Posts

Showing posts from October, 2026

બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન; 15 વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ રમશે

Image
 બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન; 15 વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ રમશે. ખેરગામ, તા. 1 ઓક્ટોબર 2026: ખેરગામ દાદરા ગ્રાઉન્ડ ખાતે તા. 1/10/2026ના રોજ 2026 ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમતગમત પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતું. સ્પર્ધામાં શાળાના 13 બાળકોએ પ્રથમ ક્રમ, 10 બાળકોએ દ્વિતીય ક્રમ અને 4 બાળકોએ તૃતીય ક્રમ મેળવ્યો હતો. કુલ 16 વિદ્યાર્થીઓએ 27 ઇવેન્ટમાં વિજેતા બની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. આમાંથી 15 વિદ્યાર્થીઓ 23 ઇવેન્ટમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી સેજલભાઈ, TPO શ્રી મનિષભાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ, BRC શ્રી વિજયભાઈ, શિક્ષકગણ તથા ગ્રામજનોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જિલ્લા કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

તોરણવેરા ગામની ચાર આંગણવાડી કેન્દ્રોમાં ‘આંગણ ઉત્સવ ૨૦૨૬’ની ઉજવણી.

Image
   તોરણવેરા ગામની ચાર આંગણવાડી કેન્દ્રોમાં ‘આંગણ ઉત્સવ ૨૦૨૬’ની ઉજવણી. ખેરગામ, તા. ૧: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં કાર્યરત ચાર આંગણવાડી કેન્દ્રો ખાતે રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત **‘આંગણ ઉત્સવ ૨૦૨૬’**ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગામના સરપંચશ્રી સુનીલભાઈ દભાડીયા ના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યશ્રીમતી શિલ્પાબેન વાઢું , ગ્રામ પંચાયતના સભ્ય તથા યુવા આગેવાન શ્રી ભાવેશ વાઢું તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હેમાંગ ટંડેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચારેય આંગણવાડી કેન્દ્રો ખાતે મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ પ્રસંગે આચાર્ય શ્રી હેમાંગ ટંડેલે બાળકોના પ્રારંભિક શિક્ષણ અને સંસ્કારના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે બાળપણમાં બાળક ખૂબ ઝડપથી શીખે છે. આંગણવાડીમાં બાળક અન્ય બાળકો સાથે રહીને સામાજિક અને શૈક્ષણિક કૌશલ્યો વિકસાવે છે અને શાળામાં પ્રવેશ બાદ તેનો લાભ મળે છે. બાળકોના સારા શિક્ષણ માટે વાલીઓએ બાળપણથી જ સારા સંસ્કારો અને સારી ટેવો કેળવવા પર ધ્યાન આપવું જોઈએ. રાષ્ટ્રીય પોષણ માસનો મુખ્ય હેતુ માતાઓ, કિશોરીઓ અને બાળકો...

બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું યોગાસન અને ચેસ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન

Image
  બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું યોગાસન અને ચેસ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન. ખેરગામ: પાટી હાઈસ્કૂલ ખાતે યોજાયેલી યોગાસન અને ચેસ સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. યોગાસન સ્પર્ધામાં પાર્થ વિનયભાઈ પટેલ અને હેની રસિકભાઈ અટારા એ પ્રથમ સ્થાન મેળવી વિજય મેળવ્યો હતો. જ્યારે પ્રિયાશી રાજેશભાઈ પટેલ એ દ્વિતીય સ્થાન અને વિનય ભગુભાઈ પટેલ એ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. યોગાસન સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાને કુલ 15 પોઈન્ટ મળ્યા હતા. ચેસ સ્પર્ધામાં પણ શાળાના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી હતી. U-14 કેટેગરીમાં જેનિશ નિલેશભાઈ પટેલ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. જ્યારે U-11 કેટેગરીમાં પ્રિયાશી નિલેશભાઈ બોરછા, નીત દિપકભાઈ મામલા અને જહાન્વી પરેશભાઈ પટેલ એ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત U-11 કેટેગરીમાં ભવ્યા વિપુલકુમાર પટેલ એ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષકો અને વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. વિદ્યાર્થીઓને તેમની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તથા ભવિષ્યમાં પણ રમતગમત...