Posts

Showing posts from December, 2023

વાવ પ્રાથમિક શાળા ખાતે આનંદમેળો યોજાયો.

Image
  વાવ પ્રાથમિક શાળા ખાતે આનંદમેળો યોજાયો. તારીખ:૩૧/૧૨/૨૦૨૩  રવિવારનાં દિને વાવ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો હતો. આ આનંદ મેળામાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં ૨૫ જેટલાં પ્રકારના જુદાં જુદાં સ્ટોલ ઉભા કર્યા હતા. મોટી સંખ્યામાં ગામજનોએ આનંદ મેળામાં ભાગ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય શ્રી મિનેશબેન પટેલે સૌનો આભાર માન્યો હતો.

ગણદેવી તાલુકા શિક્ષક સંઘ દ્વારા યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નું આયોજન કરવામાં આવ્યું.

Image
ગણદેવી તાલુકા શિક્ષક સંઘ દ્વારા  યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ-2023નું આયોજન કરવામાં આવ્યું.        અમલસાડના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગણદેવી તાલુકાના શિક્ષકો માટે ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યુનિટી કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણદેવી તાલુકાના કુલ 45 શિક્ષકોએ ભાગ લીધો હતો કુલ ત્રણ ટીમો વચ્ચે મેચ રમાઈ હતી અને અંતે ફાઇનલ મેચ જીતનારને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી સમગ્ર આયોજન તાલુકા સંઘના પ્રમુખ કલ્પેશ ટંડેલ અને મહામંત્રી સતીશ આહીર તથા ભૂપેન ખલાસી અને રજનીકાંત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સંઘના પ્રમુખ દિલીપભાઈ પટેલ ઉપસ્થિત રહી શુભકામના પાઠવી હતી. સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન અજુવેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આદિવાસી સમાજનું ગૌરવ : નવસારી ખાતે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ખેરગામનો તન્મય પટેલ ચેમ્પિયન.

Image
  આદિવાસી સમાજનું ગૌરવ : નવસારી ખાતે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ખેરગામનો તન્મય પટેલ ચેમ્પિયન.  ખેરગામના નગીનદાસ નગર સોસાયટીમાં રહેતા ધોડિયા સમાજનો તન્મય હર્ષભાઈ પટેલ નવસારી જિલ્લા ખાતે યોજાયેલ બોડી બિલ્ડિંગ મેન્સ ફિઝિક્સ કેટેગરીમાં ઓવરઓલ ચેમ્પિયન બની સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ આવી પોતાના પરિવાર અને ખેરગામનું નામ રોશન કરતા લોકોએ ગૌરવની લાગણી અનુભવી હતી. ધોડિયા સમાજનું નામ રોશન કરનાર તન્મય પટેલને સમાજના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે અરૂણકુમાર અગ્રવાલની નિમણુક. ડૉ.ભગીરથસિંહ પરમારની બઢતી સાથે સુરતમાં નિમણૂંક.

Image
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  તરીકે અરૂણકુમાર અગ્રવાલની નિમણુક. ડૉ.ભગીરથસિંહ પરમારની બઢતી સાથે સુરતમાં નિમણૂંક. રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી અટકી પડેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,  શિક્ષણાધિકારીની બઢતી અને બદલીનાં ઓર્ડર કરવામાં આવ્યા હતા. જેમાં નવસારીમાં શાસનાધિકારી તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ પરમારને બઢતી સાથે બદલી આપી સુરતનાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકે નિમણુક આપવામાં આવી હતી. જ્યારે  સુરત ગભેણી સરકારી માધ્યમિક શાળાના આચાર્યશ્રી અરૂણકુમાર મદનલાલ અગ્રવાલની બઢતી સાથે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી.

આઇ ખેડૂત પોર્ટલ પર “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી તા. ૨૦/૧૨/૨૦૨૩ થી આઈ- ખેડૂત પોર્ટલ શરૂ.

આઇ ખેડૂત પોર્ટલ પર “ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી તા. ૨૯/૧૨/૨૦૨૩ થી આઈ- ખેડૂત પોર્ટલ શરૂ. I kjedut portal રાજ્યના ખેડૂતોને ખેતી વાડી ખાતાના "ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના માટે અરજીઓ મેળવવા/ આઈ ખેડૂત પોર્ટલ તારીખ ૨૯/૧૨/૨૦૨૩ના રોજ સવારે 10.30 કલાકથી તારીખ ૨૮-૦૧-૨૦૨૪ સુધી ખેડુતો દ્વારા ખોનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. વધુમાં આ આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાંકીય લક્ષ્યાંકની ૧૧૦%  મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઈ રાજયના ખેડૂતોએ - ખેડુતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના" માં લાભ મેળવવા માંગતા હોય તેમણે અરજી વખતે ૮-અ આધાર કાર્ડની નકલ અને બેન્ક પાસ બુકની નકલ રાખવાની રહેશે અને ઓનલાઇન અરજી કરી. અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે.  Official website: I khedut portal  સંયુક્ત ખેતી નિયામક,  ગુજરત રાજ્ય ગાંધીનગર

રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું.

Image
  રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું.  તારીખ:૨૯/૧૨/૨૦૨૩નાં દિને રૂઝવણી પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો હતો.આનંદમેળાના ઉદ્ઘાટક તરીકે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ  પટેલને પ્રમુખનું સ્થાન આપવામાં આવ્યું હતું. ગામના સરપંચ શ્રીમતી દીપિકાબહેન તેમજ એસએમસીના અધ્યક્ષ હિતેશભાઈ તેમજ એસએમસી ના સભ્યો હાજર રહ્યા હતા. આ આનંદ મેળામાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં ૨૩ પ્રકારના જુદાં જુદાં  સ્ટોલ ઉભા કર્યા હતા. મોટી સંખ્યામાં ગામજનોએ આનંદ મેળામાં ભાગ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય  શ્રી પ્રવિણભાઈ પટેલ સાહેબશ્રીએ સૌનો આભાર માન્યો હતો.

વાંસદાનાં ઉનાઈ ખાતે પ્રીમિયર લીગ સીઝન -૩નો શુભારંભ.

Image
  વાંસદાનાં ઉનાઈ ખાતે પ્રીમિયર લીગ સીઝન -૩નો શુભારંભ. તા.29/12/2023 ના દિને વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ઉનાઈ ગામના સરપંચશ્રી મનીષભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા આયોજિત વાંસદા તાલુકા આદિવાસી પ્રીમિયગ લીગ સીઝન-3 નો શુભારંભ વાંસદાના ધારાસભ્યશ્રી અનંત પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. જ્યાં બધાંરણના ઘડવૈયા ડો.બાબાસાહેબ અને ક્રાંતિકારી બિરસામુંડાને પુષ્પમાળા અર્પણ કરી રાષ્ટ્રગીતનું ગાન કરી રીબીન કાપીને ક્રિકેટ મેચની શરૂઆત કરવામાં આવી. જ્યાં નવસારી મહારૂઢી ગ્રામસભા અધ્યક્ષ રમેશ પટેલ,ભીનાર ગામના સરપંચશ્રી જીતુભાઇ વાંકલ ગામના આગેવાન રાકેશ પટેલ તલ્હા પટેલ ધર્મેશ પટેલ સહિત અનેક આદિવાસી સમાજના આગેવાનો  અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.

ગણદેવી તાલુકાની ભાટ પ્રાથમિક શાળા ઝોન કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમે.

Image
      ગણદેવી તાલુકાની ભાટ પ્રાથમિક શાળા ઝોન કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમે.  ગણદેવી તાલુકા દરિયા ગામની કિનારા સ્થિત ભાટ સરકારી પ્રાથમિક વિદ્યામંદિર વર્ષોથી ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રેષ્ઠ દેખાવ કરતી આવી છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગાંધીનગર GCERT દ્રારા ઘરમપુર ખાતે દક્ષિણ ઝોન કક્ષાના પ્રદર્શન યોજાયું હતું. જેમાં શાળાએ A COMPLETE DIGITAL FARMING પ્રોજેક્ટ રજુ કર્યો હતો જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો.  હવે શાળા જૂનાગઢ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. સમગ્ર પ્રોજેક્ટને આકાર આપનાર વિજ્ઞાન શિક્ષક પિયુષ ટંડેલ અને બાળવૈજ્ઞાનિક કુ.ભૂમિ ટંડેલ અને કુ.જયેષ્ઠાન ટંડેલને શાળાના આચાર્ય કલ્પેશ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.  તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી મનીષ પરમાર અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશ ટંડેલે શુભેચ્છાઓ પાઠવી હતી.

નવસારી જિલ્લાના નાગધરા ખાતે નવસારી ટીચર્સ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
               નવસારી જિલ્લાના નાગધરા ખાતે નવસારી ટીચર્સ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ. નવસારી જિલ્લાના નાગધરા ખાતે નવસારી ટીચર્સ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો જેમાં Deval's saul spartans, Fit Fighrtes, Tiger brothers, Jay shree Ram 11, Dwija spikers અને c.t.lion નો સમાવેશ થાય છે.  જેમાં Deval's saul spartans ટીમ વિજેતા થઈ હતી જ્યારે Dwija spikers ટીમ રનર્સ અપ થઈ હતી. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ દિગ્નેશ પટેલ, બેસ્ટ બેટ્સમેન શૈલેષ પટેલ, બેસ્ટ બોલર પ્રણવ પટેલ,  સૌથી વધુ sixes ચેતન પટેલ, સૌથી વધુ boundaries દિગ્નેશ પટેલ, બેસ્ટ ફિલ્ડર દિગ્નેશ પટેલ ,સૌથી વધુ વિકેટ હિનલ પટેલ વગેરે ખેલાડીઓ સુંદર દેખાવ કર્યો હતો. જેમને ટ્રોફી દ્વારા સન્માનવામાં આવ્યા હતા. તમામ ટ્રોફીનો ખર્ચ સ્ટેટ બેંક ઇન્ડિયા નવસારી શાખાએ ઉઠાવ્યો હતો અને 3 દિવસ જમવાની વ્યવસ્થા નવસારી જિલ્લા પ્રમુખ તથા તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ.ભગીરથસિંહ પરમાર અને ...

વાંકલ ખાતે જેટકો વાપી ડિવિઝન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

Image
વાંકલ ખાતે જેટકો વાપી ડિવિઝન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તા.27/12/2023નાં દિને શ્રીજી ક્રિકેટ ગ્રાઉન્ડ વાંકલ ખાતે જેટકો વાપી ડિવિઝન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીમના કેપ્ટનને સંવિધાન ની બુક આપવામાં આવી  સતત 6 ઠી વખત જેટકોના આઉટસોર્સિંગના કર્મચારીઓમાં એક બીજા પ્રત્યે પરિચય થાય ભાઈચારો વધે એ હેતુ થી જેટકો વાપી ડિવિઝન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 16 ટીમો એ ભાગ લીધો હતો. જેમાં 220 KV બલીઠા વિજેતા રહી હતી જેને ભારત દેશનું બંધારણ(સંવિધાન) ટ્રોફી  આપવામાં આવી હતી. અને 220 KV ભિલાડ રનર્સઅપ રહી હતી જેને ભારત દેશનું બંધારણ(સંવિધાન) અને ટ્રોફી આપવામાં આવી હતી. જ્યાં વી.વી.શાહ  કાર્યપાલક ઈજનેર વાપી ડીવીઝન,DE એ.આર,પટેલ,DE સંદીપ ભાઈ,J Eજગદીશ ભાઈ રાવત ધરમપુર,J Eપ્રફુલભાઈ ચૌધરી  કપરાડા,J E સંદિપ પટેલ  અતુલ,હાજર રહ્યા હતા અને આયોજક મિત્રો અલ્કેશભાઈ પટેલ,ઉપેન્દ્ર પટેલ સુપર વાઈઝર સુજ્ઞેશ વાઢુએ  આમંત્રિત મહેમાનોનું બહુમાન કર્યું હતું તે બદલ હું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.

ધોડીયા સમાજ ધનપાતળીયા કુળ પરિવારનું સંમેલન યોજાયું.

Image
ધોડીયા સમાજ ધનપાતળીયા કુળ પરિવારનું સંમેલન યોજાયું. ધોડીયા સમાજ ધનપાતળીયા કુળ પરિવારનાં મેળાવડે વડીલોનાં પ્રિતિભર્યા છાંયડે 23મું વાર્ષિક સંમેલન પ્રમોદ બાબુભાઈ ધનપાતળિયાના ઘરે રોહિણા (દીપમાળ ફળીયા ) ખાતે પ્રોફેસર કલ્પેશ ભગવાનજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયુ હતું. તુરવાદ્યના સથવારે મહેમાનો અને કુળજનોમાં અનેરા ઉત્સાહનુ વાતાવરણ જોવા મળ્યુ. સભારંભની શરુઆતમાં કુળ પ્રમુખ દિનેશભાઈ ધનપાતળિયાએ સમાજ ઉપયોગી કરેલા અને કરવાના કાર્યનો ચિતાર આપી સહુને શાબ્દિક પરિચય અને પાઘડી પહેરાવી આવકાર્યા અને સક્ષમ વ્યકિત દાતા બની ગરીબ કુટુંબને સહાયરૂપ બનવા જણાવ્યુ હતું. મુખ્ય અતિથિ ચંપકભાઈ વાડવા - પ્રમુખ સમસ્ત ધોડિયા સમાજ કુળ પરિવાર ટ્રસ્ટ અને M.M.Tech. એન્જિનિયરિંગ પરિયાના CEOએ કુળ સંમેલનનો હેતુ સમજાવી વિદ્યાર્થીઓને ભણતર પર વધુ ધ્યાન આપી વિશ્વ સાથે જોડાવા માટે ઈંગ્લીશ ભાષા શીખવા જણાવ્યુ હતું. પણી પુરવઠા કચ્છ (વાસ્મો)ના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈએ સમાજ સંગઠન મજબૂત બનાવવા હાકલ કરી હતી. સંસ્કૃતિ અને પ્રકૃત્તિનુ જતન કરી શિક્ષણ મેળવી જીવનમાં સમાજને સાથે લઈ આગળ વધવા જણાવ્યું હતું. આ તબકકે સમાજના તેજસ્વી તારલામા ડૉ.ન...

ધોડિયા સમાજના અગ્રણીઓ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન.

Image
     દાદરા નગર હવેલીના ખડોલી ગામે ધોડીપાડા વિસ્તારમાં ધોડિયા સમાજના અગ્રણીઓ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ચાર ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની શરૂઆતમા આ મહિલાઓ દ્વારા ઉપસ્થિત મહમાનોનુ તુર થાળી પર નાચી સ્વાગત કરવામા આવ્યુ હતું. ટુર્નામેન્ટમા ફાઇનલમા સ્મિતા ઇલેવન અને સવિતા ઇલેવન આવી હતી જેમાથી સ્મિતા ઇલેવન ફાઇનલમા વિજેતા બની હતી અને સવિતા ઇલેવન રનર્સઅપ રહી હતી આ બન્ને ટીમને ટ્રોફી અને પ્રોત્સાહિત ઇનામ આપવામા આવ્યા હતા. ધોડિયા સમાજના અગ્રણી ઉત્તમભાઈ પટેલ, મોહનભાઇ પટેલ, સુરેશભાઈ પટેલ, શૈલેષભાઇ, ધનશ્યામભાઇ પટેલ તથા સ્થાનિક અગ્રણીઓના સહકારથી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

ચીખલીના સુરખાઈ ગામે ધોડિયા સમાજના તબીબોનું સ્નેહમિલન યોજાયું.

Image
    ચીખલીના સુરખાઈ ગામે ધોડિયા સમાજના તબીબોનું સ્નેહમિલન યોજાયું. ચીખલી તાલુકાના સુરખાઈ ગામે સમાજવાડીમાં રવિવારે ધોડિયા સમાજના તબીબોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પુસ્તક વિમોચન સાથે સમાજના પ્રતિભાશાળી તબીબોનું સન્માન કરાયું હતું. સમાજની ભાતીગળ સંસ્કૃતિ જીવંત બની હતી. ૧૦૦૦ જેટલા ડોક્ટર પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. ધોડિયા સમાજના ડોક્ટર એસોસિયેશન દ્વારા પ્રતિ વર્ષ ડિસેમ્બરમા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો છે. પ્રકૃતિની પૂજા સાથે સ્નેહમિલનનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ધોડિયા જ્ઞાતિની પરંપરાગત સાંસ્કૃતિક વારસાની પ્રદર્શની પણ મૂકવામાં આવી હતી. આ પ્રસંગે ડો. ગુલાબભાઈ પટેલ લિખિત જનરલ સર્જરી પુસ્તકનું વિમોચન કરાયું હતું. સિનિયર ડો.એ.જી.પટેલ (આહવા)ને ભાવનગર ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ થતા સન્માન કરાયું હતું. ડો. કલ્યાણજીભાઈ પટેલ, ડો. પ્રદીપભાઈ, સિકલસેલ સ્પેશિયાલિસ્ટ ડો. જ્યોતિષ પટેલ, સર્પદંસ સ્પેશિયાલિસ્ટ ડો. ડી.સી.પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.  ડો. પ્રદીપભાઈ દ્વારા આદિવાસી બાળકોને જે ભણવામાં સહાય આપવામાં આવી હતી તે અંગેની વિસ્તૃત મ...

વલસાડ જિલ્લાના પારનેરાના સીઆરસી કો-ઓર્ડીનેટરે દિલ્હીમાં ૧ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઇવિંગમાં કાસ્ય પદક મેળવ્યો.

Image
   વલસાડ જિલ્લાના પારનેરાના સીઆરસી કો-ઓર્ડીનેટરે દિલ્હીમાં ૧ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઇવિંગમાં કાસ્ય પદક મેળવ્યો.       કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થા નવી દિલ્હીના ઉપક્રમે સરકારી કર્મચારીઓની નવી દિલ્હીમાં તાલકટોરા શ્યામાપ્રસાદ મુખર્જી સ્વિમિંગ કોમ્પલેક્ષમાં વર્ષ ૨૦૨૨-૨૩ ની તરણ સ્પર્ધા તા. ૧૫ ૧૭ ડિસેમ્બર દરમિયાન યોજાય હતી. આ તરણ સ્પર્ધામાં ૨૫ રાજ્યોના ૩૩૪ થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. વલસાડ તાલુકાના પારનેરા ક્લસ્ટરના સી.આર.સી કો-ઓર્ડીનેટર સોનલ જયેશકુમાર દેસાઈએ પણ રાષ્ટ્રીય કક્ષાની આ તરણ સ્પર્ધામાં ભાગ લઈ ૧ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઇવિંગમાં કાસ્ય ચંદ્રક મેળવી વલસાડ જિલ્લાના શિક્ષણ પરિવારનું નામ રોશન કર્યુ છે.  સ્રોત: માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૭ ડિસેમ્બર 

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.

Image
   વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ. યોગ સ્પર્ધા રજિસ્ટ્રેશનમાં વલસાડ જિલ્લાએ રાજ્ય કક્ષાએ બીજો નંબર મેળવ્યો.   ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ પ્રેરિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડ નગરપાલિકાના સ્પોર્ટ્સ સંકુલ ખાતે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા અને જિલ્લા શિક્ષણાધિકારી ભુસારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષા સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કલેકટરશ્રીએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી યોગ સ્પર્ધામાં સારૂં પ્રદર્શન કરી વલસાડ જિલ્લાનું નામ રોશન કરવા તેમજ રાજય કક્ષાએ પણ મેડલ મેળવી આવો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  વલસાડ જિલ્લાના ભાઇઓ અને બહેનોએ મોટી સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લીધો હતો. સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાઈઓમાં પ્રથમ ક્રમે કંઠ આહિર, બીજા ક્રમે મયંક ટડેલ અને ત્રીજા ક્રમે મહેશ ચૌધરી જ્યારે બહેનોમાં પ્રથમ ક્રમે સ...

કે.વી.એસ. હાઈસ્કૂલ ખારેલ ખાતે યંગ સાયન્સ લીડર સ્પર્ધા યોજાઈ.

Image
    કે.વી.એસ. હાઈસ્કૂલ ખારેલ ખાતે યંગ સાયન્સ લીડર સ્પર્ધા યોજાઈ. એલ એન્ડ ટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નાયક ચેરિટેબલ ટ્રસ્ટ અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન એલ એન્ડ ટી હજીરા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નવસારીના સંયુકત ઉપક્રમે આયોજિત યંગ સાયન્સ લીડર સ્પર્ધા કે.વી.એસ. હાઈસ્કૂલ ખારેલમાં યોજાઈ હતી.  ૫૦૦૦ હજાર થી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. જેમાં ડાંગ, નવસારી, સુરત જિલ્લાના બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાની 53 કૃતિ હતી. તેમાંથી પ્રા. વિભાગની 35 અને માધ્યમિક વિભાગની 18 કૃતિ હતી.  AMN હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ, હજીરાના 18 પ્રતિષ્ઠિત જ્યુરીઓની પેનલે ઉત્કૃષ્ટ મોડલ્સનું મૂલ્યાંકન કર્યું હતું. તેમાંથી પ્રાથમિક વિભાગમાં એકમાત્ર પ્રથમ નંબર પર સાજુપાડા પ્રા. શાળા અને માધ્યમિક વિભાગમા બીલીઆંબા હાઇસ્કૂલની પસંદગી થઈ હતી.  સાજુપાડા શાળાનો પ્રોજેકટ આધુનિક સુપડીની કૃતિ હતી. ડાંગ જિલ્લા કલેક્ટર એમ.આઈ.પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે ઈનામ વિતરણ કરાયું હતું. વિજેતાઓને 1 લાખના પુરસ્કારો આપવામાં આવ્યા હતા, જેમાં પ્રત્યેક મોડલને 1000/- રૂપિયા દ્વા...