ખેરગામ ખાતે બંધારણનાં ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી અર્પણ.
26 નવેમ્બર હાલ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના કરુણાંતિકા માટે જાણીતી છે પરંતુ ભારત દેશ આઝાદ થયા પછી શિક્ષણ- કાયદા શાસ્ત્રી પ્રસિદ્ધ ડૉ બાબા સાહેબ આંબેડકરે ભારત રાષ્ટ્ર માટે બંધારણનું સર્જન કર્યું હતું જે 26 નવેમ્બર 1949 ના દિવસે સ્વીકારાયું હતું
જેની સમગ્ર દેશમાં બંધારણ દિવસ તરીકે ઉજવણી થાય છે. બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે બંધારણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. ૨૬/૧૧ રાષ્ટ્રીય કાયદા દિન તરીકે પણ ઓળખવામાં આવે છે.
ખેરગામ ખાતે બાબા સાહેબની પ્રતિમાને ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી જીજ્ઞેશભાઈ પટેલ, માજી ઈ.સરપંચ કાર્તિક પટેલ,માજી જિ.પંચાયત સભ્ય પ્રશાંત પટેલ મંગલ, જગદીશભાઈ પટેલ, આશિષ ચૌહાણ, ચેતનભાઈ પટેલ, હિરેન પટેલ, પંકજ મોદી, રીન્કુ આહીર અને રમેશભાઈ પટેલ સહિત અગ્રણીઓએ ફૂલહાર અર્પણ કરી બાબાસાહેબની સ્મૃતિમાં શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.