Posts

Showing posts from May, 2023

ખેરગામની દ્રષ્ટિ પટેલ ધોરણ -૧૦માં નવસારી જીલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું.

Image
   MORE DETAIL :  CLICK HERE

સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર

Image
            સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર     વધુ વિગત માટે અહીં :   ક્લિક કરો.

પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક ચંદુબાપાની બીજી પુણ્યતિથિ ઉજવવામાં આવી.

Image
  ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક અને આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે, સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલની બીજી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં ઉપલબ્ધ માહિતી મુજબ ખેરગામ તાલુકાના પાણીખડક સહિતના આસપાસના ગામોમાં શિક્ષણક્ષેત્રે ખુબ જ જાણીતું નામ અને ચંદુબાપાના નામથી ઓળખાતા સેવાભાવી સામાજિક આગેવાન ચંદુભાઈ પટેલનું કોરોનાની મહામારી દરમ્યાન ટૂંકી સારવાર દરમ્યાન નિધન થયેલ હતું જેમના માનમાં તેમના સારા કાર્યોની સુગંધ ફેલાય એ હેતુથી સંસ્કાર ભારતી વિદ્યામંદિર પાણીખડક હાઈસ્કૂલના સંચાલક મંડળના પ્રમુખ આછવણી ગામના ધર્માચાર્ય પ્રગટેશ્વર ધામના પરભુદાદા અને સભ્યો ખંડુભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, ઠાકોરભાઈ પટેલ તેમજ આચાર્ય મનોજભાઈ પટેલ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પુણ્યતિથિનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,દલપત પટેલ,ભાવેશ પટેલ, મંગુભાઇ, મયુર, ખેરગામ તાલુકા ભાજપા પ્રમુખ ચુનીભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ મહાનુભાવોએ ચંદુબાપાના શિક્ષાદાન મહાદાનન...

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

Image
                                                   શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ આયોજિત  ૨૫માં  સમુહ લગ્ન સફળતાના સૂર્યોદય સાથે સંપ્પન.       તા.૭-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ સુરખાઇ ખાતે શ્રી જ્ઞાનકિરણ ધોડિયાજ્ઞાતિ મંડળ દ્રારા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંડળે શૈક્ષણિક ક્ષેત્રે,બેરોજગારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન અપૅણ કરી સમાજ માટે દીવાદાંડીબની રહેલ છે. છેલ્લા ૪ વષૅથી કોરોના કાળમાં બંધ થયેલ પ્રવૃત્તીને વેગ આપવા સાથે સમાજમાં નવચેતન પ્રસરાવવા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગમાં સમાજની વસ્તી ધરાવતા ૬ તાલુકાના ૧૦ નવદંપતિઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ગાયત્રી પરિવારનાં આચાયૅશ્રી મહેન્દ્રભાઇ દેસાઇ દ્વારા શાસ્ત્રોકત વિધિથી પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો.  કડોદરાના પી.આઇ શ્રી રાકેશભાઇ પટેલ તેમજ તેમના ધમૅપત્ની શ્રીમતી પ્રિતીબહેન દ્રારા કળશપુજન ની વિધિથી શુભારંભ કરવામાં આવેલ...

ખેરગામ કુમારશાળા ખાતે સાયન્સ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

Image
             તારીખ:૦૪-૦૫-૨૦૨૩નાં દિને કુમાર શાળા ખાતે સાયન્સ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં પ્રાથમિક લેવલથી વિજ્ઞાન વિષયમાં રસ કેળવાય એ હેતુસર સાયન્સ લેબની ફાળવણી કરવામાં આવી છે. આજના વિજ્ઞાન યુગમાં કદમ મિલાવી આગળ વધી શકે તથા શિક્ષકો દ્વારા પ્રયોગોનું નિદર્શન કરી વિદ્યાર્થીઓને આગળ વધવા પ્રોત્સાહિત કરી પ્રયોગો દ્વારા ચોક્કસ  નિષ્કર્ષ પર પહોંચી ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે પોતાનું યોગદાન આપી દેશના વિકાસમાં સહભાગી થાય એ હેતુસર ગુજરાત સરકારનું આગવું કદમ છે.  આ સાયન્સ લેબના ઉદ્દઘાટન કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, નવસારી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી.શ્રી વિજયભાઈ પટેલ, કુમાર શાળાના આચાર્ય તથા ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રી શ્રી કિરીટભાઈ  પટેલ, શાળા પરિવાર, બી.આર.સી. સ્ટાફ શ્રી ભાવેશભાઈ પરમાર તથા આશિષભાઈ પટેલ, સી.આર.સી.મિત્રો, એસ.એમ....

તોરણવેરા ગ્રામ પંચાયતની આગવી પહેલ.

Image
    તોરણવેરા ગ્રામ પંચાયતની આગવી પહેલ.  આજના વર્તમાન સમયમાં ગામડાઓમાં યુવાધન ધુમ્રપાનનાં લતે ચઢેલ હોય તેમનું જીવન પાયમાલ થઈ રહ્યું છે. જો તેમને આ ધૂમ્રપાનની લતથી છોડાવવા હોય તો શરૂઆત ગામથી થવી જોઈએ. જો દુકાનદારો દ્વારા જો ૧૮ વર્ષથી ઓછી વયના યુવાનોને ધૂમ્રપાનની પ્રોડક્ટ આપવાનુ બંધ કરવામાં આવે તો ભવિષ્યમાં સારા પરિણામો જોવા મળેશે. આ બાબતે તોરણવેરા ગ્રામપંચાયત અને ગ્રામજનો દ્વારા યુવાનો માટે ચિંતિત હોય તેમણે આ આશીર્વાદરૂપ પગલું ભર્યું છે. ૧૮ વર્ષથી ઓછી વયના યુવાનોને તમાકુ, ગુટકા, સિગારેટ, બીડી વેચવા પર તોરણવેરા ગ્રામ પંચાયત દ્વારા  વેચાણ પર  પ્રતિબંધ મૂકવાનો ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જો કોઈ દુકાનદાર તમાકુ આધારિત કોઈ પણ પ્રોડક્ટ વેચતાં પકડાશે તો દુકાનદારે ₹૨૦૦૦/- અંકે રૂપિયા બે હજારનો દંડ વસૂલવાનો સર્વાનુમતે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે.

સેગવી સર્વોદય વિદ્યાલયનો ધોરણ -12નો વિદ્યાર્થી ઉત્સવ સોલંકીએ વલસાડ જિલ્લામાં A ગ્રેડ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું.

Image
   વલસાડ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ 2023ના કુલ 4426 પૈકી 4418 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. સમગ્ર વલસાડ જિલ્લામાં A ગ્રેડ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થી ઉત્સવ સોલંકી. ઉત્સવ સોલંકીને કોમ્પ્યુટર સાયન્સમાં સોફટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા.  વલસાડ જિલ્લામાં એ ૧ ગ્રેડમાં સ્થાન મેળવનાર વલસાડની સેગવી ગામની સર્વોદય વિદ્યાલયનો ઉત્સવ ડી.સોલંકી મૂળ વાંકલ ગામનો વતની અને હાલમાં વલસાડના તિથલ રોડ પર અનુપમ એપાર્ટમેન્ટમાં રહે છે. પિતા ધર્મેશકુમાર અમૃતસિંહ સોલંકી ધરમપુરના કરંજવેરી ગામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં આચાર્ય છે, જ્યારે માતા ભાવિનીબેન નવસારી જિલ્લા પંચાયત સંચાલિત ખેરગામ તાલુકાની  જુની ભૈરવી પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. ઉત્સવ સોલંકીએ કુલ ૬૫૦માંથી ૫૯૮ માર્ક સાથે ૯૨ ટકા મેળવ્યા છે જ્યારે ઓવરઓલ પર્સન્ટાઈલ રેંક ૯૯.૯૫ ટકા મેળવ્યા છે. ઉત્સવે આઈઆઈટીમાં એડમિશન માટેનું સપનુ સાકાર કરવા જેઈઈ એડવાન્સની તૈયારી પણ શરૂ કરી છે. પિતા ધર્મેશકુમાર સોલંકીએ જણાવ્યું કે,ઉત્સવ ધો.૧માં ભણતો ત્યારથી પરીક્ષા આપીને ઘરે આવે ત્યારે કેટલા ટકા આવશે તે કહી દેતો હતો અને તે મુજબ જ રિઝલ્ટ આવતુ હતું. આ વખતે પણ ધો.૧૨સા...