Posts

Showing posts from September, 2023

મોટાપોંઢાની કોલેજમાં સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયુ.

Image
 મોટાપોંઢાની કોલેજમાં સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયુ. કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયું હતું. ઈન્ચાર્જ આચાર્ય ડો. એસ.યુ. પટેલના અધ્યક્ષપણા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મણીલાલ હ.પટેલે ગુજરાતી સાહિત્ય જગતનો વિશિષ્ટ પરિચય કરાવ્યો હતો. વિદ્યાર્થીઓનું વિદ્યા તેજ વધુ વિસ્તરે અને અધ્યાપકોનું અધ્યયન વધે એવું વિદ્રતાસભર વકતવ્ય ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારે મન ભરીને માણ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડો. આશાબેન ગોહિલે કર્યું હતું.  સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૦ સપ્ટેમ્બર

કચરામાંથી કંચન બન્યું ધરમપુરનું બારોલિયા ગામ.

Image
‘‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્યું ધરમપુરનું બારોલિયા ગામ. --- કચરામાંથી કમાણી થઈ શકે તે માટે અતુલ કંપની સાથે એમઓયુ કરાયા. --- ઘરે ઘરેથી કચરો ઉપાડવા ૧૫માં નાણાં પંચની ગ્રાંટમાંથી રૂ. ૬.૬૬ લાખનો ટેમ્પો ખરીદાયો. --- કચરાનો પધ્ધતિસર નિકાલ થાય તે માટે રૂ. ૨.૪૩ લાખનો સેગ્રીગેશન શેડ બનાવાયો. --- માત્ર ચાર જ મહિનામાં ગામમાંથી એક ટન કચરો એકઠો કરાયો.   ‘કચરા મુક્ત ભારત, કચરા મુક્ત ગુજરાત’ ની થીમ પર સ્વચ્છતા હી સેવા- વર્ષ ૨૦૨૩ની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલિયા ગામે સ્વચ્છતાની દ્રષ્ટીએ અન્ય ગામડાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ બારોલિયા ગામ હવે કચરામાંથી કંચન બનશે.  ધરમપુર તાલુકાનું બારોલિયા ગામ કુલ ૯૪૫ ઘર અને ૪૦૮૮ વસ્તી ધરાવે છે. આ નાનકડા ગામમાં સ્વચ્છતાનું જન આંદોલન ઘરે ઘરે જોવા મળે છે. પોતાનું ગામ સ્વચ્છ રહે તે માટે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા તો સરકારની વિવિધ ગ્રાંટ હેઠળ સાધનો ખરીદવામાં આવે જ છે પરંતુ ગામના લોકોમાં પણ સફાઈની સ્વયં શિસ્ત જોવા મળે છે.  જે...

‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાનઃ ધરમપુર,કપરાડા,પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ.

Image
                      ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાનઃ ધરમપુર,કપરાડા,પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ.  સ્વચ્છ ભારત મિશન-(ગ્રા) યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા (SHS) તા. ૧૫મી સપ્ટેમ્બર થી તા.૧૫મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી સ્વચ્છતા માસની "ગાર્બેજ ફ્રી ઇન્ડિયા"ની થીમ સાથે શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ધરમપુરના કેણવળી ગામમાં હેન્ડ વોશ, મામાભાચા ગામમાં સ્વચ્છતા જાગૃતિ, કપરાડા તાલુકાના ઓઝર ગામમાં ડ્રોઈંગ સ્પર્ધા, સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા. પારડી તાલુકાના રોહિણા ગામમાં સ્વચ્છતા રેલી, સ્વચ્છતા અંગેના શપથ, સાફ સફાઈ, ચિત્રકામ અને સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. ટુકવાડા ગામમાં સ્વચ્છતાના શપથ લેવાયા હતા.  વાપી તાલુકાના છીરી ગામમાં સ્વચ્છતા જાગૃતિ અને ચિત્રકામનું આયોજન કરવામાં આવ્યું હતું. સુકા અને ભીના કચરાના ડબ્બાઓના ઉપયોગની સમજ હેતુ "હરા ગિલા સુખા નીલા" ઝુંબેશ રૂપે સ્વચ્છતાની પ્રવૃત્તિનું આયોજન ગ્રામ પંચાયત કક્ષાએ  ગાર્બેજ ફ્રી ગ્રામ પંચાયત બનાવવા તમામ ગ્રામજનોને "સ્વચ્છત...

નવસારી જિલ્લા સમસ્ત આદીવાસી સમાજ અને સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા સેવાકાર્ય.

Image
               નવસારી જિલ્લા  સમસ્ત આદીવાસી સમાજ અને સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા સેવાકાર્ય. ખેરગામ તાલુકામાં હોસ્પિટલ ચલાવતા નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોકટર નીરવ પટેલ તેમની સેવાકીય પ્રવૃત્તિઓને કારણે જિલ્લામાં કીર્તિમાન બન્યા છે. આદિવાસી સમાજ જ નહીં અન્ય સમાજના લોકો માટે પણ સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે છે. અન્યાય સામે લડવામાં જર પણ પાછળ હટતા નથી જેને કારણે ડૉ .નિરવ પટેલ ખૂબ જ લોકપ્રિય બન્યા છે.નવસારી જિલ્લા જ નહીં રાજ્યમાં કોઇ પણ ખૂણે મદદ કરવા માટે તત્પર રહે છે. અને તેમની સેવાકીય પ્રવૃતિઓમાં આદિવાસી સમાજના તમામ હોદેદારો સાથે હર હમેશ તેમની પડખે ઉભો રહે છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા નવાપુરા ગામના ૧૨ જેટલાં ઘરોને આગની ઘટનામાં  થયેલ વ્યાપક નુકસાન બાબતનો વિડીયો સોસીયલ મીડિયામા વાયરલ થતાં રાજપીપળાના સેવાભાવી શિક્ષક મિનેશ પટેલે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ પટેલ અને ઉકાઇના એન્જીનીયર ગૌરાંગ પટેલને તેમજ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલકોને જાણ કરી હતી. જે બાદ બધાએ ભેગા મળીને અનાજ, કપડાં, વાસણ, નોટબુક, ગોદડા ...

ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં ૨ કરોડ રૂપિયાથી વધુના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.

Image
          ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં ૨ કરોડ રૂપિયાથી વધુના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.  તારીખ : ૨૦-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં  ₹ 2 કરોડથી વધુના વિવિધ કામોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અર્થે માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગણદેવી મત વિસ્તારના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા પંચાયત ઉપ-પ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા,પૂર્વ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ તેમજ વિવિધ ગામના સરપંચો આગેવાનો ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ખેરગામની જનતા હાઈસ્કૂલમાં નિયમિત આચાર્ય તરીકે ચેતન પટેલની નિમણૂંક થઈ.

Image
                ખેરગામની જનતા હાઈસ્કૂલમાં નિયમિત આચાર્ય તરીકે ચેતન પટેલની નિમણૂંક થઈ. ખેરગામ તાલુકાની 1958માં શરૂ થયેલી સુપ્રસિદ્ધ જનતા માધ્યમિક શાળામાં ઉત્તમભાઈ દલાભાઈ પટેલ- આચાર્ય નિવૃત્ત થતા ખાલી પડેલી જગ્યાએ યોગેશભાઈ લાડ અને મહેશભાઈ પટેલ દ્વારા શાળા સંચાલન થતું હતું. ખેરગામ ખાતે લગભગ છ વર્ષથી કોઈ નિયમિત આચાર્યની નિમણૂંક નહીં થતા તાલુકાની સૌથી મોટી માધ્યમિક શાળા માટે કે જે બોર્ડ પરીક્ષાના કેન્દ્ર તરીકે પણ કાર્યરત છે, અને અન્ય બાહ્ય પરીક્ષાઓનું કેન્દ્ર પણ આ  શાળામાં ફાળવવામાં આવે છે. માટે  ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખેરગામના નવનિયુક્ત આચાર્ય ચેતન પટેલે બારમી તારીખે કાર્યભાર સંભાળી લેતા તેમનું મંડળના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંતભાઈ પટેલ, મૂસ્તાન વોહરા, મહેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને શિક્ષકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અને શિક્ષક હોય તમામ સાથે તાલમેલ સાધી જનતા માધ્યમિક શાળાને પ્રગતિના પંથે આગળ ધપાવશે એવી  મંડળના હોદ્દેદારો અને ખેરગામની જનતાને આશા બંધાઈ છે. વધુ માહિતી માટે   દિવ્ય ભાસ્કર ન...

ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અઢી વર્ષ માટે રાજેશભાઈ પટેલની વરણી કરવામાં આવી.

Image
                                                        તારીખ :૧૪-૦૯-૨૦૨૩નાં દિને ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અઢી વર્ષ માટે રાજેશભાઈ પટેલની વરણી કરવામાં આવી. ખેરગામ તાલુકા  પંચાયતના પ્રમુખશ્રી રક્ષાબેન પટેલના અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં  ખેરગામ તાલુકા પંચાયત હોલ ખાતે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ પટેલની હાજરીમાં બીજા અઢી વર્ષ માટે બહેજ ગામના રાજેશભાઈ પટેલની  પ્રમુખ પદ માટે, ઉપપ્રમુખ પદ માટે ખેરગામ બજારના લીનાબેન અમદાવાદીની  અને કારોબારી અધ્યક્ષ પદ માટે સુનિલભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. ખેરગામ તાલુકા પંચાયતથી રૂપાભવાની મંદિર સુધી ડીજે સાથે ખુલ્લી જીપમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.  જેમાં જિલ્લા અને તાલુકાના ભાજપ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ખેરગામ તાલુકાના તમામ હિતેચ્છુઓ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. 

ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે શામળા સી.આર.સી.કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

Image
                  ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક  શાળા ખાતે શામળા સી.આર.સી.કક્ષાનું  ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.  તારીખ :૧૩-૦૯-૨૦૨૩ના દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે શામળા સી.આર.સી.નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં સી.આર.સીની ૧૧ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ સ્વાસ્થ્ય વિભાગમાં સારું સ્વાસ્થ્ય  જ સાચી મૂડી કૃતિ શામળા ફળિયા પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક, દ્વિતીય લાઈફ વિભાગમાં પર્યાવરણને અનુરૂપ જીવન શૈલી બનાવીએ કૃતિમાં વાવ પ્રાથમિક શાળાનો પ્રથમ ક્રમાંક, તૃતીય કૃષિ વિભાગમાં ચીકુ ધોવાનું  મશીન કૃતિમાં નારણપોર પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક, ચતુર્થ વાહન વ્યવહાર વિભાગમાં  અકસ્માત નિવારવાનાં ઉપાયોમાં નવી ભૈરવી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક અને પાંચમાં ટેકનોલોજી અને રમકડાં વિભાગમાં રમત દ્વારા ગણિત કૃતિમાં નાંધઈ પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંકે આવી હતી.  આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં શામળા ફળિયા કલસ્ટરના ઇન્ચાર્જ સી.આર.સી ટીનાબેન પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી...

ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ નિપુણ ભારત અંતર્ગત વાર્તા લેખન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ.

Image
                              ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ નિપુણ ભારત અંતર્ગત વાર્તા લેખન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ. તારીખ :૧૧-૦૯-૨૦૨૩નાં દિને જીસીઇઆરટી– ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી નવસારીના સયુંકત ઉપક્રમે આયોજીત નિપુણ ભારત અંતર્ગત ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટેની વાર્તા(નિર્માણ) લેખન સ્પર્ધા યોજાઇ હતી.  જેમાં ખેરગામ કન્યા શાળા તા ખેરગામ જિ.નવસારીની વિદ્યાર્થિની ધૃવી સુનિલભાઈ પટેલ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જે બદલ તેમને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.      જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ વિદ્યાર્થી માર્ગદર્શક શિક્ષક અને શાળા પરિવારને ખેરગામ શિક્ષક સંઘ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

રાનકુવાનાં પ્રીતિ પટેલને ધ એશિયન બિગેસ્ટ બ્રાઇડલ ફેશન શોમાં કેમ્બો એવોર્ડથી સન્માનિત.

Image
                      રાનકુવાનાં પ્રીતિ પટેલને ધ એશિયન બિગેસ્ટ બ્રાઇડલ ફેશન શોમાં કેમ્બો એવોર્ડથી સન્માનિત. ચીખલી સર્કિટ હાઉસ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા ધ એશિયન બિગેસ્ટ બ્રાઇડલ ફેશનશોમાં કેમ્બો એવોર્ડ વિજેતાનું સન્માન કરાયું. રાનકુવાનાં પ્રીતિ પટેલને ધ એશિયન બિગેસ્ટ બ્રાઇડલ ફેશનશોમાં કેમ્બો એવોર્ડ મળતા નવસારી મહિલા કોંગ્રેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ માટે વસ્ત્ર શૃષારનું અનેરું મહત્વ છે. ત્યારે સુરતનાં સરથાણામાં દુલ્હન શૃંગાર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં દેશભરમાંથી ૭૫૦ બ્યુટીશીયનએ ભાગ લીધો હતો અને પોતાના કૌશલ્ય થકી એક કલાકનાં સમયગાળામાં દુલ્હનને તૈયાર કરી હતી. જેમાં રાનકુવામાં પરીરૂપ બ્યુટીપાર્લર ચલાવતી અને ચીખલી તાલુકાના બામણવેલ ગામના કલવાચ ફળીયામાં રહેતી પ્રીતિબેન રશ્મિકાંત પટેલે ભાગ લીધો હતો. અને રાનકુવાની યુવતીને દુલ્હનનો શૃંગાર કર્યો હતો. જેને કેમ્બો એવોર્ડ એનાયત કરાયો હતો. આ સ્પર્ધામાં ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ, મહિમા ચૌધરી અને ટીવી કલાકાર પારુલ ચૌહાણનાં હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા. જેને લઇ ચીખલ...