આદિવાસી વિસ્તારના ખેડૂતો પણ કરી રહ્યા છે ડિજિટલ પેમેન્ટ. આગામી દિવસોમાં ટર્ન ઓવર મહિને રૂ. પાંચ લાખ સુધી લઈ જવાનો યુવકે કર્યો મક્કમ નિર્ધાર.   ગ્રેજ્યુએટ અને એગ્રીકલ્ચર ઈન ડિપ્લોમાની ડિગ્રી મેળવી ધરમપુર તાલુકાનો આદિવાસી યુવક પણ અન્ય યુવકોની જેમ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો પરંતુ સફળતા ન મળતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાન અને દેશના યુવાનો આત્મનિર્ભર બને તે માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે વાકેફ થતા પોતાનો ધંધો ચાલુ કરવાનો વિચાર આવ્યો હ...

Valsad : વલસાડ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ૬૩ મેડિકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમિનાર યોજાયો.

Image
Valsad : વલસાડ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ૬૩ મેડિકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમિનાર યોજાયો.  જિલ્લામાં વર્ષ દરમિયાન અંદાજે ૧૨૦૦ જેટલા કેસ સર્પદંશના હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે.   સર્પદંશની સારવાર કેવી રીતે કરવી અને સાપની ઓળખ કેવી રીતે કરવી તે અંગેની સમજણ અપાઈ. વલસાડ જિલ્લામાં ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાનો વિસ્તાર જંગલોથી ઘેરાયેલો હોવાથી વર્ષ દરમિયાન સર્પદંશના ૧૨૦૦ જેટલા કેસ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે આવા સમયે દર્દીને યોગ્ય સારવાર મળી રહે અને જીવ બચી શકે તે માટે વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને મેડિકલ કોલેજના કુલ ૬૩ મેડિકલ ઓફિસરોને સર્પદંશની સારવાર કેવી રીતે કરવી અને ઝેરી તેમજ બિનઝેરી સાપની ઓળખ કેવી રીતે કરી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલના તબીબ અને સ્ટેટ લેવલ સ્નેક બાઈટ મેનેજમેન્ટ ટ્રેનર કમ સ્નેક રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન ડો. ડી.સી.પટેલે જિલ્લાના મેડિકલ ઓફિસરોને તાલીમ આપી હતી.  આરોગ્ય શાખાના હોલમાં યોજાયેલા આ સેમિનારમાં...

Valsad: વલસાડની કોમર્સ કોલેજનો આંતર કોલેજ રસ્સાખેંચ રમતમાં દબદબો, ૮ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ રમવા જશે.

Image
  Valsad: વલસાડની કોમર્સ કોલેજનો આંતર કોલેજ રસ્સાખેંચ રમતમાં દબદબો, ૮ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ રમવા જશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંચાલિત આંતર કોલેજ રસ્સાખેંચ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા વલસાડની કોમર્સ કોલેજ અને બીલીમોરાની એવી પટેલ કોમર્સ કોલેજ ખાતે યોજાઈ હતી. ભાઈઓમાં ૨૦ ટીમો અને બહેનોમાં ૧૮ ટીમોએ ભાગ લીધો હતો. રસ્સાખેંચની રમતમાં કોમર્સ કોલેજ વર્ષોથી સિદ્ધિ હાંસલ કરી રહી છે. સતત ૭ વર્ષથી ભાઈઓની ટીમ અને ૬ વર્ષોથી બહેનોની ટીમ યુનિવર્સિટી ચેમ્પિયન બની છે. ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી પસંદગી પ્રક્રિયામાં પણ વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ૫ ભાઈઓ અને ૩ બહેનો યુનિવર્સિટી ટીમમાં પસંદગી પામી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જનાર છે. ખેલાડીઓને કોચિંગ અને માર્ગદર્શન શારીરિક શિક્ષણના અધ્યાપક પ્રા. મુકેશભાઈ કે.પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.           કોલેજનું ગૌરવ વધારી આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જનાર ખેલાડીઓને કોલેજના ટ્રસ્ટી મંડળના સભ્યો, આચાર્ય ડૉ.ગિરીશકુમાર એન. રાણા, કોલેજના તમામ ટીચિંગ અને નોનટીચીંગ સ્ટાફે અભિનંદન પાઠવી શુભેચ્...

Valsad (Parnera) : વલસાડ જિલ્લા ખેલ મહાકુંભની તરણ સ્પર્ધામાં પારનેરાના સીઆરસી કો-ઓર્ડિનેટર વિજેતા.

Image
  Valsad (Parnera) : વલસાડ જિલ્લા ખેલ મહાકુંભની તરણ સ્પર્ધામાં પારનેરાના સીઆરસી કો-ઓર્ડિનેટર વિજેતા. વલસાડ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત તરણ સ્પર્ધા તા. ૪ અને ૫ ફેબ્રુઆરીના રોજ અતુલ કલબ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર ૧૧, ૧૪, ૧૭ અને ઓપન એજમાં અબવ ૪૦ અને ૬૦ એજ ગ્રુપના કુલ ૧૬૦ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પારનેરાના સીઆરસી કો-ઓર્ડિનેટર સોનલ જયેશકુમાર દેસાઈએ બટરફ્લાય સ્ટ્રોકમાં પ્રથમ, બેક સ્ટ્રોકમાં પ્રથમ તેમજ ૫૦ મીટર ફ્રી સ્ટાઈલમાં દ્વિતીય ક્રમ મેળવી વલસાડ જિલ્લાના સમગ્ર શિક્ષણ જગતનું તેમજ પરિવારનું નામ રોશન કર્યુ છે. જે બદલ બીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશભાઈ પટેલ દ્વારા સોનલબેનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સ્પર્ધા વલસાડ ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ ડેવલપમેન્ટ ઓફિસર અલ્કેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આ તબક્કે અલ્કેશભાઇએ અતુલ સ્પોર્ટ્સ ક્લબના તમામ પદાધિકારીઓનો તથા વલસાડ જિલ્લા સ્વિમિંગ કન્વીનર કેતન દેસાઈ, સેન્ટ જોસેફ ઈ.ટી. હાઇસ્કુલ અને ટેકનિકલ ઓફિસિયલ્સ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.   માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૬ ફેબ્રુઆરી 

Valsad: વલસાડ જિલ્લા તિજોરી કચેરીના કર્મીઓ અને અધિકારીઓનો સ્નેહમિલન સમારંભ યોજાયો.

Image
  Valsad: વલસાડ જિલ્લા તિજોરી કચેરીના કર્મીઓ અને અધિકારીઓનો સ્નેહમિલન સમારંભ યોજાયો. વલસાડ જિલ્લા તિજોરી અધિકારી અતુલકુમાર સી. ધોરાજીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા તિજોરી કચેરી અને સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓનો સ્નેહ મિલન, રમત-ગમત તેમજ વનભોજન કાર્યક્રમ રવિવારે ધરમપુરના તીસ્કરી તલાટ ખાતે યોજાયો હતો. જેમાં સૌ અધિકારી - કર્મચારીઓ પોતાના પરિવાર સાથે હાજર રહી દૈનિક વ્યવસાયિક પ્રવૃત્તિથી અલગ માહોલમાં આવી એકબીજા સાથે પરિચય કેળવી રમત-ગમત, વનભોજન અને સંગીતની મજા માણી ઉત્સાહથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જિલ્લા તિજોરી કચેરી અને સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચમાં જિલ્લા તિજોરી કચેરી વિજેતા થઈ હતી. જેમને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.  માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૬ ફેબ્રુઆરી 

Valsad (SNH Commerce College) : વલસાડની કોમર્સ કોલેજના ૮ વિદ્યાર્થીઓએ જાતિ આધારિત જનગણના તેમજ ચૂંટણી અનુલક્ષી ડેટા સર્વે કર્યો.

Image
  Valsad (SNH Commerce College) : વલસાડની કોમર્સ કોલેજના ૮ વિદ્યાર્થીઓએ જાતિ આધારિત જનગણના તેમજ ચૂંટણી અનુલક્ષી ડેટા સર્વે કર્યો. દક્ષિણ ગુજરાતમાંથી એક માત્ર વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજની તમિલનાડુની રિસર્ચ સંસ્થા દ્વારા પસંદગી કરાઈ.  વિદ્યાર્થીઓએ ૧૦૮ ઘરોમાં જઈ સર્વે કર્યો, વિદ્યાર્થી દીઠ રૂ. ૩૦૦૦નું મહેનતાણું પણ ચૂકવાયું.  એક્ટિવિટીમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓને આવક થાય અને રિસર્ચના કાર્યમાં પણ આગળ વધી શકે.            દક્ષિણ ગુજરાતમાંથી એકમાત્ર વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજનો તમિલનાડુની એપ્ટ રિસર્ચ સંસ્થાએ ઓનલાઈન સંપર્ક કરી EXTENSION  ACTIVITY  અંતર્ગત પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓને મહેનતાણુ આપી તેમની પાસેથી વલસાડ જિલ્લાના ગામોમાં ડેટા સર્વે કરાવ્યો હતો. વિદ્યાર્થીઓને આપવામાં આવેલી પ્રશ્નોત્તરીમાં જાતિ આધારિત જનગણનાથી સહમત છો? તેમજ અનેક બીજા સવાલો જેવા કે, એક રાષ્ટ્ર, એક ચૂંટણી હેઠળ લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી કરાવવી કે નહી? આ દેશના વડાપ્રધાન કોણ બનશે? મતદાર તરીકે કોને મત આપશો? તમારા મત મુજબ પસંદગી ધરાવતા ૩ પ...

Valsad: વલસાડની કુસુમ વિદ્યાલયની વિદ્યાર્થિનીની સાયકલીંગ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી.

Image
  Valsad: વલસાડની કુસુમ વિદ્યાલયની વિદ્યાર્થિનીની સાયકલીંગ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા આયોજિત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત શાળાકીય રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય કક્ષાએ યોજાયેલી અન્ડર – ૧૪ ગર્લ્સ સાયકલીંગ સ્પર્ધામાં કુસુમ વિદ્યાલય શાળાની ધો. ૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાવ્યા ધર્મેશકુમાર ટંડેલ જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિજેતા થઈ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી છે. જે બદલ શાળા પરિવારે વિદ્યાર્થિનીને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.  માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૫ ફેબ્રુઆરી 

Valsad: વલસાડ અને પારડી તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો.

Image
  Valsad: વલસાડ અને પારડી તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો. વલસાડના તિથલ રોડ સ્થિત બીઆરસી ભવન ખાતે વલસાડ અને પારડી તાલુકા સમાવિષ્ટ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૬૩ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને ૫,૦૫,૦૦૦ /- જેટલી રકમના વિવિધ પ્રકારના સાધનો વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં વિવિધ પ્રકારના સાધનો જેવા કે વ્હીલચેર, સીપીચેર, એમ.આર. કીટ, હિયરીંગ એઈડ જેવા સાધનોનું લાભાર્થી વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાધન સહાય વિતરણ માટે એસેસમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.અર્જુનભાઈ પટેલ, જિલ્લા કો-ઓર્ડીનેટર અમિતભાઈ રાવલ, બીઆરસી કો-ઓર્ડીનેટર મિતેશકુમાર અને સમગ્ર શિક્ષા આઈ.ઇ.ડી.  સ્ટાફ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.  માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૫ ફેબ્રુઆરી 

Valsad: વલસાડની કોમર્સ કોલેજમાં રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ ઇનોવેશન ટ્રેનિંગ યોજાઈ.

Image
  Valsad: વલસાડની કોમર્સ કોલેજમાં રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ ઇનોવેશન ટ્રેનિંગ યોજાઈ. યુવા વર્ગ દ્વારા નવા નવા ઈનોવેશન સાથે સ્ટાર્ટઅપ શરૂ કરવાથી દેશ મોટી અર્થવ્યવસ્થા બનશે. વિદ્યાર્થીઓને 3D પેન ડેમોસ્ટ્રેશન, પી.એચ.મીટર ટીડીએસ મીટર તેમજ ડિજિટલ માઈક્રોસ્કોપ અને એલ.ઈ.ડી. ડ્રોન વિશે માહિતગાર કરાયા.            ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના સ્ટાર્ટઅપ ઇનોવેશન વિભાગ દ્વારા વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ ખાતે બે દિવસીય સ્ટાર્ટઅપ ઇનોવેશન કેમ્પ યોજાયો હતો.  આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણાએ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ઇનોવેશનનું મહત્વ સમજાવી જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા સ્ટાર્ટ અપ અને ઇનોવેશનના કાર્યક્રમમાં સહભાગી થઈ દરેક વિદ્યાર્થી અને યુવા વર્ગ આ દેશમાં નવા નવા સ્ટાર્ટઅપ શરૂ કરે અને ઇનોવેશન લાવી આ દેશની આર્થિક સ્થિતિમાં વધારો કરે જેનાથી આપણો દેશ એક મોટી અર્થવ્યવસ્થા બનશે.    મુંબઈ ખાતેથી સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા ટ્રેનર ડેનિયલ રોજારિયાએ આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ૧૫૦ જેટલા વિદ્યા...

Valsad :કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ. વાર્ષિક શિબિર પાનસ ખાતે સંપન્ન.

Image
Valsad  :કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ. વાર્ષિક શિબિર પાનસ ખાતે સંપન્ન. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સ્થિત સરકારી વિનયન કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા પાનસ ગામ ખાતે સાત દિવસીય એન.એસ.એસ. વાર્ષિક ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ રોકાણની વ્યવસ્થા પાનસની પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી.  જેમાં કોલેજના સ્વયંસેવકો દ્વારા શ્રમ કાર્ય, સ્વચ્છતાના કામો, બૌધિક વ્યાખ્યાન, આરોગ્ય માર્ગદર્શન કાર્યક્રમ, ગામનો સર્વે, પ્રભાત ફેરી, યોગા, કસરત, સમૂહજીવન, રમત ગમત જેવી પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં લીડરશીપના ગુણો, સમાજ સેવાની ભાવના, લોક સંપર્ક દ્વારા સમાજ જીવનની સમજૂતી કેળવાય, સુષુપ્ત શક્તિ બહાર લાવવી અને સમાજમાં એક ઉત્કૃષ્ટ નાગરિક બની પોતાના સમાજ અને રાષ્ટ્રને ઉન્નતિના પથ પર આગળ ધપાવે એવા જાગૃત નાગરિક બને એ એન.એસ.એસ. શિબિર પ્રવૃતિનો મુખ્ય હેતુ છે.  આ સંપૂર્ણ કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડો.ડી.એન.દેવરીના માર્ગદર્શન હેઠળ કોલેજના એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર અનિષભાઈ સી ગામીતની આગેવાનીમાં યોજાયો હતો. માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩ ફેબ્રુઆરી 

Valsad : વલસાડના ભદેલીમાં રાષ્ટ્રીય સેવા યોજનાની શિબિરમાં પ્રાકૃતિક ખેતી સેમિનાર-આયુર્વેદિક હેલ્થ કેમ્પ યોજાયો.

Image
  Valsad : વલસાડના ભદેલીમાં રાષ્ટ્રીય સેવા યોજનાની શિબિરમાં પ્રાકૃતિક ખેતી સેમિનાર-આયુર્વેદિક હેલ્થ કેમ્પ યોજાયો.  જિલ્લામાં ૧૪૫૦૦૦માંથી ૧૮૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. ખેતીમાં વધુ પડતા રસાયણોનો ઉપયોગ થતા યુવાનોમાં હાર્ટ એટેકના બનાવ વધ્યા. પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મુકી ફાસ્ટ ફૂડ અને બહારનું ખાવાનું બંધ કરવા અનુરોધ. વલસાડના ભદેલી ગામ ખાતે શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) શિબિરના બીજા દિવસે મેડીકલ કેમ્પનું ઉદઘાટન આચાર્ય ડૉ.ગિરીશકુમાર એન. રાણાના હસ્તે થયું હતું. તેમણે આ પ્રસંગે શિબિરાર્થીઓને તેમજ ગ્રામજનોને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો. વધુમાં તેમણે વધતા જતા કલાઇમેટ ચેન્જની પરિસ્થિતિ જોતા પ્રાકૃતિક ખેતી તરફ વધુમાં વધુ ખેડૂતો વળી રહ્યા હોવાનું જણાવ્યું હતું.       આયુર્વેદિક કેમ્પમાં ગ્રામસ્થ ભાઈઓ અને બહેનોએ ચેકઅપ કરાવ્યું હતું. આત્મા પ્રોજેક્ટના નાયબ નિયામક ધીરેનભાઈ પટેલે શિબિરાર્થીઓને જણાવ્યું કે, કુદરતી રીતે ઊગેલા વૃક્ષોનું ધ્યાન લેવા કોઈ જતું નથી છતાંય આ વૃક્ષો વટવૃ...

Valsad: વલસાડના ભદેલી ગામમાં કોમર્સ કોલેજની સાત દિવસીય એનએસએસ શિબિરનો પ્રારંભ, વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અને ટ્રાફિક સમસ્યા અંગે જાગૃત કરાયા.

Image
  Valsad: વલસાડના ભદેલી ગામમાં કોમર્સ કોલેજની સાત દિવસીય એનએસએસ શિબિરનો પ્રારંભ, વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અને ટ્રાફિક સમસ્યા અંગે જાગૃત કરાયા.   એનએસએસ શિબિરમાં સમાજ સેવા થકી વિદ્યાર્થીઓ પોતાના જીવનના ઘડતરના મૂલ્યો શીખી ચારિત્ર્યને ઉજાગર કરશે.  વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપવામાં આવશે, મેડિકલ કેમ્પ અને ગામની સફાઈ પણ કરાશે. વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના(NSS)નો વાર્ષિક શિયાળુ કેમ્પનો દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી મોરારજી દેસાઈના ગામ ભદેલીમાં આજથી પ્રારંભ કરાયો છે. જે તા. ૦૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ કેમ્પમાં વિવિધ વક્તાઓ સહિત વિવિધ વિષયો પર વ્યાખ્યાનો તેમજ મેડિકલ કેમ્પ અને વિવિધ વિષયો પર માહિતી આપવામાં આવશે.      ભદેલી ખાતે ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે નૂતન કેળવણી મંડળના મંત્રી કિર્તીભાઈ દેસાઈએ એનએસએસની શિબિરની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. કેમ્પસ ડાયરેક્ટર ડૉ.નિર્મલ શર્માએ આંનદની લાગણી વ્યક્ત કરી આવા કેમ્પો સમાજ માટે અને વિદ્યાર્થીઓના ઘડતર માટે ખુબ ઉપયોગી જણાવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ.ગિરીશક...

Valsad: વલસાડ આરટીઓ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત આઈ ચેકઅપ કેમ્પ સહિત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ.

Image
  Valsad: વલસાડ આરટીઓ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત આઈ ચેકઅપ કેમ્પ સહિત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વલસાડ આરટીઓ અને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ વલસાડના સંયુક્ત ઉપક્રમે વાપી એસટી ડેપો ખાતે બસ ડ્રાઇવરો માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ૫૦થી વધુ ડ્રાઇવર ભાઈ બહેનોએ ભાગ લીધો અને માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લીધી હતી.  આ ઉજવણી અંતર્ગત વલસાડ આરટીઓ કચેરી ખાતે આવતા ડ્રાઇવિંગ ટેસ્ટ અરજદારો, કચેરીનો સ્ટાફ અને GISF (Gujarat Industrial Security Force) ગાર્ડ માટે આઈ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી ફિટનેસ કેમ્પ ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટર એસ. જે. મલેક અને એ. ડી. ચૌધરી દ્વારા રિક્ષા તથા માલવાહક ડ્રાઇવરોને માર્ગ સલામતીની સલાહ, સમજણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લેવડાવી પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.  માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૧ જાન્યુઆરી