Posts

Showing posts from July, 2024

માયાદેવી મંદિર, ડાંગ, ગુજરાત

Image
 માયાદેવી મંદિર, ડાંગ, ગુજરાત Image courtesy: google  માયાદેવી મંદિર વ્યારા-આહવા રોડ પર ભેસકાત્રી ગામ નજીક કાકરડા નામના નાના ગામમાં આવેલું છે. આ હિન્દુ મંદિર દેવી માયાને સમર્પિત છે, જે ત્રણ માથાવાળા અને ચાર હાથવાળા દેવતા છે જેને શક્તિનો અવતાર માનવામાં આવે છે. તે પૂર્ણા નદીના કિનારે આવેલું છે. સાલ્હેરની ટેકરીઓમાં ઉદ્દભવે છે, પૂર્ણા ચીંચલી, મહેલ, કાલીબેલમાંથી પસાર થાય છે અને ભેસકાત્રી પાસે જિલ્લા છોડીને તાપી જિલ્લામાંથી વહે છે અને નવસારી નજીક અરબી સમુદ્રને મળે છે. દેવી માયાદેવીનું ઘર પૂર્ણાના નદીના પટમાં દફનાવવામાં આવેલી ગુફામાં છે અને ચોમાસા દરમિયાન જ્યારે પૂર્ણા જીવનથી ભરપૂર હોય છે ત્યારે તે પહોંચી શકાતું નથી. ચોમાસા દરમિયાન, મુખ્ય મંદિર પરિસરનો ઉપયોગ દેવીની પૂજા માટે થાય છે. મંદિર સંકુલની બાજુમાં નક્કર પગથિયાં છે જે ખડકો સુધી ઉતરતા નદીના પટની રચના કરે છે. નદીના પટ પર એક તળાવ પર બાંધવામાં આવેલા ખડકના પ્લેટફોર્મ પર ઉતરતા પગથિયાં છે જે ભક્તોને ગુફામાં લઈ જાય છે. ગુફામાં સ્ટેલેક્ટાઇટ અને સ્ટેલેગ્માઇટ ખડકો પણ ભક્તો માટે આનંદદાયક દૃશ્ય પ્રદાન કરે છે. શિવરાત્રી દરમિયાન આ મંદિર ચોક-એ...

Rajkot|Paddhari |Lodhika|Dhoraji| Jam Kandorna|Upleta|Jetpur|Kotda Sangani| Jasdan|Vinchhiya and Gondal latest news:રાજકોટ ખાતે પ્રદેશ કક્ષાની 'આપદા મિત્ર' રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ

Image
 Rajkot|Paddhari |Lodhika|Dhoraji| Jam Kandorna|Upleta|Jetpur|Kotda Sangani| Jasdan|Vinchhiya and Gondal latest news:રાજકોટ ખાતે પ્રદેશ કક્ષાની 'આપદા મિત્ર' રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ  યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા હેમુગઢવી હોલ ખાતે જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સહયોગથી પ્રદેશ કક્ષાની આપદા મિત્ર રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ હતી. જેમાં આપદા મિત્રોને વોટર રેસ્ક્યુ, ફાયર, કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન અને બેઝિક ઓફ ફર્સ્ટ એઇડ એમ ચાર તબક્કામાં તાલીમ અપાઈ હતી. રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની સૂચના મુજબ  આ કાર્યક્રમમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં રાહત, શોધ, બચાવ અને પ્રાથમિક સારવારની કામગીરી કેવી રીતે કરી શકાય, તે માટે આપદા મિત્રોને માર્ગદર્શન પૂરું પડાયું હતું. આપદા મિત્રોને આફત પૂર્વે, આફત દરમિયાન તથા આફત પછી શું કરવું અને શું ન કરવું તેની પ્રાથમિક સમજ અપાઈ હતી. તેમજ બચાવ કામગીરી માટે ઉપયોગી રબ્બર બોટ, હલેસા, આઉટ બોટ મોટર, લાઈફ જેકેટ, લાકડા કાપવા ચેઈન-શા, કૃત્રિમ ત્રાફા, ખાલી બેરલ સહિતના સાધનોનું ડેમોસ્ટ્રેશન કરાયું હ...

Khergam : તોરણવેરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.

Image
 Khergam : તોરણવેરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે આચાર્યશ્રી અનિલભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ પાંચ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,   બાળગીતો, બાળ અભિનય ગીત, વેશભૂષા, બાળવાર્તા, પશુ પક્ષીના મોહરા, બનાવવાની પ્રવૃત્તિઓ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ ગુરુજનોના માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. શાળાનાં ઉપશિક્ષકશ્રી સંદીપભાઈ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Khergam (vav): રાઘવા ફળિયા પ્રાથમિક વાવ શાળામાં બાળમેળો યોજાયો.

Image
  Khergam (vav): રાઘવા ફળિયા પ્રાથમિક વાવ શાળામાં બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની રાઘવા ફળિયા પ્રાથમિક શાળા વાવ ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ત્રણ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

Khergam (Vad) :ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજાયો.

Image
  Khergam (Vad) :ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા  ખાતે  બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા  ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ પાંચ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, વેશભૂષા, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

Khergam (shamla faliya): શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.

Image
 Khergam (shamla faliya): શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ચાર સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

Khergam (Pomapal): પોમાપાળ પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.

Image
 Khergam (Pomapal): પોમાપાળ પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે  બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ત્રણ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી,  બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. 

Chhota Udaipur|Chhotaudepur, Pavijetpur|Kawant|Naswadi|Sankheda |Bodeli taluka : છોટાઉદેપુર જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓનો શુભારંભ

 Chhota Udaipur|Chhotaudepur, Pavijetpur|Kawant|Naswadi|Sankheda |Bodeli taluka :છોટાઉદેપુર જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓનો શુભારંભ છોટાઉદેપુર, મંગળવાર :: છોટાઉદેપુર જિલ્લામાં અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા અંતર્ગત તા.૩૦/૦૭/૨૦૨૪ થી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા જિલ્લામાં શાળાકીય અન્ડર-૧૪, ૧૭ અને ૧૯ ભાઈઓ-બહેનો માટે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૩૦/૦૭/૨૦૨૪ થી ૦૭/૦૮/૨૦૨૪ દરમિયાન તાલુકા કક્ષાએ કબડ્ડી, ખોખો, વોલીબોલ અને એથ્લેટીક્સ જયારે તા.૦૮/૦૮/૨૦૨૪ થી તા.૨૪/૦૮/૨૦૨૪ દરમિયાન જિલ્લા કક્ષાએ ચેસ, ફુટબોલ, લોન ટેનિસ, કરાટે, આર્ચરી, સાયકલીંગ(રોડ), બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકટ, જીમ્નાસ્ટીક, ટેકવોન્ડો, હેન્ડબોલ, કુસ્તી, સ્વિમિંગ અને ડાઇવીંગ, ટેબલ ટેનિસ, સ્કેટિંગ, યોગાસન, હોકી, જુડો, સાયકલીંગ રોડ (ટ્રેક), બોક્સિંગ, ફેન્સીંગ, શૂટિંગ, વેઈટ લીફટીંગ, સોફ્ટ ટેનિસ, સ્ક્વોશ, નેટબોલ, મલખમ્બ, થાંગતામાર્શલઆર્ટ, ગટકા, ક્લારીપયાટુ, વોટરપોલો, મોર્ડનપેન્ટાથ્લોન, વુશુ, બેઝબોલ, ...

Ahwa|Dang: સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ :

Image
 Ahwa|Dang: સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ : (ડાંગ માહિતી બ્યુરો) : આહવા: તા: ૩૦:  ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સમાવિષ્ટ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સાકરપાતળ ખાતે, ગત તારીખ ૨૩ જુલાઇના રોજ જયા પાર્વતી વ્રત નિમિત્તે કેશ ગુંફન અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  શાળાઆચાર્યા શ્રીમતી ફાલ્ગુની પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં, ધોરણ ૯ થી ધોરણ ૧૨ ની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનામાં રહેલી ઉત્કૃષ્ટ કલા પ્રદર્શિત કરી કાર્યક્રમને અલંકૃત કર્યો હતો.   સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ પૈકી પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રોત્સાહિત ઈનામો આપી તેમની કલાને બિરદાવવામાં આવી હતી.

Saputara|Ahwa|Dang|vaghai|subir |ગુજરાતનું પ્રવાસન સૌદર્ય અને દંડકારણ્ય ભૂમિ ગિરિમથક સાપુતારા

Image
Saputara|Ahwa|Dang|vaghai|subir |ગુજરાતનું પ્રવાસન સૌદર્ય અને દંડકારણ્ય ભૂમિ ગિરિમથક સાપુતારા  “રીમઝીમ રીમઝીમ પાણી પડે કળમ્બ ડુંગર હેડે પાણી પડે" “સાપુતારા મેઘ મલ્હાર પર્વ ઉજવાય ડાંગના ગિરિમથકે ખળ-ખળ ઝરણા વહ્યા કરે” *“લીલી વનરાજી ખીલી ઉઠી ખેતરે ખેતરે હરિયાળી લહેરાય”* ગુજરાતનું પ્રવાસન સૌદર્ય અને દંડકારણ્ય ભૂમિ ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં રીમઝીમ રીમઝીમ વરસાદી માહોલમાં મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪નું શાનદાર રીતે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. તા.૨૯ જુલાઇ થી ૨૮ ઓગસ્ટ સુધી એક મહિનો ચાલનારા ફેસ્ટિવલનો લોકોત્સવ અને રંગારંગ કલાકારો દ્વારા શાનદાર અને યાદગાર લોકમાનસ પટલ પર અમી છાપ છોડવામાં આવી છે. અને વરસતા વરસાદમાં યુવાનો અને પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા અને આદિજાતિ સંસ્કૃતિની એક સે બઢકર એક ઝાંખી અને ગુજરાતનો ગ્લોબલ ગરબો તથા મેર તલવાર નૃત્ય અને સીદી ધમાલ નૃત્ય આબેહૂબ અને આકર્ષણના મુખ્ય કેન્દ્રો રહ્યા હતા. અને ઉપસ્થિત જનમેધનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.  ખુશનુંમા અને આહલાદક વાતાવરણમાં રીમઝીમ રીમઝીમ પાણી પડે કળમ્બ ડુંગર હેઠે પાણી પડે ગિરિમાળ...