મલિયાધરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી.
મલિયાધરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી. તા. 25/06/2026ના રોજ ચીખલી તાલુકાની મલિયાધરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી આર.એન. વાડલે (PSI, ચીખલી), જિલ્લા પંચાયત નવસારીના સભ્ય શ્રીમતી અમિતાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, માજી તાલુકા પંચાયતના સભ્ય શ્રી વૈભવભાઈ બારોટ તેમજ ગામના આગેવાનો, વડીલો, એસએમસીના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મા સરસ્વતીની પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું પુસ્તક ભેટ આપી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન શ્રી આર.એન. વાડલેએ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે સમર્પિત રહેવા તેમજ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા હતા. જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી અમિતાબેન પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહી સર્વાંગી વિકાસ સાધવા પ્રોત્સાહિત કર્યા...