Posts

Showing posts from August, 2026

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતનો પડઘો: SQAAF સ્વ-મૂલ્યાંકનની સમયમર્યાદા 8 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ.

Image
 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતનો પડઘો: SQAAF સ્વ-મૂલ્યાંકનની સમયમર્યાદા 8 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ. શિક્ષક સંઘોની રજૂઆત બાદ શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય ગાંધીનગર, તા. 31 ઓગસ્ટ 2026: રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વ-નિર્ભર શાળાઓમાં SQAAF ગુણાંકન 2026 અંતર્ગત ચાલી રહેલી સ્વ-મૂલ્યાંકનની કામગીરીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. SQAAF સ્વ-મૂલ્યાંકન માટે અગાઉ 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. વિવિધ શિક્ષક સંઘો તથા શાળા સંચાલક મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેમજ તહેવારોની રજાઓને ધ્યાનમાં લઈને હવે આ સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (SSSA), ગાંધીનગરના નાયબ નિયામક ડૉ. જી. સી. વ્યાસ દ્વારા તા. 31 ઓગસ્ટ 2026ની નોંધ પર માન. નિયામકશ્રીની મંજૂરી બાદ જાહેર કરાયેલા નિર્ણય મુજબ SQAAF ગુણાંકન 2026 અંતર્ગત સ્વ-મૂલ્યાંકનનો સમયગાળો વધારીને 8 સપ્ટેમ્બર 2026 સુધી કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્વ-મૂલ્યાંકનની કામગીરી બાકી રહેલી શાળાઓને કામગીરી પૂર્ણ કરવા માટે વધારાનો સમય મળશે. ⚠️ બાકી શાળાઓ માટે મહત્વપૂ...

ગુણોત્સવ 2.0 SQAAF સ્વમૂલ્યાંકનની સમયમર્યાદા વધારવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત

Image
  ગુણોત્સવ 2.0 SQAAF સ્વમૂલ્યાંકનની સમયમર્યાદા વધારવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત ગાંધીનગર, તા. 31 ઓગસ્ટ 2026: ગુણોત્સવ 2.0 અંતર્ગત SQAAF સ્વમૂલ્યાંકન કામગીરીની સમયમર્યાદા વધારવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રીને રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જૈમિનકુમાર એન. પટેલ અને પ્રમુખ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, રાજ્યના 50 ટકાથી વધુ જિલ્લાઓમાં ગુણોત્સવ 2.0 SQAAF સ્વમૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બાકી રહેલી કામગીરી મુખ્યત્વે અંતરિયાળ વિસ્તારોની એવી શાળાઓમાં છે જ્યાં પૂરતા કોમ્પ્યુટર તથા ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી. સંઘે જણાવ્યું છે કે, મર્યાદિત કોમ્પ્યુટર સુવિધા, ઈન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવ તથા સર્વર ધીમું ચાલવા જેવી ટેકનિકલ સમસ્યાઓના કારણે કેટલીક શાળાઓમાં સ્વમૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. તેમ છતાં રાજ્યના આચાર્યો અને શિક્ષકો દ્વારા ઉપલબ્ધ સુવિધાઓ વચ્ચે પણ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રજૂઆતમાં વધુમા...

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના વાર્ષિક હિસાબોનું આંતરિક ઓડિટ પૂર્ણ

Image
  નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના વાર્ષિક હિસાબોનું આંતરિક ઓડિટ પૂર્ણ. નવસારી: નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ તેના હેઠળના છ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘોના વર્ષ 2025-26ના હિસાબોની આંતરિક ઓડિટ પ્રક્રિયા તા. 30 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 9:00 કલાકે ટીચર સોસાયટી, નવસારી ખાતે હાથ ધરવામાં આવી હતી. આ ઓડિટ દરમિયાન ગણદેવી, નવસારી, ચીખલી, ખેરગામ, વાંસદા અને જલાલપોર તાલુકા સંઘોના નાણાકીય વ્યવહારો અને સંબંધિત હિસાબી રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા સંઘ દ્વારા નિયુક્ત આંતરિક ઓડિટરો મનહરભાઈ જગુભાઈ પટેલ (ચીખલી), કલ્પેશકુમાર હિરાભાઈ પટેલ (ગણદેવી) અને જતીનકુમાર શંકરભાઈ પટેલ (નવસારી) દ્વારા ઓડિટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હિસાબી રેકોર્ડની તપાસ ઓડિટ પ્રક્રિયા દરમિયાન સંઘના સભાસદ રજીસ્ટર, રોજમેળ, ખાતાવહી, વાઉચર, પાસબુક, સરવૈયું, F.D. સંબંધિત પ્રમાણપત્રો, સભાસદ રસીદ બુક તથા સભાસદ ન હોય તેવા શિક્ષકોની યાદી સહિતના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. સાથે જ OPS ફાળાની રસીદો અને રજીસ્ટર પણ ચકાસણી હેઠળ લેવામાં આવ્યા હતા. તા. 01 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 ના સમયગાળાને લગતા બેં...

પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી

Image
   પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી ખેરગામ: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, સ્નેહ અને રક્ષાના સંકલ્પનું પ્રતીક એવા રક્ષાબંધન પર્વની પોમાપાળ પ્રાથમિક શાળા, ખેરગામ ખાતે આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1થી 5ના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાની દીકરીઓએ ભાઈઓના કપાળે કુમકુમ તિલક કરી પ્રેમપૂર્વક રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર સંબંધને ઉજાગર કર્યો હતો. આંગણવાડીના નાના ભૂલકાંઓએ પણ ઉત્સાહથી આ ઉજવણીમાં ભાગ લેતાં સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું. રાખડી બાંધ્યા બાદ દરેક બાળકને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી દ્વારા બાળકોને રક્ષાબંધન પર્વનું ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના સ્નેહનો તહેવાર જ નહીં, પરંતુ પરસ્પર પ્રેમ, વિશ્વાસ, જવાબદારી અને રક્ષણની ભાવનાને મજબૂત કરતો પર્વ હોવાનું જણાવ્યું હતું. આ સાથે શ્રાવણ માસની પૂનમના આ પવિત્ર દિવસને ગુજરાતમાં ‘બળેવ’ અને ‘નાળિયેરી પૂનમ’ તરીકે પણ ઓળખવામાં આ...

વાવ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ભાવભેર ઉજવણી

Image
  વાવ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ભાવભેર ઉજવણી વાવ: વાવ પ્રાથમિક શાળામાં રક્ષાબંધનના પાવન પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી વિદ્યાર્થીઓમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, સ્નેહ અને રક્ષાના ભાવને ઉજાગર કરવામાં આવ્યો હતો. શાળાના શિક્ષકના માર્ગદર્શન હેઠળ શાળાની દીકરીઓ દ્વારા પોતાની જાતે સુંદર રાખડીઓ બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સર્જનાત્મકતા દર્શાવીને રાખડીઓ તૈયાર કરી હતી. ત્યારબાદ જાતે બનાવેલી રાખડીથી રક્ષાબંધનની પરંપરા મુજબ કપાળે કુમકુમ તિલક કરી રક્ષા બાંધી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને રક્ષાબંધનના સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. સ્વનિર્મિત રાખડી બનાવવાની પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મનિર્ભરતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના ઉત્સાહપૂર્ણ સહયોગથી આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.

વાડ મુખ્ય પ્રાથમિક શાળા PM SHRI ખાતે સંસ્કૃત શબ્દજ્ઞાનનું અનોખું પ્રદર્શન

Image
  વાડ મુખ્ય પ્રાથમિક શાળા PM SHRI ખાતે સંસ્કૃત શબ્દજ્ઞાનનું અનોખું પ્રદર્શન. ખેરગામ, તા. ૨૭/૦૮/૨૦૨૬: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા PM SHRI – ગુજરાત ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનપ્રદ અને સર્જનાત્મક સંસ્કૃત પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા સાથે સહજ રીતે જોડવા તથા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓના સંસ્કૃત નામથી પરિચિત કરાવવાના હેતુસર યોજાયેલા આ કાર્યક્રમમાં બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રદર્શનની વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ અને સર્જનાત્મકતાના આધારે વિવિધ શૈક્ષણિક વિભાગો તૈયાર કરી સંસ્કૃત શબ્દભંડોળને સરળ રીતે રજૂ કર્યું હતું. ઘરેલુ વસ્તુઓ, વાસણો, શાળા સામગ્રી, ફળો, ફૂલો, શાકભાજી, શરીરના અંગો, સગાં-સંબંધીઓ, પ્રાણીઓ, વિવિધ ક્રિયાઓ, વારના નામ અને સમય જેવા વિષયોને સંસ્કૃત શબ્દો સાથે જોડીને રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને દીપ પ્રાગટ્યથી થયો હતો. શાળાના મુખ્યાધ્યાપક શ્રી કિરીટભાઈ બી. પટેલ ના હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામા...

આહીર પ્રેઝીની શાનદાર સિદ્ધિ: U-16 પેન્ટાથ્લોનમાં ગોલ્ડ મેડલ

Image
 આહીર પ્રેઝીની શાનદાર સિદ્ધિ: U-16 પેન્ટાથ્લોનમાં ગોલ્ડ મેડલ ખેરગામ, તા. ૨૬/૦૮/૨૦૨૬: રમતગમત ક્ષેત્રે ખેરગામ તાલુકાનું ગૌરવ વધારતી નોંધપાત્ર સિદ્ધિ સામે આવી છે. Gujarat State Junior Athletics Meet-2026 માં ખેરગામની યુવા ખેલાડી આહીર પ્રેઝીએ U-16 Pentathlonમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ગોધરા સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની આ એથ્લેટિક્સ સ્પર્ધામાં પ્રેઝીએ વિવિધ ઇવેન્ટ્સમાં પોતાની પ્રતિભા દર્શાવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સતત મહેનત, રમત પ્રત્યેનું સમર્પણ અને માર્ગદર્શનના પરિણામે તેણે આ સફળતા હાંસલ કરી છે. હવે વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ પ્રેઝી માટે વધુ એક મહત્વપૂર્ણ તક ઊભી થઈ છે. ગોવામાં યોજાનારી West Zone Junior Championship માટે તેની પસંદગી કરવામાં આવી છે. આ પસંદગીથી ખેરગામ તાલુકા ઉપરાંત નવસારી જિલ્લાનું નામ પણ ગૌરવપૂર્વક ઉજાગર થયું છે. પ્રેઝીની રમતગમત સફરમાં બહેજ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પ્રવીણભાઈ પટેલનું માર્ગદર્શન અને યોગદાન મહત્વપૂર્ણ ...

તોરણવેરા આંગણવાડી કેન્દ્ર ખાતે સેજાનો પોષણ ઉત્સવ યોજાયો

Image
તોરણવેરા આંગણવાડી કેન્દ્ર ખાતે સેજાનો પોષણ ઉત્સવ યોજાયો. ખેરગામ, તા. ૨૫/૦૮/૨૦૨૬: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની નિશાળ ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે મંગળવારના રોજ સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત તોરણવેરા સેજાના આંગણવાડી કેન્દ્રોનો પોષણ ઉત્સવ કાર્યક્રમ ડૉ. ચિરાગ ગાવિતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પોષણ ઉત્સવમાં જાડાધાન્ય એટલે કે મિલેટ્સ તેમજ બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને આપવામાં આવતી THR સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવેલી ૫૦થી વધુ પૌષ્ટિક વાનગીઓનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાથમિક શાળા તોરણવેરાના પ્રિન્સિપાલ શ્રી હેમાંગભાઈ ટંડેલ, તાલુકા પંચાયત સભ્ય શિલ્પાબેન વાઢુ અને સેજા સુપરવાઈઝર ગુણવંતીબેન હળપતિ સહિત ગામની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ. ચિરાગ ગાવિતે પોષણ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, યોગ્ય પોષણ એટલે પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ સહિતના જરૂરી પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેવો ખોરાક. સરકાર દ્વારા આપવામાં આવતી બાળશક્તિ અને માતૃશક્તિની THR સામગ્રીમાં પણ આ પોષક તત્વોને ધ્યાનમાં રાખવામાં આવે છે. બાળકો તેમજ સગર્ભા અ...

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ

Image
  નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન, નિવૃત્ત હોદ્દેદારોને વિદાય સન્માન જલાલપોર, તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૬: નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા શનિવારે જલાલપોર કન્યાશાળા, જલાલપોરના સભાખંડ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર સુમનભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત જલાલપોર કન્યાશાળાની દીકરીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગતગીતની રજૂઆતથી થઈ હતી. જલાલપોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ વિવિધ ઘટક સંઘોના પ્રમુખશ્રીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ કારોબારી સભ્યોની સરભરા અને વ્યવસ્થામાં જલાલપોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી નિલેશભાઈ પટેલ તથા તેમની સમગ્ર ટીમે ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી. કારોબારી સભામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શિક્ષકોના હિત, સંગઠનાત્મક કામગીરી, શૈક્ષણિક ગુણવત્તા અને સામાજિક જવાબદારી સાથે સંકળાયેલા વિવિધ મુદ...

ગણદેવી તાલુકા વિકાસ અધિકારીશ્રી ચેતનભાઈ દેસાઈને વિદાય સન્માન.

Image
  ગણદેવી તાલુકા વિકાસ અધિકારીશ્રી ચેતનભાઈ દેસાઈને વિદાય સન્માન. ગણદેવી: ગણદેવી તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી ચેતનભાઈ દેસાઈ સાહેબની બદલી થતાં તેમના સન્માનમાં વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણદેવી તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રાજેશભાઈ , નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ , ઈરન્નાભાઈ, મેહુલભાઈ સહિત ગણદેવી તાલુકાના શિક્ષકગણ તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશભાઈ ટંડેલ અનિવાર્ય સંજોગોના કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેમણે પણ ચેતનભાઈ દેસાઈ સાહેબને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ગણદેવી તાલુકાના તમામ શિક્ષકો વતી ચેતનભાઈ દેસાઈ સાહેબને તેમની સેવાઓ બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શિક્ષકોએ તેમના કાર્યકાળ દરમિયાન મળેલા સહકાર, માર્ગદર્શન અને સરળ તથા સહકારપૂર્ણ કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે ચેતનભાઈ દેસાઈ સાહેબને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ તેમની નવી જવાબદારી અને આગામી સેવાકીય...

પૂર દરમિયાન સાહસિક કામગીરી કરનાર વલસાડના ૧૦ પોલીસ જવાનોનું સન્માન

Image
  પૂર દરમિયાન સાહસિક કામગીરી કરનાર વલસાડના ૧૦ પોલીસ જવાનોનું સન્માન. વલસાડ, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬: વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમ દરમિયાન પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં પ્રશંસનીય કામગીરી કરનાર તથા કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં નોંધપાત્ર યોગદાન આપનાર ૧૦ પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે સન્માનિત પોલીસ જવાનોએ તાજેતરના ભારે વરસાદ અને પૂરની સ્થિતિ દરમિયાન જોખમ ઉઠાવી નાગરિકોના જીવ બચાવવા મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. નાનાપોંઢા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ કોપરલી-અંભેટી માર્ગ પર પૂરના પાણીમાં ફસાયેલી બસમાંથી ૩૯ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં સાહસિક કામગીરી કરી હતી. ડુંગરા પોલીસના પીઆઈએ પ્રચંડ પાણીના પ્રવાહ વચ્ચે લાંબા સમયથી ફસાયેલા વ્યક્તિને બચાવી હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓએ ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા, ગુમ થયેલા બાળકને શોધી પરિવારને સોંપવા તેમજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ટેન્કરચાલક અને પશુધનનું રેસ્ક્ય...

નવસારીમાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન હેઠળ ૪,૦૭૩ ડ્રોપઆઉટ બાળકો ફરી શિક્ષણ સાથે જોડાયા.

Image
નવસારીમાં ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન હેઠળ ૪,૦૭૩ ડ્રોપઆઉટ બાળકો ફરી શિક્ષણ સાથે જોડાયા. ૧,૨૦૦થી વધુ યુવાનો ITI અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમોમાં જોડાયા; શૂન્ય ડ્રોપઆઉટના લક્ષ્ય તરફ જિલ્લા તંત્રની કામગીરી નવસારી, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬: નવસારી જિલ્લામાં કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળા છોડી ચૂકેલા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવામાં આવે તે હેતુથી ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. એસ.એસ. અગ્રવાલ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાણા અને શહેરી વિકાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અભિયાનની કામગીરીની સમીક્ષા અને સફળતાઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધતા નાણા અને શહેરી વિકાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, બાળકનું શિક્ષણ સતત ચાલુ રહે તે માટે પરિવાર, શિક્ષકો અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન અત્યંત જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા વિવિધ સહાય અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના લાંબા ગાળાના પ્રયાસોથી શિક્ષણ ક...

શ્રેષ્ઠ કામગીરી બદલ નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન પટેલનું સન્માન.

Image
શ્રેષ્ઠ કામગીરી બદલ નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન પટેલનું સન્માન. ખેરગામ, તા. 20 ઓગસ્ટ, 2026: નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા અક્ષિતાબેન છગનભાઈ પટેલ ને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને સમર્પિત કામગીરી બદલ ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિથી નાંધઈ પ્રાથમિક શાળા તેમજ સમગ્ર ખેરગામ તાલુકાનું ગૌરવ વધ્યું છે. દેશના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પાવન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી વિજયભાઈ સી. પટેલ ના વરદહસ્તે અક્ષિતાબેન પટેલને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યું હતું. શાળામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, બાળકોના સર્વાંગી વિકાસ તેમજ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અક્ષિતાબેન પટેલ દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ યોગદાનની નોંધ લઈ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. અક્ષિતાબેન પટેલની આ સિદ્ધિ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ બની છે. તેમની સમર્પિત કામગીરીથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ, સર્જનાત્મકતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળ્યું છે. આ પ્રસંગે તા...

તોરણવેરા પ્રાથમિક શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી

Image
  તોરણવેરા પ્રાથમિક શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી. તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયાને ધ્વજવંદન અને તિરંગો લહેરાવવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયાએ ઉપસ્થિત મહેમાનો, આચાર્યશ્રી, શિક્ષકગણ, વડીલો, માતા-બહેનો, યુવાનો, ગ્રામજનો તથા શાળાના ભૂલકાઓને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દેશની આઝાદી માટે બલિદાન આપનાર અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક નમન કરી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. સરપંચશ્રીએ જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે માત્ર સરપંચ જ જવાબદાર નથી, પરંતુ ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી જ ગામનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. રસ્તા, પીવાનું પાણી, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય, સ્ટ્રીટલાઇટ, વૃક્ષારોપણ તેમજ ખેડૂતો માટેની જરૂરી સુવિધાઓ અંગે સૌએ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે યુવાનો અને વિદ્યાર્થીઓને ગામનું ભવિષ્ય ગણાવી સારું શિક્ષણ મેળવી ગામ તથા દેશનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો. સાથે...

વલસાડ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે સાત પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન

Image
  વલસાડ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે સાત પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન. મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવાઈ વલસાડ, તા. ૧૭ ઓગસ્ટ: વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા ખાતે જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર સાત પ્રતિભાશાળી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી તથા વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેલાડીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરી તેમની પ્રતિભા, મહેનત, સાહસ અને અદમ્ય ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો. સન્માનિત ખેલાડીઓમાં હેનિલ દિલીપભાઈ પટેલે અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૬માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ટીમને વર્લ્ડકપ વિજેતા બનાવવામાં યોગદાન આપ્યું હતું. દીતા જિતેન્દ્ર પટેલે અંડર-૧૪ બહેનોની શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૫-૨૬માં કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી જિમ્નાસ્ટિક્સ સ્પર્ધામાં રાષ્ટ્...

નવસારીમાં પૂર બાદ કુદરતી કાંસ અને જળપ્રવાહ પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન ડ્રાઇવ

Image
  નવસારીમાં પૂર બાદ કુદરતી કાંસ અને જળપ્રવાહ પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન ડ્રાઇવ. પૂરના કારણોનું વિશ્લેષણ કરી કુદરતી જળપ્રવાહને અવરોધતા દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી નવસારી: તાજેતરમાં નવસારી જિલ્લામાં આવેલા વિનાશક પૂરના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરપ્રવાહ અને વરસાદી પાણીના નિકાલ અંગે સઘન સમીક્ષા હાથ ધરવામાં આવી છે. શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણોનું વિશ્લેષણ કરતાં કુદરતી કાંસ, ડ્રેનેજ ખાડી અને જળપ્રવાહના માર્ગો પર થયેલા ગેરકાયદે દબાણો તથા પાકા બાંધકામો પાણીના કુદરતી નિકાલમાં અવરોધરૂપ હોવાનું સામે આવ્યું છે. આથી આવા દબાણો દૂર કરવા જિલ્લા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની ના માર્ગદર્શન હેઠળ નિરાલી કેન્સર હોસ્પિટલ ખાતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સ્થળનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને કુદરતી જળપ્રવાહના માર્ગો ખુલ્લા કરવા ઝડપી અને નિયમોનુસાર કાર્યવાહી કરવા સૂચના આપી હતી. નવસારી પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીર...

આદિવાસી વાદ્ય તારપાનું જતન અને સંવર્ધન કરનાર રંજન કાકાનું સન્માન.

Image
   આદિવાસી વાદ્ય તારપાનું જતન અને સંવર્ધન કરનાર રંજન કાકાનું સન્માન. વલસાડ, તા. ૧૭ ઓગસ્ટ: વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા ખાતે રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આદિવાસી વાદ્ય તારપાનું વર્ષોથી જતન અને સંવર્ધન કરી રહેલા રંજનભાઈ નંદુભાઈ બિરારી, એટલે કે રંજન કાકાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અસ્સલ આદિવાસી પહેરવેશમાં અને હાથમાં તારપુ લઈને તારપુ વગાડતા વગાડતા તેઓ કાર્યક્રમના સ્ટેજ પર પહોંચ્યા હતા. તેમની આગવી એન્ટ્રીએ ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રંજન કાકાએ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને લોકવાદ્ય તારપાની આગવી ઓળખને જીવંત રાખી હતી. મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પણ તેમની કલા અને આદિવાસી વારસાના જતન બદલ તેમની પ્રશંસા કરી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોને તેમની કલાની વિશેષતા અંગે માહિતગાર કર્યા હતા. મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા પ્રાયોજના વહ...

પટેલ ગ્રુપની સરાહનીય સેવાકીય પહેલ : શિક્ષણ માટે સહયોગનો પ્રેરણાદાયી સંદેશ

Image
  પટેલ ગ્રુપની સરાહનીય સેવાકીય પહેલ : શિક્ષણ માટે સહયોગનો પ્રેરણાદાયી સંદેશ અડદા ગામ, તા. જિ. નવસારી: “એક બાળકના હાથમાં શિક્ષણની સામગ્રી એટલે તેના ભવિષ્યમાં નવી આશાનું વાવેતર.” આ ભાવનાને સાકાર કરતાં પટેલ ગ્રુપ દ્વારા નવસારી વિસ્તારની વિવિધ પ્રાથમિક શાળાઓમાં સરાહનીય સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી હતી. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સાધનો મળી રહે અને તેઓ આત્મવિશ્વાસ સાથે શિક્ષણ મેળવી શકે તેવા ઉમદા હેતુ સાથે વિવિધ શાળાઓમાં યુનિફોર્મ, નોટબુક, સ્લેટ, પાટીયા, પેન-પેન્સિલ, કલર કીટ, બેસવાના આસન, શેતરંજી, પાથરણા, સ્ટીલની થાળી અને પાણીનું કૂલર સહિતની શૈક્ષણિક તથા ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પટેલ ગ્રુપના સહયોગથી અમલસાડ મિશ્ર પ્રાથમિક શાળા, છાપર પ્રાથમિક શાળા, મોવાસા પ્રાથમિક શાળા, તોરણગામ પ્રાથમિક શાળા, કોથીફળિયા પ્રાથમિક શાળા, ધમડાછા પ્રાથમિક શાળા, લુસવાડા પ્રાથમિક શાળા, કસબાવાડી નિશાળ, ભાઠા પ્રાથમિક શાળા, ઉંડાચ પ્રાથમિક શાળા, અજરાઈ પ્રાથમિક શાળા અને ગાંધોર પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ વિવિધ સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ...

બંધાડ ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા કૈલાસબેન રાયસિંગભાઈ પટેલને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’થી સન્માન

Image
  બંધાડ ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા કૈલાસબેન રાયસિંગભાઈ પટેલને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’થી સન્માન ખેરગામ, નવસારી: શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત બંધાડ ફળિયા પ્રાથમિક શાળા, ક્લસ્ટર બહેજ, તાલુકો ખેરગામ, જિલ્લો નવસારી ખાતે ફરજ બજાવતા શિક્ષિકા શ્રીમતી કૈલાસબેન રાયસિંગભાઈ પટેલ ને ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’થી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રમાણપત્રમાં જણાવ્યા અનુસાર, કૈલાસબેન પટેલે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સમગ્ર ક્લસ્ટરમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, નાવીન્યપૂર્ણ પ્રયોગો તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપ્યું છે. શિક્ષણ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ અને નિષ્ઠાપૂર્વકના યોગદાનને બિરદાવતાં શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ ભવિષ્યમાં પણ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે શિક્ષણસેવા આપતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામા...

શ્રી દત્ત આશ્રમ જન સેવા ટ્રસ્ટ દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી.

Image
   શ્રી દત્ત આશ્રમ જન સેવા ટ્રસ્ટ દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી. ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર જીગ્નેશભાઈ પટેલના હસ્તે ધ્વજારોહણ; સેવાભાવી કાર્ય બદલ સન્માન ખેરગામ, નવસારી: શ્રી દત્ત આશ્રમ જન સેવા ટ્રસ્ટ, સરસિયા, ખેરગામ દ્વારા સંચાલિત શ્રી રંગ વિદ્યા મંદિર, સરસિયા ખાતે તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર શ્રી જીગ્નેશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત ગાઈ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. આ પ્રસંગે શ્રી જીગ્નેશભાઈ પટેલના સામાજિક અને સેવાભાવી અભિગમને બિરદાવવામાં આવ્યો હતો. પત્રકાર તરીકે તેઓ સ્થાનિક લોકોના પ્રશ્નોને વાચા આપી તેને સંબંધિત તંત્ર સુધી પહોંચાડવા તેમજ તેના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું. તેમના લોકસેવા અને સામાજિક યોગદાનને માન આપી શ્રી દત્ત આશ્રમ જન સેવા ટ્રસ્ટ ...

નાંધઈ મુખ્ય પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ ઉજવણી

Image
  નાંધઈ મુખ્ય પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ ઉજવણી ખેરગામ, નવસારી: ખેરગામ તાલુકામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાની ઉજવણી તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે નાંધઈ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દેશભક્તિ અને ઉત્સાહભેર યોજાઈ હતી. કાર્યક્રમમાં તાલુકાના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને જવાનો, રાજકીય તથા સામાજિક અગ્રણીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત શ્રી વી. સી. પટેલ, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ખેરગામ ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ખેરગામ પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડ દરમિયાન પોલીસ જવાનોની શિસ્ત અને કર્તવ્યનિષ્ઠાનું પ્રદર્શન જોવા મળ્યું હતું. કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ...