Khergam: ખેરગામનાં વિવિધ વિસ્તારોમાં ઇ.વી.એમ. નિદર્શન કાર્યક્રમ યોજાયો.
Khergam: ખેરગામનાં વિવિધ વિસ્તારોમાં ઇ.વી.એમ. નિદર્શન કાર્યક્રમ યોજાયો. ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને, નવસારી જિલ્લાના મતદારો માટે ઇ.વી.એમ./વીવીપેટના માધ્યમથી પોતાનો કિંમતી મત કેવી રીતે આપવો, તે અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામા આવી રહ્યા છે.જે નવસારી જિલ્લામાં ઇ.વી.એમ. નિદર્શન વાન મોબાઈલ તા.૨૦/૦૧/૨૦૨૪ થી તા.૨૯/૦૨/૨૦૨૪ સુધી વિવિધ સ્થળોની મુલાકાત લઈ ઇવીએમ-વીવીપેટ અંગે લોકોને જાગૃતા કરશે . જ્યાં આજે તારીખ ૧૭-૦૨-૨૦૨૪નાં દિને ઇ.વી.એમ. નિદર્શન વાન મોબાઈલ ખેરગામ ખાતે આવી હતી જે ખેરગામનાં પબ્લિક પેલેસની જગ્યાએ ગોઠવી ઇવીએમ-વીવીપેટનું નિદર્શન કર્યું હતું. ઇ.વી.એમ./વીવીપેટ શું છે તે અંગેની માહિતી, તેમજ વાનમા રાખવામા આવેલ ઇ.વી.એમ. મશીનના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની લોકોને રૂબરૂ જાણકારી આપવામાં આવી. મતદારોને ઇવીએમ દ્વારા મત અપાવી તેમણે જે નિશાનને મત આપ્યો છે તેજ કાપલી નીકળે કે નહિ તેની ઇવીએમ સાથે જોડાયેલ અધિકારી દ્વારા ખાતરી કરાવી હતી. આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ ભાષામાં સમજાવવામા આવી હતી. જેમ...