ગુજરાતી જોક્સ | gujarati joks-1

 

નોંધ : અહીં આપેલ તમામ જોક્સ (ટુચકા) એક crafto aplication ( crafto premium membership)પર દરરોજ જનારેટ થતાં હોય તેનાં પરથી લેવામાં આવેલ છે. આ જોક્સને કોઈ પણ વ્યક્તિ, જાતિ, જ્ઞાતિ, સ્ત્રી, પુરુષ, બાળક, ધર્મ વગેરેને અહીં આપેલ "જોક્સ" સાથે કોઈ સીધો કે આડકતરો સંબંધ ધરાવતું નથી. અને અમારો હેતુ લોકોની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. ફક્ત ને ફક્ત હાસ્ય ઉત્પન્ન કરી લોકોને હળવાફૂલ કરવાનો છેઅને કદાચ કોઈ તે પોતાના માટે છે એવું તેને લાગશે તો તેની ગેરસમજ કે વહેમ હશે. માટે કોઈ પણ વ્યક્તિએ પોતાની માથે પાઘડી પહેરવી નહિ.

---------------------------------------------------------------

વાઈફ : પિયર જવાનું બહું મન છે.. 🤣

પણ ત્યારે જ જાઉં કે જ્યારે તમે મૂકવા આવો..

હું : ચાલ આજે જ મૂકી જાઉં, પણ એક શરત છે.. 

વાઈફ : શું શરત છે? 🤔

હું : પાછા ત્યારે જ આવવાનું જ્યારે હું તેડવા માટે આવું.. 

વાઈફ : રહેવા દો.. છોકરાં ને વેકેશન પડશે ત્યારે સાથે જઈશું. 😋

🤣 🤣 😞 💃 😜😜

---------------------------------------------------------------

હું : આવડું મોટું ઘર? 😁

શેઠ : અમે પૈસા વાળા છીએ..

હું : આવડી મોટી કાર? 😁

શેઠ : અમે પૈસા વાળા છીએ..

હું : આટલું બધું સોનું? 😁

શેઠ : અમે પૈસા વાળા છીએ..

હું : તો લો આ લેટર.. 😋

શેઠ : શેનો લેટર છે આ? 😁

હું : અમે Income tax વાળા છીએ.. 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜


શેઠ બેભાન.. 😋

----------------------------------------------------------------

વાઈફના ગળામાં તાવીજ જોઈને..

પડોશણ : દીદી આ તાવીજ શેનું છે? 🤔

શું વરને વશ કરવાનું કોઈ જંતર મંતર છે?

વાઈફ : ના રે બહેન, એમાં તો એમના વાળ છે... 😋

પડોશણ : તો શું હવે ભાઈસાહેબ નથી કે શું? 😁

વાઈફ : ભાઈસાહેબ તો એવા ને એવા જ છે પણ હવે એ વાળ નથી... 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜

----------------------------------------------------------------

મેંહાંણા વાળા ભાઈ કાઠિયાવાડના પ્રવાસે ગયા... 😋

જૂનાગઢની એક કિટલી ઉપર ચા નો ઓર્ડર આપ્યો, પછી બોલ્યા "પોંણી આપજે".

કિટલી વાળો : અદા કાં અડધી મલે કાં આખી મલે, પોણી નાં આવે "... 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜

----------------------------------------------------------------

અઠવાડિયા પહેલા પપ્પુ તેની પત્નીને હોટલમાં જમવા લઈને ગયો હતો.. 😋

પત્ની :(જમતાં જમતાં) કંઈક એવું બોલો કે મારા હૃદયના ધબકારા વધી જાય.. 😋

પપ્પુ: જમવા તો આવ્યા, પણ મારા ખિસ્સામાં આજે એક પણ રૃપિયો નથી..

તારા હમ... 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜 😜

----------------------------------------------------------------

ગામમાં આગ લાગી હતી.. 🤗

આગમાં ગામમાં ફરતી બકરી પણ બળી ગઈ.. 😋

ગામલોકોએ બળેલી બકરીને રોસ્ટેડ મીટ ની માફક લિંબુ, મીઠુ લગાવીને જ્યાફત ઉડાવી... 😋

તકલીફ તો ત્યારે થઈ જ્યારે બીજા દિવસે બકરી ગામમાં ફરતી દેખાઈ, તપાસ કરી તો સડેલું કૂતરું દેખાતું નહોતું... 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜

----------------------------------------------------------------

ભૂરો : અલ્યા પપ્પૂ આ તારી આંખો સૂજી કેમ? 😁

પપ્પૂ : મારી બાયડીનો બર્થ ડે હતો કાલે..

ભૂરો : તો એમાં આંખોને શું લાગે વળગે? 😁 😁

પપ્પૂ : એના માટે કેક બનાવડાવી હતી જેમાં બનાવનારે એના નામમાં ભૂલથી

KRUTI ની જગ્યાએ KUTRI લખી નાખ્યું... 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜

----------------------------------------------------------------

છોકરી : હું કોલેજમાં પાસ થઈ તો પપ્પાએ ત્રણ લાખના દાગીના લાવી દીધા.. 😋

છોકરો : બસ એટલું જ? 😁

હું નાપાસ થયો તો મારા પપ્પાએ છ લાખનું ટ્રેક્ટર લાવી આપ્યું, બોલ.. 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜

----------------------------------------------------------------

એક સેલ્સમેન બજારમાં બૂમો પાડતો હતો..

'સિંહનું પાંજરું 50 રુપિયા માં',, 😅

વાઈફ કહે "જોવા તો દો, કેવું પાંજરું છે"? 🤔

જોઈને પાછી આવી તો મેં પૂછ્યું તો કહે

"નવરીનો પુરુષોના જાંગીયા વેચતો હતો" 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜

----------------------------------------------------------------

પપ્પુ બહારગામ જવા માટે પેકિંગ કરતો હતો..

વાઈફ : ક્યાં જાય છે સવારી? 😁

પપ્પુ : મિત્રો સાથે ગોવા જાઉં છું..

વાઈફ : તો મને પણ સાથે લઈ જાઓ..

પપ્પુ : તને શા માટે?

વાઈફ : તમારી પત્ની છું માટે..

પપ્પુ : અરે ગાંડી, કોઈ હોટલમાં જમવા જાય તો ઘેરથી ટિકિટ લઈને જાય છે ખરું? 😁

😜 😜 😜 😜 😜 😜 😜 😜

----------------------------------------------------------------

પટેલ : મહારાજ લગ્નને 5 વર્ષ થઈ ગયાં, પણ હજી છોકરાં નથી..

મહારાજ : હું બદરીનાથમાં તમારા નામનો દિવો કરી દઈશ.. 😋

દશ વર્ષ પછી મહારાજ પાછા આવ્યા..

ઘરમાં આઠ છોકરાં રમતાં હતાં..

મહારાજ : પટેલ ક્યાં? 😁

પટલાણી : એ તો બદરીનાથમાં દિવો બુઝાવવા ગયા છે.. 🤣

🤣 🤣 😞 💃 😜 😜 😜

----------------------------------------------------------------

કાલે રાત્રે ફટાકડા ફોડતા હતા ત્યારે એક ભાભી બનીઠનીને નીકળ્યાં.. 😋

છોકરાં : ભાભી બોંબ છે .. ભાભી બોંબ છે .. 😋

ભાભી : ના રે બાપા, હવે તો સૂરસૂરિયું થઈ ગઈ.. 😋

બોંબ તો પરણીને આવેલી ત્યારે હતી... 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜 😜

----------------------------------------------------------------

ચિક્કાર દારૂ પીને આવેલા પતિને સંભળાતી પત્નીની બધી જ ફરિયાદો દૂર થઈ ગઈ, જ્યારે પતિએ કહ્યું "દૂર થા મારાથી, હું તો પરણેલો છું",,, 😅

😜 😜 😜 😜 😜 😜 😜

----------------------------------------------------------------

કિંગ : સાલું આ પત્ની ઓ પણ કમાલ છે નહિ? 😜

હું : કેમ શું થયું નવા વરસમાં? 😁

કિંગ : ગઈ દિવાળીમાં 5000 રુપિયાની નવી સાડી અપાવી હતી, હવે જૂની થઈ ગઈ તો એનું ગોદડું બનાવીને કાલથી મને ઓઢાડી દીધી બોલો.. 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜

હવે આખો શિયાળો પાંચ હજારની ગરમી માં.. 😋 😋..

----------------------------------------------------------------

કરોડપતિ પડોશી : મારી પાસે પાંચ કાર, આઠ દુકાન, બે મોલ અને ચાર બંગલા સાથે કરોડોનું ઝવેરાત છે.. 🤣

તારી પાસે શું છે? 🤔

હું : મારી પાસે એક હેન્ડસમ દીકરો છે, જે તારી એકની એક દીકરીનો બોયફ્રેન્ડ છે.. 🤣

🤣 🤣 😞 💃 😜 😜 😜 😜

----------------------------------------------------------------

ગર્લફ્રેન્ડને મોબાઈલ ગિફ્ટ આપીને કેટલું રડ્યો એ છોકરો.. 😋

જ્યારે રાત્રે 3 વાગ્યા સુધી સાંભળતો રહ્યો..

"તમે જેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ નંબર કોઈ બીજા સાથે વ્યસ્ત છે "... 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜 😜

----------------------------------------------------------------

પત્ની : હું 11 માં ભણતી હતો ત્યારે એક મસ્ત કવિતા આવતી હતી.. 🤗

મને યાદ નથી આવતી, તમને યાદ છે? 🤔

પપ્પુ : એક નહિ પણ બે હતી, એક કવિતા પટેલ અને બીજી અમારા વલભાની કવિતા.. 😋

એટલામાં તો એક વેલણ મિસાઈલની ઝડપે કાન પાસેથી નીકળ્યું... 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜

ખબર ના પડી કેમ? 😁 😁 😁

----------------------------------------------------------------

કાલે એક બિહારી પડોશણ વાઈફ સાથે વાતચીત કરતી હતી..

પડોશણ : બેન તમે કરવાચોથ નું વ્રત નથી કરતાં? 😁

વાઈફ : (મારી સામે જોઈને) લે હવે, લગન પહેલાં બધી બાજુથી જોઈ, ચકાસી ને ટકોરા મારીને ઓળખી પારખીને લીધો હોય એને ફરી ફરીને ચાયણીમાં શું જોવાનો.? 😁

😜 😜 😜 😜 😜 😜 😜 😜

----------------------------------------------------------------

એક કંજૂસ એના છોકરાને મારતો હતો..

હું : કેમ ભગાભાઈ? 😁

પપ્પૂને કેમ ઠોકો છો? 🤔

ભગાભાઈ : મેં આને ક્હ્યું કે સીડી પર એક પગથિયું છોડીને ચઢ જેથી ચંપલ ઓછાં ઘસાય.

હું : તો? 🤔

ભગાભાઈ : મારો બેટો બબ્બે પગથિયાં છોડવા માંડ્યો, ચંપલ બચ્યાં પણ લેંઘો ફાડી નાખ્યો.. 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜

-----------------------------------------------------------------

ડોક્ટર : મોંઢુ ખોલો માજી.. 😋

ડોશી : તું અહીં લોકોને ઇંજેક્શન લગાવે છે અને તારા ઘરે પાડોશી તારા ઘરે સારવાર માટે આવી જાય છે.. 🤣

બસ હવે મોંઢું ના ખોલાવતો... 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜 😜

ડોક્ટરે વગર સોય નું ઇંજેક્શન આપી દીધું.. 😋

---------------------------------------------------------------

કંડકટર : બહેન આ મોબાઈલ તમને ખૂબ આગળ લઈ જશે.. 😋

છોકરી :(ખુશ થઈને) કેવી રીતે? 😁

કંડકટર : તમે ટિકિટ તો સુરતની લીધી હતી અને બસ તો નવસારીના બસ સ્ટેન્ડ નજીક પહોંચી ગઈ છે... 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜

----------------------------------------------------------------

પત્ની : ભગાભાઈનો ફોન આવ્યો હતો, 26 મી એ એમના દીકરાનાં વેલ્ડિંગ છે તો આમંત્રણ આપ્યું છે..

હું : અરે ડોબી એને વેડિંગ કહેવાય..

પત્ની : મને પણ ખબર છે, પણ આનું તો પહેલાંથી તૂટેલું છે, એને સાંધે છે એટલે વેલ્ડિંગ કહ્યું.. 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜

----------------------------------------------------------------

સ્કૂલની વાલી મિટિંગ માં એક છોકરાના પપ્પા એકટસ મેડમ સામે જોઈ રહ્યા હતા.. 😋

મેડમ : મારી ઉપર ધ્યાન આપ્યું એનાથી અડધું પણ છોકરા ઉપર આપ્યું હોત તો છોકરો મેરીટમાં આવતા... 😋

🤣 🤣 😞 💃 😜 😜 😜

------------------------------------------------------------

ગંગુ: મારે મેન્ટોસ પિપરમેન્ટ પર કોર્ટમાં કેસ કરવો છે. 

મંગુ: લે, કેમ?

ગંગુ: બે વરસથી મેન્ટોસ ખાઉં છું. હજુ સુધી દિમાગની બત્તી જલી નથી!

------------------------------------------------------------

ટીચર: ભેંસ પોતાની પૂંછડી શા માટે હલાવે છે?

પપ્પુ: કારણ કે પૂંછડીમાં એટલી તાકાત નથી હોતી કે તે આખી ભેંસ હલાવી શકે.

------------------------------------------------------------

હેન્ડરાઇટિંગની વાત કરીએ તો એક્ઝામની છેલ્લી પંદર મિનિટમાં બધા વિદ્યાર્થીઓના શરીરમાં ડોક્ટરનો આત્મા પ્રવેશી જતો હોય છે...

-----------------------------------------------------------------

More jokes 

------------------------------------------------------------

આખો દિવસ મોબાઇલ મચડયા કરતી ચિંટુને જોઈને મમ્મીએ માથું પટક્યું, 'ઇન્ટરનેટ ફ્રી છે, તું નહીં! જા, લેસન કરવા બેસ!'

------------------------------------------------------------

ગધેડો- મારો માલિક મને ખૂબજ મારે છે.

કૂતરો- તો તૂ ત્યાંથી ભાગી કેમ નથી જતો ?

ગધેડા- નહી યાર, જ્યારે માલિકની દીકરી

નથી ભણતી તો તે તેની દીકરીને કહે છે તારા 

લગ્ન તો ગધેડા સાથે કરી દઈશ આ જ આશામાં બેસ્યો છું....


------------------------------------------------------------

એક માણસ પોતાના પુત્ર માટે એક રોબર્ટ લાવ્યો જે ખોટુ બોલતા જ થપ્પડ મારતો હતો.

પુત્ર - પપ્પા આજે હુ શાળામાં નહી જઉ મારા પેટમાં દુખે છે (પુત્રને પડી સટ્ટાક..)

પિતા - જોયુ તુ ખોટુ બોલ્યો તો તને સજા મળી

હુ જ્યારે તારા જેવડો હતો તો ક્યારેય ખોટુ નહોતો બોલતો (પપ્પાને પણ પડી સટાક.. )

પત્ની – (હસતા હસતા બોલી ) તમારો જ છોકરો છે.. (મમ્મીને પણ પડી સટાક..) ચારે બાજુ સન્નાટો

-----------------------------------------------------------------

પપ્પુએ પોતાના છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું. તેના મિત્રોં એ કહ્યું “અરે તૂ તો ખૂબ જ મોટો દેશભક્ત બનીને ફરતો હતો ને, તો પછી છોકરાનું નામ કેમ રાખ્યું ?” પાકિસ્તાન

સૉલિડ જવાબ 

પપ્પુ દેશભકત છું,

ત્યારે જ તો રાખ્યું છે નામ... જેથી આખી દુનિયાને ખબર પડે કે હિન્દુસ્તાનમાં પણ કોઈ એવો છે, જે પાકિસ્તાનનો બાપ છે.

---------------------------------------------------------------

ગ્રાહક દુકાનદારનેઃ એક લેડીઝ ડ્રેસ બતાવો.

દુકાનદાર: પત્ની માટે જોઇએ છે કે પછી ભારેમાં બતાવું?

---------------------------------------------------------------

શિક્ષકે વાલીને ફોન કરીને કહ્યું: સ્કૂલે આવો તમારો છોકરો બહુ તોફાન કરે છે. 

વાલીઃ એમ તો એ ઘરે પણ બહુ તોફાન કરે છે પણ અમે ક્યારેય તમને બોલાવ્યા?

---------------------------------------------------------------

પતિ: કાલે મારા સપનામાં એક સુંદર સ્ત્રી આવી હતી.

પત્ની : એકલી જ હતી નહીં?

પતિ: હા, પણ તને કઇ રીતે ખબર?

પત્ની : કારણ કે તેનો પતિ મારા સપનામાં આવ્યો હતો!

---------------------------------------------------------------

શિક્ષક અને વિદ્યાર્થી

શિક્ષકઃ ઘટના અને દુર્ઘટનામાં શું ફરક છે? ઉદાહરણ આપી સમજાવો. વિદ્યાર્થીઃ સ્કૂલમાં એકાએક આગ લાગી જાય તો એ ઘટના કહેવાય અને જો તમે એમાં જીવતા બચી જાવ તો દુર્ઘટના કહેવાય.

---------------------------------------------------------------

ચિન્ટુ અને પિન્ટુ

ચિન્ટુઃ તેં બે સૂટ કેમ પહેર્યા છે? પિન્ટુ સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે. એમાં મેં જોડિયા ભાઈ તરીકે ભાગ લીધો છે એટલે!

---------------------------------------------------------------

સોનુ અને મોનુ

સોનુઃ સરે વર્ગમાં હસવાની સખ્ત મનાઈ કરી છે.

મોનુઃ ભારે થઈ! બધાએ બ્રશ કર્યું છે કે નહીં ? એ હસ્યા વગર કેવી રીતે ખબર પડશે!

---------------------------------------------------------------

ચંગુઃ આ હોરર ફિલ્મો પણ ગજબ હોય છે હિરોઇન પૂછે કૌન હૈ વહાં? 

જાણે ભૂત કહેશે, હું છું કબાટ પાછળ બેસીને મમરા ખાઉ છું.

---------------------------------------------------------------

એક શ્વાન બીજા શ્વાનને કાલે રાત્રે મારા માલિકે ચોર પકડયો. 

બીજો શ્વાનઃ તું શું કરતો હતો? 

પહેલો શ્વાનઃ હું સૂતો હતો પણ મારો માલિક આખી રાત વોટ્સએપ પર ચોંટ્યો હોય છે.

---------------------------------------------------------------

એક અંગ્રેજે ભારતીયને સવાલ કર્યો તમારા ત્યાં બરફ સૌથી વધુ ક્યાં પડે? 

ભારતીયઃ રાત્રે ૮ પહેલાં કાશ્મીરમાં અને તે પછી દારૂના ગ્લાસમાં.

---------------------------------------------------------------

પત્ની : તમને હું કેટલી ગમું છું?

પતિ : બહુ જ.

પત્ની : તોય કહો ને. કેટલી?

પતિ : એટલી બધી કે તારા જેવી એક બીજી લઇ આવવાનું મન થાય છે.

---------------------------------------------------------------

સોનુ સમોસું તોડીને અંદરનો મસાલો ખાઇ રહ્યો હતો.

મોનુ : અરે, તું આખું સમોસું કેમ નથી ખાતો?

સોનુ : અરે હું બીમાર છું એટલે ડૉક્ટરે બહારનું ખાવાની ના પાડી છે.

---------------------------------------------------------------

ડાકુ : અમે ઘર લૂંટવા આવ્યા છીએ પણ બંદૂક ઘરે ભૂલી ગયા છીએ.

મોન્ટુ : કંઇ વાંધો નહીં. તમે લોકો શરીફ લાગો છો. આજે ઘર લૂંટી જાવ. બંદૂક કાલે બતાવી જજો.

---------------------------------------------------------------

ચંગુઃ પરિણીત છોકરા અને છોકરી વચ્ચે શું ફરક હોય છે?

મંગુ: મંગળસૂત્ર લટકતું હોય તો છોકરી પરિણીત અને મોઢું લટકેલું હોય તો છોકરો પરિણીત.

---------------------------------------------------------------

ભિખારીઃ કંઈ ખાવાનું આપી દો બેટા હું બહુ લાચાર છું.

વ્યક્તિ: જોવામાં તો હટ્ટાકટ્ટા છો પછી લાચાર કઈ રીતે છો?

ભિખારી: મારી આદતથી.

---------------------------------------------------------------

દીકરો: મમ્મી, જુઓ પપ્પા કેટલા શરીફ છે?

મમ્મી : એ કઈ રીતે દીકરા?

દીકરો: પપ્પા જ્યારે પણ કોઈ છોકરીને જુવે છે ત્યારે શરમથી પોતાની એક આંખ બંધ કરી લે છે.

---------------------------------------------------------------

ચંગુ: પપ્પા મને એક છોકરી ગમે છે. હું તેની સાથે જ લગ્ન કરવા માગું છું. પપ્પાઃ શું એ છોકરી તને પસંદ કરે છે?

ચંગુ: હા, પપ્પા.

પપ્પા જે છોકરીની પસંદ આટલી ખરાબ હોય એને હું મારી વહુ ક્યારેય નહીં બનાવું.

---------------------------------------------------------------

પ્રેમીઃ બેવફા તેં મારું દિલ સળગાવી નાખ્યું, મારું દિલ સળગાવીને રાખ કરી દીધું છે. 

પ્રેમિકાઃ તારી કુરબાની બેકાર નહીં જાય. રાખ મોકલી દે, વાસણ ઉટકવામાં કામ લાગશે.

---------------------------------------------------------------

એક વૃદ્ધાને મંદિર બહાર ભિખારી મળ્યો. 

ભિખારી: મા, કંઇ આપી દો, બે દિવસથી ભૂખ્યો છું. કંઇ ખાધું નથી. 

વૃદ્ધાઃ ૫૦૦ના ખુલ્લા છે? 

ભિખારીઃ હા છે, ને બોલો કેટલા આપું? 

વૃદ્ધાઃ તો પછી એ પૈસાથી જ કંઇ ખાઇ લે ને.

---------------------------------------------------------------

મહિલા પોતાની મિત્રને : મને મારા પતિ પર શંકા લાગે છે કે તેમનું ચક્કર ચાલી રહ્યું છે.

બહેનપણી: તો હવે તું શું કરીશ?

મહિલા: મારા બોયફ્રેન્ડને કાલે જ તેમની પાછળ લગાવી દઇશ, બચીને ક્યાં જશે?

---------------------------------------------------------------

ડૉક્ટરઃ તમારા પતિને આરામની બહુ જરૂર છે. આ ઊંઘની ગોળી લો.

મહિલા: ક્યારે આપવાની છે?

ડૉક્ટર: એમને નહીં આ દવાઓ તમારે લેવાની છે.

---------------------------------------------------------------

છોકરી પોતાના બોયફ્રેન્ડને મમ્મીને મળાવવા લઇ ગ=

છોકરી : મારી મમ્મીને તું પસંદ પડયો છે.

બોયફ્રેન્ડ : ગાંડી થઇ છે...

છોકરી : કંઇપણ થાય હું લગ્નનો તારી સાથે જ કરીશ.

છોકરો : મમ્મીને કહેજે કે મને ભૂલી જાય.

---------------------------------------------------------------

ચંગુ દારૂ પીતા-પીતા રડવા લાગ્યો

મંગુ: અરે ભાઈ કેમ રડે છે?

ચંગુ: યાર જેને ભૂલવા દારૂ પી રહ્યો હતો. હવે તેનું નામ જ યાદ નથી આવી રહ્યું.

---------------------------------------------------------------

પતિ પત્નીને : તને અંગ્રેજી આવડે છે?

પત્ની : હા, બહુ સારી આવડે છે.

પતિઃ તો આ વાક્યનું અંગ્રેજી કર, હું તને મારી પત્નીને હાથ તો લગાવી જો, દાંત ના તોડી નાખું કહેજે.

---------------------------------------------------------------

એક વ્યક્તિ નાના જૂતા પહેરીને જતી હતી

ચંગુ: અંકલ આ જૂતા ક્યાંથી લીધા?

વ્યક્તિએ ચીડાઈને કહ્યું, ઝાડ પરથી તોડયા હતાં 

ચંગુ: બે મહિના બાદ તોડયા હોત તો,

કદાચ થોડા મોટા થઈ જાત.

---------------------------------------------------------------

પત્નીએ બોર્ડ જોયું. બનારસી સાડી ૧૦, નાયલોન ૮ અને કોટન સાડી ૫ રૂપિયામાં.

પત્ની: જુઓ કેટલી સસ્તી સાડી છે. મને ૫૦૦ રૂપિયા આપો. હું સાડી ખરીદી લઉ.

પતિ: અરે એ ઇસ્ત્રી કરનારો ધોબી છે.

બાબાઃ બેટા તારી પર કોઇ ચૂડેલનો ઓછાયો દેખાય છે.

ચંગુ: બાબાજી એક થપ્પડ મારી દઇશ, ખબરદાર મારી ગર્લફ્રેન્ડ વિશે કંઇ બોલ્યા તો.

---------------------------------------------------------------

પિતા: બેટા તું નાપાસ કઇ રીતે થયો? 

પુત્રઃ સવાલ જ એવા હતા કે જેના જવાબ મને ખબર નહોતા.

પિતાઃ પછી તેં શું કર્યુ.

પુત્રઃ મેં જે જવાબ લખ્યા એ સાહેબ નહોતા જાણતા.

---------------------------------------------------------------

પત્ની- અરે જરા મારો મોબાઇલ ચાર્જિંગમાં મૂકી દો ને.

પતિ- રાત્રે મોબાઇલ ચાર્જિંગમાં ના મૂકીશ, બ્લાસ્ટ થઇ શકે છે.

પત્ની- તમે ટેન્શન ના લો. મેં મોબાઇલની બેટરી કાઢી લીધી છે.

---------------------------------------------------------------

સોનુ- જેનું કોઇ ના હોય તેનું કોણ હોય છે ખબર છે?

મોનુ- હા... ભગવાન.

સોનુ- ના રે.

મોનુ- તો?

સોનુ- તેની ઊંઘ પૂરી થાય છે.

---------------------------------------------------------------

પત્ની- તમે એવી બે વાત કહો કે જેમાંથી એક સાંભળીને હું ખુશ અને બીજી સાંભળીને નારાજ થઇ જઉં. પતિ- તું મારી જિંદગી છે અને બીજી વાત..... લાનત છે આવી જિંદગી પર.

---------------------------------------------------------------

ટીચર- સ્ટુડન્ટ્સ, અકબરે ક્યાં સુધી શાસન કર્યું હતું એ કહો તો.

ચિન્ટુ- મેડમ, પેજ નંબર ૧૪થી પેજ નંબર ૨૨ સુધી.

---------------------------------------------------------------

પિતા- દીકરી, તું પહેલાં મને પાપા કહેતી હતી અને હવે ડેડ કેમ કહે છે?

પુત્રી- ઓહ ડેડ. શું તમે પણ? પાપા બોલવામાં લિપસ્ટિક ખરાબ થઇ જાય છે.

---------------------------------------------------------------

સોનુ- તારી આંખ કેમ સૂજી ગયેલી છે?

મોનુ- કાલે મારી વાઇફના બર્થડે પર કેક લાવ્યો હતો.

સોનુ- પણ તેને આંખના સોજા સાથે શું લેવાદેવા?

મોનુ- મારી પત્નીનું નામ તપસ્યા છે પણ બેકરીવાળાએ ભૂલથી કેક પર ‘હેપ્પી બર્થડે સમસ્યા' લખી દીધું હતું.

---------------------------------------------------------------

પત્ની : સાંભળો, જો તમારા વાળ આમ જ ખરતા રહેશે તો હું તમને ડિવોર્સ આપી દઇશ.

પતિ : હે ભગવાન, હું પાગલ વાળ ખરતા બચાવવા પ્રયાસ કરી રહ્યો હતો.

---------------------------------------------------------------

બે યુવતીઓ બસમાં સીટ માટે ઝઘડી રહી હતી. 

કંડક્ટર : અરે શું કામ ઝઘડો છો? તમારા બંનેમાંથી જે ઉંમરમાં મોટી હોય એ બેસી જાય. પછી તો બંને છેક સુધી ઊભી જ રહી.

---------------------------------------------------------------

કન્યા વિદાય વખતે વરરાજાનો મોબાઇલ રણક્યો તો દુલ્હને તેને લાફો મારી દીધો. 

સંબંધીઓએ પૂછ્યું : તેં કેમ વરરાજાને લાફો માર્યો?

દુલ્હન : એમની રિંગટોન હતી... દિલ મેં છુપા કર પ્યાર કા અરમાન લે ચલે.. હમ આજ અપની મોત કા સામાન લે ચલે..

---------------------------------------------------------------

કર્મચારીઃ સાહેબ તમે પરણેલા લોકોને જ કામ પર કેમ રાખો છો?

બોસઃ કારણ કે તેમને અપમાન સહેવાની આદત હોય છે અને ઘરે જવાની ઉતાવળ પણ નથી કરતા.

---------------------------------------------------------------

માતા-પિતાઃ અમારો દીકરો મોટો થઇને શું બનશે?

બાળક: બસ એટલો સમજદાર કે કોઇ ૩ વર્ષના બાળકને આવો સવાલ ના પૂછે.

લોકો કહે છે પ્રેમ કરવો મુશ્કેલ છે અને ટીચર કહે છે જે વસ્તુ મુશ્કેલ લાગે તે વારંવાર કરવી જોઇએ.

---------------------------------------------------------------

પતિ: જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે બહુ મચ્છર હતા. હવે મચ્છર નથી એવું કેમ?

પત્ની: આપણા લગ્ન પછી મચ્છરોએ એવું કહીને મારું ઘર છોડી દીધું કે હવે લોહી પીવાવાળી આવી ગઈ છે, અમારા માટે તો કંઈ બચશે જ નહીં.

---------------------------------------------------------------

એક પુરુષે મહિલાને સાઇકલથી ટક્કર મારી દીધી.

 મહિલા ગુસ્સે થઈને બોલી, બ્રેક નહોતો મારી શકતો? 

પુરુષ: આખી સાઇકલ તો મારી. બ્રેક અલગથી મારું?

---------------------------------------------------------------

સોનુ નશાની હાલતમાં ફોટો પડાવવા ગયો. 

ફોટોગ્રાફર: સર, તમારે શાના માટે ફોટો પડાવવો છે?

સોનુ: ડ્રાઇવિંગ લાઇસન્સ માટે.

ફોટોગ્રાફર: નશાની હાલતમાં?

સોનુ: હા, જેથી પોલીસ જ્યારે મારી ગાડી રોકે ત્યારે તેને લાગે કે મારો ચહેરો જ આવો છે.

---------------------------------------------------------------

ચંગુ: યાર મંગુ આજે સવારે બિલાડી મારો રસ્તો કાપી ગઇ હતી.

 મંગુઃ એમ... પછી શું થયું?

ચંગુ: કંઇ નહીં આગળ જતા બિલાડીનો એક્સિડેન્ટ થઇ ગયો!

---------------------------------------------------------------

ચંગુએ પોતાની માતાને ફોન કરીને કહ્યું મા, ખુશખબર છે. અમે બેના ત્રણ થઇ ગયા.

મમ્મી : અભિનંદન બેટા, શું થયું દીકરો કે દીકરી 

ચંગુ: અરે ના મા, મેં બીજા લગ્ન કરી લીધાં છે.

---------------------------------------------------------------

ચંગુ: આ અરીસાની શું ગેરેન્ટી છે?

 મંગુઃ તમે તેને ૧૦૦ માં માળથી નીચે ફેંકો તો તે ૯૯ માળ સુધી નહીં તૂટે.

ચંગુ: અરે વાહ! મસ્ત છે, એક પેક કરી દો.

---------------------------------------------------------------

એક વાર પપ્પુ હાંફતો હાંફતો ઘરે આવ્યો.

મમ્મીઃ પપ્પુ, શું થયું? આટલો બધો કેમ હાંફે છે? 

પપ્પુઃ મમ્મી, મારી પાછળ પચાસ- પચાસ સિંહ પડ્યા હતા. 

માંડ જીવ બચાવીને ભાગ્યો છું. 

મમ્મી: અલ્યા, શહેરમાં સિંહ ક્યાંથી આવ્યા?

પપ્પુ: (અચકાઈને) ના ના, મારી પાછળ પચાસ સિંહ નહીં, પચાસ કૂતરા પાછળ પડ્યા હતા. 

મમ્મીઃ અરે પણ આપણી શેરીમાં એકસાથે પચાસ કૂતરા આવ્યા ક્યાંથી?

પપ્પુ: પચાસ નહીં, એક જ કૂતરો હતો.

મમ્મીઃ એ કૂતરો તારી પાછળ દોડ્યો હતો? 

પપ્પુઃ એ શું મારી પાછળ દોડવાનો? લંગડો તો કૂતરો હતો.

મમ્મીએ કપાળ ફૂટ્યું. પછી કહેઃ હે ભગવાન! આ તારી વાતને વધારી-વધારી કહેવાની આદતથી હું પરેશાન થઈ ગઈ છું.

---------------------------------------------------------------

રોમી એકવાર એક અંકલને કહે, ‘અંકલ.. અંકલ... તમે બહુ જ મસ્ત લખો છો. તમારી લખાણની સ્ટાઇલ એકદમ બાદશાહ અકબરની જેવી જ છે.' 

અંકલ કહે, પણ બાદશાહ અકબર તો અભણ હતો.’ 

રોમી કહે, ‘એટલે તો કહું છું!'

---------------------------------------------------------------

શિક્ષક અને વિદ્યાર્થી

શિક્ષકઃ ઘટના અને દુર્ઘટનામાં શું ફરક છે? ઉદાહરણ આપી સમજાવો.

વિદ્યાર્થીઃ સ્કૂલમાં એકાએક આગ લાગી જાય તો એ ઘટના કહેવાય અને જો તમે એમાં જીવતા બચી જાવ તો દુર્ઘટના કહેવાય.

---------------------------------------------------------------

ચિન્ટુ અને પિન્ટુ

ચિન્ટુઃ તેં બે સૂટ કેમ પહેર્યાં છે? પિન્ટુઃ સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે. એમાં મેં જોડિયા ભાઈ તરીકે ભાગ લીધો છે એટલે!

---------------------------------------------------------------

સોનુ અને મોનુ સોનુઃ સરે વર્ગમાં હસવાની સખ્ત મનાઈ કરી છે.

મોનુઃ ભારે થઈ! બધાએ બ્રશ કર્યું છે કે નહીં? એ હસ્યા વગર કેવી રીતે ખબર પડશે!

---------------------------------------------------------------

પ્રેમિકા (પ્રેમીને): અરે જલદી બારીમાંથી કૂદ,

મારા પપ્પા આવી રહ્યા છે. 

પ્રેમીઃ અરે પણ આ તો ૧૩મો માળ છે.

પ્રેમિકા: હવે આ શુકન-અપશુકન વિશે વિચારવાનો સમય નથી, બસ તું જલદી જા, નહીંતર આપણું આવી બનશે!

---------------------------------------------------------------

મમ્મી: જો બેટા તોફાની છોકરાઓથી હંમેશાં દૂર જ રહેજે. ચંગૂઃ હા મા, એટલે જ તો હું ક્યારેય સ્કૂલે જવાનું પસંદ નથી કરતો, મારી સ્કૂલમાં બધા છોકરા તોફાની છે.

---------------------------------------------------------------

પતિ પત્નીને: મેં આજે મારો ૫૦ લાખનો વીમો ઉતરાવ્યો છે.

પત્ની: આ તો તમે બહુ જ સારું કર્યુ. હવે મારે તમને વારંવાર નહીં કહેવું પડે કે તમારું ધ્યાન રાખો...

---------------------------------------------------------------

ચંગુ: મમ્મી મને સ્કૂલમાંથી કાઢી મૂક્યો?

મમ્મી : કેમ?

ચંગુ: મેં તો ખાલી મચ્છર માર્યુ હતું.

મમ્મી : તો પણ કાઢી મૂક્યો?

ચંગુ: મમ્મી મચ્છર ટીચરના ગાલ પર હતું.

---------------------------------------------------------------

પિન્કી મેકઅપ કરીને પાર્ટીમાં ગઇ.

પિન્કી: હું કેવી દેખાઉ છું? 

બોયફ્રેન્ડઃ અરે યાર સ્વર્ગની અપ્સરા જેવી.

પિન્કી ; મસ્કા ના માર, જઇને  બ્યુટીપાર્લરનું બિલ ભરી આવ.

---------------------------------------------------------------

પત્ની : તમે પણ મારી સાથે વ્રત કરશો?

પતિ: મેં તને ક્યારેય મારી સાથે બેસી દારૂ પીવા કહ્યું છે?

પત્ની : તમારા શર્ટ પર એકપણ વાળ નથી. પતિ તો?

પત્ની : સાચું કહો, કોણ છે તે ટકલી, જેની સાથે તમારું ચક્કર ચાલે છે?

---------------------------------------------------------------

ચંગુ: યાર બ્યૂટીપાર્લરના સાચા અર્થની જાણ થઇ ગઇ છે.

મંગુ એમ, શું અર્થ છે?

ચંગુ: મહિલા મુખ કાયાપલટ જાદુઇ કેન્દ્ર

---------------------------------------------------------------

પતિ: લાલો ક્યારનો રડે છે, તેને હાલરડું ગાઇને સુવડાવી કેમ નથી દેતી?

પત્ની: હું હાલરડું ગાઉં તો પડોશીઓ કહે છે કે હાલરડું ના ગાઓ, લાલાને રડવા દો

---------------------------------------------------------------

પપ્પુ થોડો બીમાર હતો. એ ડોક્ટર પાસે ગયો. એને તપાસીને ડોક્ટરે પૂછ્યું: કયું ગ્રુપ છે તારું? 

પપ્પુ કહેઃ આઝાદ પરિંદે, 

ડોક્ટર કહેઃ અરે, બ્લડ ગ્રુપ પૂછું છું, વોટ્સએપ ગ્રુપ નહીં!

---------------------------------------------------------------

રોમી ક્યારનો ધૂળમાં રમતો હોવાથી સાવ ગંદો થઈ ગયો હતો. એટલામાં એમનાં ક્લાસ ટીચર નીકળ્યાં.

દાદા કહેઃ રોમી, જલદી છુપાઈ જા. તારાં ટીચર આ બાજુ આવી રહ્યાં છે. તારા આવા હાલ-હવાલ જોશે તો ગસ્સો કરશે.

 રોમી કહેઃ દાદા, હું નહીં, તમે છુપાઈ જાઓ. તમે ગુજરી ગયા છો એવું બહાનું બતાવીને મેં બે અઠવાડિયાની રજા લીધી છે!

---------------------------------------------------------------

ટીચર: હોમવર્ક કરીને કેમ નથી આવ્યો?

ગોલુ: હું હોસ્ટેલમાં રહું છું.

ટીચર: તો?

ગોલુઃ હોસ્ટેલમાં હોમવર્ક કેવી રીતે થાય? તમારે મને હોસ્ટેલ-વર્ક આપવું જોઈએને! ... ને પછી ગોલુની જે પિટાઈ થઈ છે!

---------------------------------------------------------------

એક છોકરી તેનું ટુ-વ્હીલર લઇને મિકેનિક પાસે ગઇ અને કહ્યું- મારે ટુ-વ્હીલરની સર્વિસ કરાવવાની છે.

 મિકેનિક- મેડમ, એન્જિનમાં ઓઇલ નથી અને બ્રેક પણ બરાબર નથી વાગતી.

છોકરી- એ બધું નાનું-મોટું તો ચાલ્યા કરે, પહેલાં મિરર ઠીક કરી આપો.

---------------------------------------------------------------

ટીચર- સોનુ, યમુના નદી ક્યાં વહે છે?

સોનુ- જમીન પર.

ટીચર- એમ નહીં. નક્શામાં બતાવ ક્યાં વહે છે?

સોનુ- નક્શામાં કેવી રીતે વહે? નક્શો પલળી ના જાય?

---------------------------------------------------------------

મોન્ટુ તેની ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં ડિનર લેવા પહોંચીને બોલ્યો- બોલ, શું મંગાવું?

ગર્લફ્રેન્ડ- મારા માટે પિઝા અને તારા માટે એમ્બ્યુલન્સ.

મોન્ટુ- મારા માટે એમ્બ્યુલન્સ કેમ?

ગર્લફ્રેન્ડ- પાછળ જો. તારી વાઇફ ઊભી છે.

---------------------------------------------------------------

શિક્ષક: સંગઠનમાં શક્તિ છે. આ ઉક્તિનું ઉદાહરણ આપો.

વિદ્યાર્થી: ગજવામાં એક બીડી હોય તો તૂટી જાય છે પણ આખી ગડી હોય તો નથી તૂટતી.

---------------------------------------------------------------

પત્ની : આજે સાંજે જલદી ઘરે આવજો.

પતિ: કેમ? કોણ આવવાનું છે?

પત્ની : મારા પિયરથી આવવાના છે.

પતિ હું નવરો છું! કોણ-કોણ આવવાનું છે?

પત્ની : મારી બન્ને બહેનો આવવાની છે.

પતિ: એમ હું ઓફિસ જ નથી જતો.


More jokes click here 


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top