તારીખ ૨ અને ૩ ડિસેમ્બર ૨૦૨૩નાં રોજ શ્રી ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મેળો શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ, સમાજભવન, સુરખાઇ ખાતે યોજાશે.
તારીખ ૨ અને ૩ ડિસેમ્બર ૨૦૨૩નાં રોજ શ્રી ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મેળો શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ, સમાજભવન, સુરખાઇ ખાતે યોજાશે. શ્રી ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચનો પાંચમા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન તા.૨ અને ૩/૧૨/૨૦૨૩(શનિવાર અને રવિવાર)ના રોજ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ, સમાજભવન, સુરખાઇ ખાતે કરવામાં આવેલ છે, આ પસંદગી મેળામાં આપને અનુકુળ જીવનસાથી મળી રહે તે માટે આપના આ પસંદગીમેળામાં આગમન અંગે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ મંચ દ્વારા આ વખતે પસંદગી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓને હળવી કરવા માટે બે દિવસો નક્કી કરવામાં આવ્યા છે. તેમાં તા.૨/૧૨/૨૦૨૩ના રોજ માત્ર વિધવા, વિધુર, છૂટાછેડાવાળા અથવા તો જેઓ અપરિણીત છે અને આ કેટેગરી (વિધવા, વિધુર, છૂટાછેડા) માંથી કોઈ પાત્રનો સ્વીકાર કરવા માગતા હોય તેવા ઉમેદવારોએ તા.૨/૧૨/૨૦૨૩ના રોજ ભાગ લેવો. (આ પસંદગી મેળામાં કોઈ ફી રાખવામાં આવેલ નથી) જયારે તા.૩/૧૨/૨૦૨૩ના રોજ અપરિણીત ઉમેદવારો આ પસંદગી મેળામાં ઉપસ્થિત રહેશે જેના માટે પસંદગી મેળાના સંચાલન માટે થતા ખર્ચને પહોંચી વળવા માટે ૨.૫૦૦/- ફી રાખવામાં આવેલ છે જે તા.૩/૧૨/૨૦૨૩ના પ...