ખેરગામના પોમાપાળ બરમદેવ મંદિરે હવન તથા સત્યનારાયણ કથા યોજાઈ.
image courtesy: Jignesh patel ખેરગામના પોમાપાળ બરમદેવ મંદિરે હવન તથા સત્યનારાયણ કથા યોજાઈ. ખેરગામના પોમાપાળ ખાતે આવેલું બરમદેવના મંદિરે ગામના લોકો સુખી રહે હળી મળીને રહે અને ગામનો ઉદ્ધાર થાય તેવા હેતુથી દેવ દિવાળીના દિવસે હવન સમૂહ સત્યનારાયણની કથા પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ દેવ દિવાળીના દિવસે સવારે હવન ત્યારબાદ સમૂહ સત્યનારાયણની કથા દિલીપ મહારાજ દ્વારા વેદિક મંત્રોચ્ચાર ઉચ્ચારી પૂજા અર્ચના સંપન્ન કરાવી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સુરેશભાઈ બી પટેલ, ભીખુભાઈ જી.પટેલ, સુમનભાઈ બી.પટેલ, પંચાયત સભ્ય સુરેશભાઈ મહેશભાઈ મિઠ્ઠલભાઈ, બલ્લુભાઈ જી. પટેલ, હિતેશભાઈ, ધર્મેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ ભારે જેહમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.