Posts

Showing posts from November, 2024

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

Image
 વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.  અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.  તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી.  ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર્ષ ફરજ ...

ખેરગામ ગ્રામસભા યોજાઈ: વિકાસના મુદ્દાઓ પર થયેલ ચર્ચા.

Image
ખેરગામ ગ્રામસભા યોજાઈ: વિકાસના મુદ્દાઓ પર થયેલ ચર્ચા ખેરગામ ગ્રામસભા યોજાઈ: વિકાસના મુદ્દાઓ પર થયેલ ચર્ચા ખેરગામ ખાતે નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમની અધ્યક્ષતામાં  ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરપંચ ઝરણાબેન પટેલ અને ડે. સરપંચ જીગ્નેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સભામાં ગ્રામ વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. મહત્વપૂર્ણ મુદ્દાઓ અને નિર્ણયો: 1. આવાસ ફાળવણી: કેટલાક લાભાર્થીઓને ફોર્મ ભર્યા બાદ પણ આવાસ ફાળવવામાં આવ્યા નથી. જે બાબતે ડીડીઓશ્રીએ આવાસ માટે રિસરવે કરવાની સૂચના આપી. 2. પાણીના પ્રશ્નો: વેણફળિયામાં બોરની દુરસ્તી અને પાણીની નવી મોટર લગાવવાની માંગણી કરાઈ. જર્જરિત ટાંકી બદલવાની રજુઆત પણ કરવામાં આવી. 3. કેટલ શેડ યોજના: ડેપ્યુટી સરપંચશ્રી જીગ્નેશભાઈ પટેલએ પશુપાલકો માટે કેટલ શેડ યોજનાનો અભાવ છે, ની વાત જણાવી હતી જેમાં  ડીડીઓશ્રીએ 15મા નાણાપંચ અથવા ગ્રામ પંચાયતના સ્વ ભંડોળમાંથી આ માટે યોજના બનાવવાનો સૂચન કર્યું હતું. 4. રસ્તાઓની મરામત: હાઈસ્કૂલ લિંક રોડને આરસીસી રોડમાં બદલવાની અને ગટરની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગણી કરાઈ. 5. શૈક્ષ...

ધરમપુરમાં સંવિધાન દિવસની ઉજવણી: ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.

Image
 ધરમપુરમાં સંવિધાન દિવસની ઉજવણી: ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ. ધરમપુરમાં સંવિધાન દિવસની ઉજવણી: આદિવાસી સમાજ દ્વારા ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં 26મી નવેમ્બરે સંવિધાન દિવસની ઉજવણી ઉત્સાહભર્યા માહોલમાં થઈ હતી. આદિવાસી સમાજે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને હાર પહેરાવી અને તેમની યાદમાં શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમ યોજ્યો. ડૉ. આંબેડકરનું યોગદાન: ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949ના રોજ તૈયાર થયું હતું. તે દિવસની યાદમાં સંવિધાન દિવસ ઉજવાય છે. ડૉ. આંબેડકરે બંધારણ સભાના અન્ય સભ્યો સાથે મળીને વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ ભારતને આપ્યું હતું. ધરમપુરમાં આયોજિત આ કાર્યક્રમમાં સમાજના તમામ વર્ગોને સંવિધાન વિશેની જાગૃતતા આપવા પર ભાર મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશો મહાન ભારતના બંધારણના મૂલ્યો જન-જન સુધી પહોંચાડવા, સમાજમાં એકતા અને સહિષ્ણુતાના સંદેશાનું પ્રસારણ કરવાનો  હતો. સંવિધાનના ઐતિહાસિક મહત્ત્વ પર પ્રકાશ: ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનસફર અને તેમના યોગદાન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. તે સાથે જ ભારતના બંધારણના મૂળભૂત અધિકારો અને કર્તવ્ય...

Navsari : નવસારી જિલ્લાનાં સાતેમગામમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024નું સફળ આયોજન.

Image
  Navsari : નવસારી જિલ્લાનાં સાતેમગામમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024નું સફળ આયોજન. જિલ્લાની શાળાઓના વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓની પ્રભાવશાળી કૃતિઓ પ્રદર્શિત નવસારી જિલ્લાના સાતેમગામ ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024 યોજાયું, જેમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા. જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગરના પ્રેરણાથી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળના માર્ગદર્શનમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણની થીમ પર વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી, જે મહાનુભાવોએ ખૂબ રસપૂર્વક નિહાળીને પ્રોત્સાહન આપ્યું. "બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બાળકોમાં રહેલી શક્તિ અને પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે," એમ ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું. પ્રદર્શન દરમિયાન "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" થીમ પર શ્રેષ્ઠ પ્રદાન કરનારા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે "૨૬મું સંકુલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25" પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું. આ આયોજનમાં નવસારી જિલ્લા પ...

સંવિધાન દિવસ: ડાંગ જિલ્લામાં જાગૃતિની અનોખી ઉજવણી.

Image
 સંવિધાન દિવસ: ડાંગ જિલ્લામાં જાગૃતિની અનોખી ઉજવણી દર વર્ષે ૨૬ નવેમ્બર ‘ભારતીય બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતમાં બંધારણ અને તેના મૂળ તત્ત્વો પ્રત્યે નાગરિકોમાં જાગૃતતા ફેલાવવાનો વિશેષ હેતુ ધરાવે છે. આ વર્ષે પણ ડાંગ જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજી સંવિધાન દિવસની મહત્તા દર્શાવાઈ હતી. શૈક્ષણિક સંસ્થાઓમાં ઉલ્લાસભરી ઉજવણી ડાંગ જિલ્લાના શાળાઓ અને કોલેજોમાં સંવિધાન દિવસ નિમિત્તે પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા. વિદ્યાર્થીઓને ભારતીય બંધારણના મૂળભૂત તત્વો તથા નાગરિકોની ફરજો વિશે જાણકારી આપવામાં આવી. આહવા લાઇબ્રેરી ખાતે ગ્રંથપાલ શ્રી મિતેશ એન. પટેલની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સંવિધાન પરની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને તેનાથી પ્રજાને મળતા અધિકારો અને ફરજો પર ચર્ચા કરવામાં આવી. નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા પીપલદહાડમાં વિશેષ કાર્યક્રમ ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલયના નહેરૂ યુવા કેન્દ્ર આહવાના આયોજન હેઠળ સુબીર તાલુકાના પીપલદહાડ ગામે અનોખી રીતે સંવિધાન દિવસ ઉજવાયો. ખાંબલા પંચાયતના સરપંચ શ્રી કાંતિલાલ રાઉતે વિદ્યાર્થી તથા ગ્રામજનો સાથે સ...

ડાંગના પ્રાકૃતિક ખેડૂતનું સફળતામય પ્રવાસન: યશંવતભાઇ સહારેએ કેવી રીતે ખેતીમાં બદલાવ લાવ્યા?

Image
 ડાંગના પ્રાકૃતિક ખેડૂતનું સફળતામય પ્રવાસન: યશંવતભાઇ સહારેએ કેવી રીતે ખેતીમાં બદલાવ લાવ્યા? પરિચય: આજના જમાનામાં રાસાયણિક ખેતીના હકારાત્મક અને નકારાત્મક અસરોથી ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ડાંગ જિલ્લાના ભુપારાણી ગામના યશંવતભાઇ સહારેએ પ્રાકૃતિક ખેતી અપનાવીને નવું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓએ પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભોના આધારે ખેતી કરીને માત્ર જમીનનો ફળદ્રુપતા જ વધારી નહીં પણ પોતાની આવકને બમણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. યશંવતભાઇ સહારેએની પ્રારંભિક સફર: શ્રી યશંવતભાઇએ શરૂઆતમાં તેમના પૂર્વજોની પદ્ધતિઓથી ખેતી શરૂ કરી, પરંતુ રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી જમીન પર નકારાત્મક અસર થતા તેમણે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ણય કર્યો. તેમણે ડાંગ આત્મા પ્રોજેક્ટ હેઠળ તાલીમ લઇ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો શીખ્યા અને 2019થી આ પ્રથાને જળવાઈ રાખી છે. પ્રાકૃતિક ખેતી માટેનું મોડેલ: યશંવતભાઇએ પોતાની 2 હેક્ટર જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિવિધ પાકનું ઉત્પાદન શરૂ કર્યું છે: અનાજ: ડાંગર, જુવાર, રાગી શાકભાજી: મરચાં, ડુંગળી, લસણ ફળપાક: આંબા, ચિકુ, ફણસ, પપૈયા ઔષધિય ...

Khergam: પશુપાલન ખાણદાણ સહાય યોજનાનો ખેરગામ તાલુકાના ૫૩૦ પશુપાલકોને લાભ.

Image
 Khergam: પશુપાલન ખાણદાણ સહાય યોજનાનો ખેરગામ તાલુકાના ૫૩૦ પશુપાલકોને લાભ ખેરગામ,  ગુજરાત રાજ્ય સરકારની પશુપાલન ખાણદાણ સહાય યોજનાનો અમલ સફળતાપૂર્વક થયો છે, જેમાં ખેરગામ તાલુકાના ૫૩૦ પશુપાલકોને વિનામૂલ્યે ખાણદાણ વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં ૨૦૨૪-૨૫ માટે શરૂ કરાયેલી આ યોજનામાં રાજ્યના આઇ ખેડૂત પોર્ટલ મારફતે ઑનલાઇન અરજીઓ મંગાવાઈ હતી. ડ્રો પદ્ધતિથી કરવામાં આવેલી પસંદગીમાં ખેરગામના ૫૩૦ પશુપાલકોને લાભ મળ્યો. પ્રત્યેક પશુપાલકને રૂ. ૩,૬૭૫/-ની કિંમતનું ત્રણ-ગણુ ખાણદાણ વિનામૂલ્યે અપાયું. આ યોજના હેઠળ ખેરગામમાં ગાભણ પશુ ખાણદાણ યોજના અને વિયાણ બાદની ખાણદાણ યોજના કાર્યરત છે, જેમાં ગાભણ યોજનાથી ૩૪૪ અને વિયાણ યોજનાથી ૧૮૬ પશુપાલકોને કુલ રૂ. ૧૯.૪૮ લાખનું સહાયરૂપ ખાણદાણ મળ્યું. કીટ વિતરણ કાર્યક્રમ: આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત નવસારીના સંચાલિત પશુ દવાખાનાના તબીબ ડૉ. જીતેન્દ્ર બાલવાણીએ વિશેષ સહાય અંગે માહિતી આપી. તેમની સાથે નીતિ પટેલ, ડૉ. નેલ્સન પટેલ અને લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર રિકેષ પટેલે સહકાર આપ્યો. ખેરગા...

ડૉ. રીટાબહેન પટેલ: આદિવાસી સમાજનું ગૌરવ અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ.

Image
 ડૉ. રીટાબહેન પટેલ: આદિવાસી સમાજનું ગૌરવ અને નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ. ડૉ. રીટાબહેન પટેલે ચંદીગઢ ખાતે IG (Inspector General) તરીકે ચાર્જ સંભાળી, Gujaratના આદિવાસી સમાજ અને ધોડિયા સમાજ માટે ગૌરવનું પાનું લખ્યું છે. નવસારી જિલ્લાના ટાંકલ ગામના મૂળ રહેવાસી એવા રીટાબહેનની સિદ્ધિઓ સમગ્ર સમાજ માટે પ્રેરણાત્મક છે. રીટાબહેનના પિતા ડૉ. ગંભીરભાઇ ધોડિયા સમાજના પ્રથમ તબીબ હતા, અને માતા સ્વ. અરૂણાબહેન Gujaratની પ્રથમ મહિલા ધારાસભ્ય બનીને સમાજ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરિવારના આ મજબૂત ધોરણો પર ચાલતા, રીટાબહેનને શિક્ષણ અને સેવામાં મહત્વ આપીને દેશસેવામાં ફાળો આપવાનું મિશન બનાવ્યું. ડૉ. રીટાબહેન ITBP (Indo-Tibetan Border Police) ના પેરા મિલેટરી ફોર્સમાં મેડિકલ વિભાગમાં જોડાયા હતા, જ્યાં તેઓએ કંપની કમાંડર (મેડિકલ) તરીકે અનેક મહત્વપૂર્ણ કામગીરી સંભાળી. તેઓએ પોતાની ફરજ દરમ્યાન અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી અને અનેક મેડલ મેળવીને સમાજ અને પરિવારનું મસ્તક ઊંચું કર્યું. ગુજરાતનું ગૌરવ- આદિવાસી સમાજનું અનમોલ “નારીરત્ન”* - મૂળ નવસારીના ટાંકલ ગામના ર્ડા. રીટાબહેન પટેલે IG તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળ્ય...

આદિવાસી ગૌરવ દિવસ: ભૂપેન્દ્ર પટેલે 37 વિકાસ કાર્યના ઉદ્ઘાટન સાથે આદિવાસી સમુદાય માટે નવી યોજના શરૂ કરી.

Image
   આદિવાસી ગૌરવ દિવસ: ભૂપેન્દ્ર પટેલે 37 વિકાસ કાર્યના ઉદ્ઘાટન સાથે આદિવાસી સમુદાય માટે નવી યોજના શરૂ કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂ.102.87 કરોડના 37 વિકાસ કામોના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત ઉપરાંત આહવા ખાતે કુલ રૂ.234 લાખના અંદાજિત 568 લાભાર્થીઓને યોજનાના લાભોના વિતરણ સાથે રાજ્ય કક્ષાના “આદિવાસી ગૌરવ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી વસ્તી ધરાવતા ડાંગના આંગણે આયોજિત આ ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભૂમિકા આપી હતી કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ આ વર્ષે વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાન ધાર્મિક યોદ્ધા, સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની "ભગવાન બિરસા મુંડા" ને તેમની જન્મજયંતિ પર સૌને શુભેચ્છા  પાઠવી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી નેતા બિરસા મુંડાના બાળપણ અને મહાન કથાનું વર્ણન કરતાં મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાની મહાત્મા બનવા સુધીની યાત્રાનો ચિતાર રજૂ કર્યો હતો. ભગવાન બિરસા મુંડા દ્વારા કરવામાં આવેલ સમાજ સેવાના અપ્રતિમ કાર્યોને બિરદાવતા મુખ્યમંત્રી શ્રી પ...

Khergam : ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ગૌરી ગામે શાળાના મકાનનું ભૂમિપૂજન કરાયું.

Image
 Khergam : ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ગૌરી ગામે શાળાના મકાનનું ભૂમિપૂજન કરાયું. નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકાના ગૌરી ગામે 13 નવેમ્બર 2024ના બુધવારે પૂર્વ કેબિનેટ મંત્રી અને ગણદેવી વિસ્તારના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ગૌરી પ્રાથમિક શાળાના નવા મકાનના બાંધકામના ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી. ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પધારેલ મહાનુભાવોના ઉપસ્થિતિમાં આ વિધિ ઉજવાઈ હતી. શ્રી નરેશભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ગામના બાળકોને વધુ સારી અને સુવિધાસભર શૈક્ષણિક માળખું મળે તે માટે શાળાના નવા મકાનનું નિર્માણ કરાયું છે. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અરુણકુમાર અગ્રવાલ સાહેબ,ખેરગામ તાલુકા પ્રમુખ શ્રી રાજેશભાઈ, ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી ભીખુભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચુનીભાઈ, જિલ્લા પંચાયત સભ્ય અને આરોગ્ય સમિતિ અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન, તાલુકા સભ્ય શ્રી હિરલભાઈ, તેમજ પાણીખડકના સરપંચ શ્રી અશ્વિનભાઈ, તોરણવેરાના સરપંચ શ્રી સુનિલભાઈ, ડેબરપાડાના સરપંચ શ્રી અશ્વિનભાઈ, જામનપાડાના કરશનભાઈ, આછવણીના રમણભાઈ,...

Chikhli news : ચીખલી તાલુકાના ગોડથલ ખાતે PM JANMAN યોજના હેઠળ છાત્રાલય અને પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત.

Image
Chikhli news : ચીખલી તાલુકાના ગોડથલ ખાતે PM JANMAN યોજના હેઠળ છાત્રાલય અને  પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત. આજરોજ વલસાડ સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પ્રાથમિક શાળા ગોડથલ ઝાડી ફળિયા ખાતે PM JANMAN યોજના અંતર્ગત નેતાજી સુભાષચંદ્ર બોઝ કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું. સાથે જ ગોડથલ મુખ્ય પ્રાથમિક શાળા પટેલ ફળિયા ખાતે નવા પાંચ ઓરડાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, અને આ નવી શૈક્ષણિક સુવિધાઓ તેની જ સેવા આપશે. આ પ્રસંગે ગ્રામજનો, શિક્ષકો, તેમજ શ્રી પિયુષભાઈ પટેલ સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા.

દાહોદ જિલ્લા કલેકટરશ્રી અને મુખ્યમંત્રી દ્વારા પ્રાથમિક શાળા, ઉકરડીના શિક્ષકશ્રી હઠીલાનું સન્માન.

Image
દાહોદ જિલ્લા કલેકટરશ્રી અને મુખ્યમંત્રી દ્વારા પ્રાથમિક શાળા, ઉકરડીના શિક્ષકશ્રી હઠીલાનું સન્માન  વ્યક્તિ વિશેષ:દાહોદ પ્રાથમિક શાળા, ઉકરડીના શિક્ષકશ્રી વીરસીંગભાઇ હઠીલા દાહોદ જિલ્લાનું ગૌરવ બન્યા. વીરસીંગભાઇ હઠીલા નિવૃત થનાર દરેક કર્મચારીઓ - અધિકારીશ્રીઓ માટે બન્યા પ્રેરણાદાયક દાહોદના પહાડ ગામના શિક્ષક વીરસીંગ હઠીલાએ પોતાના વતન પ્રત્યે પહાડ જેવો સેવાભાવ દર્શાવી ગામને એમ્બ્યુલન્સ ભેટ આપતાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સન્માન કરાયું. દાહોદ : આપણે જોઈએ અને જાણીએ છીએ કે, પોતાની સર્વિસ પૂર્ણ થતાં નિવૃત્ત સમયે ઘણાયે અધિકારીઓ-કર્મચારીઓ પાર્ટી અથવા ડી જે, વરઘોડા સાથે વાજતે - ગાજતે નિવૃત્તિનું આયોજન કરી તેમાં ગજા ઉપરાંતનો ખર્ચ કરી દેતા હોય છે. જેમાં સગા- સંબંધી, સ્નેહીજનો, ગ્રામજનો, મિત્રો વગેરે નાચ - ગાન કરીને શુભેચ્છાઓ પાઠવી જમીને છૂટા પડી જતા હોય છે.  પરંતુ અહીં દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ઉકરડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વીરસિંગભાઈ હઠીલાની વાત જ કંઈ નિરાળી છે. નિવૃત્તિ સમયે તેમણે ઝાકમ-ઝોળવાળી ઉજવણી ન કરતાં પોતાના વતન એવા પહા...

ધરમપુરનાં ઓઝર ગામમાં નવા પંચાયત ભવન અને શાળા મકાનનું લોકાર્પણ.

Image
  ધરમપુરનાં ઓઝર ગામમાં નવા પંચાયત ભવન અને શાળા મકાનનું લોકાર્પણ. તારીખ 08-11-2 024નાં  દિને ધરમપુર તાલુકાના ઓઝર ગામ ખાતે નવા પ્રાથમિક શાળા મકાન અને પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે લોકસભાના દંડક અને વલસાડ સાંસદ ધવલભાઈ પટેલ અને ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ સમારંભમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન ઠાકોર, ઓઝર ગામના સરપંચ, સરપંચ સંધના પ્રમુખ વિનોદભાઈ પટેલ સહિત ગામના આગેવાનો અને ગામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડ જિલ્લાના જલારામ ધામ ખાતે સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું ભવ્ય સ્વાગત

Image
  વલસાડ જિલ્લાના જલારામ ધામ ખાતે સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું ભવ્ય સ્વાગત આજે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પવિત્ર જલારામ જયંતિના પાવન પર્વ પર વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભા વિસ્તારના શ્રી જલારામ સેવા મંડળ, બામટી ગામ અને પ્રસિદ્ધ યાત્રાધામ જલારામ ધામ, ફલધરા ખાતે પુ. જલારામ બાપાના ચરણોમાં વંદન કર્યાં. શ્રી જલારામ સેવા મંડળ બામટી અને જલારામ ધામ ફલધરા ટ્રસ્ટ દ્વારા માન. સાંસદશ્રી ધવલભાઈ પટેલ તથા ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલનું તથા ઉપસ્થિત મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે ધરમપુર વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, જલારામ ધામના સંચાલક શ્રી ફુલસિંગભાઈ, સરપંચ સંધના પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ, ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

સુરખાઈ ખાતે ત્રીદિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ઉદ્ઘાટન.

Image
   સુરખાઈ ખાતે ત્રીદિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ઉદ્ઘાટન. નવસારી જિલ્લાના સુરખાઈ ગામે ત્રીદિવસીય ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે કરવામાં આવ્યું. આ મેળામાં 210થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જે આદિવાસી યુવાનોના કૌશલ્ય અને કળાઓનું પ્રદર્શન કરે છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ આદિવાસી સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવ્યું. મેળામાં ઔદ્યોગિક તાલીમ, MSME અને રોજગારી પ્રત્યેની જાગૃતતા વધારવા સેમિનારનું પણ આયોજન કરાયું. વલસાડ સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય નરેશભાઇ પટેલ અને ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આદિવાસી યુવાનોને ઉદ્યોગ અને વ્યાવસાયિક ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. આ મેળો ૯ થી ૧૦ નવેમ્બર ૨૦૨૪ સુધી ચાલશે, અને આદિવાસી સમાજની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો મંત્ર સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Mahisagar: મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી સરસણ આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્રની સિદ્ધિ.

Image
  Mahisagar: મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટી સરસણ આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્રની સિદ્ધિ. મહીસાગર જિલ્લાએ આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે, જેમાં સંતરામપુર તાલુકાના મોટી સરસણ ગામમાં આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરને 93.01% ના ઉચ્ચ સ્કોર સાથે NQAS (National Quality Assurance Standards) સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે. આ સર્ટિફિકેશનનો હેતુ આરોગ્ય સેવાઓમાં ગુણવત્તા જાળવવા તથા સતત સુધારણા કરવાની છે. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની મહેનતથી, આરોગ્ય સેવાઓ અંતિમ વિસ્તાર સુધી પહોંચે તે માટે કાર્યરત છે, જેથી દરેક નાગરિક આ સેવાઓનો લાભ લઇ શકે. મહીસાગર જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરવા અને દરેક નાગરિક સુધી સુવિધા પહોંચાડવા માટે જિલ્લાના આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત કરવું એ ઉત્તમ ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાના પ્રામાણિક પ્રયાસોનું પ્રતિબિંબ છે. આ સિદ્ધિ સંતરામપુરના મોટી સરસણ આરોગ્ય મંદિરે મેળવી છે, જ્યાં 93.01% ગુણવત્તા સ્કોર પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ દ્વારા આરોગ્ય કે...