Posts

Showing posts from January, 2024

Navsari (Jamalpor school) :નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ૧૦૮નાં કર્મચારીઓ દ્વારા ડેમો યોજાયો.

Image
  Navsari (Jamalpor school) :નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ૧૦૮નાં કર્મચારીઓ દ્વારા ડેમો યોજાયો. પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં વર્ષ ૨૦૦૭માં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી.  ગુજરાત રાજ્યમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત કે પછી બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા લોકો માટે એક સંજીવની સમાન બની ગઇ છે.  ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દરેક પરિસ્થિતિમાં વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડે છે. ત્યારે આ સેવાને લઇને શાળાનાં બાળકોમાં જાગૃતિ આવે તે માટે નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા અપાતી તાત્કાલિક સારવાર વિશેનું ડેમોન્સ્ટ્રેશન ડૉ. ચાવડા સાહેબ દ્વારા શાળાનાં બાળકોને આપવામાં આવ્યું હતું. આ ડેમોન્સ્ટ્રેશન અંતર્ગત વિઘાર્થીઓને ઇમરજન્સી વખતે કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇને તેને લઇને ૧૦૮ના અધિકારીઓને અને કર્મચારીઓ દ્વારા સ્કૂલના વિદ્યાથીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ડેમોન્સ્ટ્રેશનમાં બાળકો તેમજ શાળાનાં આચાર્યશ્રી ફૂલચંદ ભ...

Valsad: વલસાડમાં અતુલ ખાતે તા. ૪ અને ૫ ફેબ્રુ.એ જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાશે.

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે- ૨૦૨૩-૨૪ ખેલ મહાકુંભ ૨.૦નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  જે અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની સ્વિમિંગની સ્પર્ધાનું આયોજન અતુલ સ્પોર્ટ્સ ક્લબ, અતુલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એઈજ ગ્રુપ ભાઈઓ-બહેનોની સ્પર્ધા તા. ૦૪/૦૨/૨૦૨૪ રવિવારના રોજ યોજાનાર છે તથા અબવ-૪૦ અને અબવ-૬૦ની સ્પર્ધા તા.૦૫/૦૨/૨૦૨૪  સોમવારના રોજ યોજાશે. જેની તમામ ખેલાડી મિત્રોને નોંધ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે. માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૧ જાન્યુઆરી 

Valsad: વલસાડ આરટીઓ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત આઈ ચેકઅપ કેમ્પ સહિત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ.

Image
  Valsad: વલસાડ આરટીઓ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત આઈ ચેકઅપ કેમ્પ સહિત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વલસાડ આરટીઓ અને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ વલસાડના સંયુક્ત ઉપક્રમે વાપી એસટી ડેપો ખાતે બસ ડ્રાઇવરો માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ૫૦થી વધુ ડ્રાઇવર ભાઈ બહેનોએ ભાગ લીધો અને માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લીધી હતી.  આ ઉજવણી અંતર્ગત વલસાડ આરટીઓ કચેરી ખાતે આવતા ડ્રાઇવિંગ ટેસ્ટ અરજદારો, કચેરીનો સ્ટાફ અને GISF (Gujarat Industrial Security Force) ગાર્ડ માટે આઈ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી ફિટનેસ કેમ્પ ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટર એસ. જે. મલેક અને એ. ડી. ચૌધરી દ્વારા રિક્ષા તથા માલવાહક ડ્રાઇવરોને માર્ગ સલામતીની સલાહ, સમજણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લેવડાવી પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.  માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૧ જાન્યુઆરી 

Valsad: વલસાડ જિલ્લાની વિવિધ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો.

Image
  Valsad: વલસાડ જિલ્લાની વિવિધ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો. ભૂકંપ, વાવાઝોડુ, પુર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત્તિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને વાપી નગરપાલિકાની ફાયર શાખા દ્વારા દાદરીમોરા પ્રાથમિક શાળા અને વાપી કોળીવાડની પ્રાથમિક શાળા ખાતે ફાયર સેફ્ટી અવરનેસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામની કેળીપાડા પ્રાથમિક શાળા, ધરમપુરના બારોલિયા ગામની પટેલ ફળિયા પ્રાથમિક શાળા, વલસાડ તાલુકાના ધનોરી ગામમાં કણબીવાડ પ્રાથમિક શાળા અને અટગામની જીવન શિક્ષણ શાળામાં ગ્રામ રક્ષક દળ અને આપત્તિ વ્યવસ્થાપન સ્ટાફ દ્વારા  આપત્તિ વ્યવસ્થાપન અંગે મેગા ઈવેન્ટ ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. હાજર રહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ, શોધ- બચાવ તેમજ પ્રાથમિ...

Valsad: વલસાડ જિલ્લામાં સ્પર્શ લેપ્રસી જન જાગૃતિ અભિયાન શરૂ, રોગને નાબૂદ કરવા ગ્રામસભાઓમાં પ્રતિજ્ઞા લેવાઈ.

Image
  Valsad: વલસાડ જિલ્લામાં સ્પર્શ લેપ્રસી જન જાગૃતિ અભિયાન શરૂ, રોગને નાબૂદ કરવા ગ્રામસભાઓમાં પ્રતિજ્ઞા લેવાઈ.  તા. ૧ થી તા.૧૯ જાન્યુ. સુધી લેપ્રેસી કેસ ડિટેકશન કેમ્પેઈનમાં રક્તપિતના નવા ૧૩૪ દર્દી શોધી કઢાયા. ૬૮ ચેપી અને ૬૬ બીન ચેપી દર્દીઓ, તે પૈકી ૧૦ બાળ દર્દીની સારવાર ચાલુ કરી દેવાઈ.  મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને તા. ૩૦ જાન્યુ.થી સ્પર્શ લેપ્રસી અવેરનેસ અભિયાન શરૂઆત.  વલસાડ જિલ્લામાં તા. ૩૦ જાન્યુઆરીના રોજ એન્ટી લેપ્રેસી દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના ગામડાઓમાં ગ્રામ સભાનું આયોજન કરાયું હતું. જેમાં તમામ લોકોને રક્તપિત રોગ વિશે જાણકારી મળે તેમજ રક્તપિતના દર્દીઓને પણ લોકોનો સાથ સહકાર મળે જેથી રક્તપિત્તનાં દર્દીને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે પણ મદદરૂપ થઈ શકે તે અંગે માહિતી આપવામાં આવી હતી. રક્તપિતના દર્દીઓ પ્રત્યે કોઈ ભેદભાવ રાખશુ નહી અને આ રોગને નાબૂદ કરવા માટે દર્દીઓને શોધી સારવાર કરાવીશું એ અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.  તા. ૩૦/૦૧/૨૦૨૪થી તા. ૧૩/૦૨/૨૦૨૪ દિન -૧૫ દરમ્યાન સ્પર્શ લેપ્રસી અવરનેસ કેમ્પેઈનની કામગીરી કરવામાં આવશે. સમાજમાંથી રક્તપિત નાબુદ ...

Valsad: વલસાડની કોમર્સ કોલેજમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ટ્રેનિંગ પોલીસી અંગે જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો.

Image
  Valsad: વલસાડની કોમર્સ કોલેજમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ટ્રેનિંગ પોલીસી અંગે જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો. વીર નર્મદ યુનિ. અને રાજ્ય સરકાર દ્વારા યુવાનો માટે રોજગારીના નવા આયામ ઉભા કરાશે. કોલેજીયન વિદ્યાર્થીઓને પેટન્ટ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન સહિતની માહિતી આપવામાં આવી.  સેમિનારમાં ૧૪ કોલેજના ૪૦૦ વિદ્યાર્થીઓ અને ૭૦ ફેકલ્ટીએ ભાગ લઈ પ્રશ્નોત્તરી પણ કરી. વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ દ્વારા કોલેજ કેમ્પસમાં આવેલા સંસ્કાર કેન્દ્ર ખાતે STARTUP અને INNNOVATION TRAINING POLICY અવેરનેસ અંગે જિલ્લા સ્તરીય ક્લસ્ટર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ સેમિનારમાં કોમર્સ કોલેજના આચાર્ય ડૉ.ગિરીશકુમાર એન. રાણાએ સેમિનારનો ઉદ્દેશ તેમજ STARTUP  અને INNNOVATIONનું મહત્વ સમજાવી જણાવ્યું કે, આવનારા દિવસોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકાર દ્વારા વલસાડ જિલ્લાના યુવાનો માટે વધુમાં વધુ STARTUP અને INNNOVATIONના યુનિટો શરૂ થશે અને યુવાનો માટે રોજગારીના આયામ ઉભા કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. સેમિનારમાં STARTUP  અને INNNOVATIONના નિષ્ણાત...

Chikhli: સોલધરા મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષિકાનું 'પ્રતિભાશાળી શિક્ષક' તરીકે સન્માન.

Image
  Chikhli: સોલધરા મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષિકાનું 'પ્રતિભાશાળી શિક્ષક' તરીકે સન્માન ચીખલીની સોલધરા મુખ્ય પ્રાથમિક શાળાની શિક્ષિકા મીનાબેન બાલુભાઈ પટેલે ફડવેલ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે તેમને પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવતા શાળા પરિવાર અને સોલધરાના ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. મીનાબેન બાલુભાઈ તલાવચોરાના રહેવાસી છે.તેમણે શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત ૧૦-૦૭-૧૯૯૦ અને સોલધરા પ્રાથમિક શાળામાં ૧૭-૧૨-૧૯૯૮થી તેઓ ફરજ બજાવી રહ્યા છે.  તેમને વર્ષ ૨૦૨૩-૨૦૨૪ના દ્વિતીય સત્ર દરમિયાન ઘેજ સી . આર.સી.માં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્રે વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપવા બદલ પ્રતિભાશાળી શિક્ષક તરીકેની તેમની પસંદગી થતા ચીખલી તાલુકાના ફડવેલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ચીખલીના ટી.ડી.ઓ. ચેતનભાઈ દેસાઈનાં હસ્તે પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવતા શાળા પરિવાર અને સોલધરાના ગ્રામજનોમાં...

ગુજરાત રાજ્યના 50 IAS અધિકારીઓની બદલી. નવસારીમાં વલસાડના કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની નિમણૂક.

Image
(1) Shri M.K. Dave, IAS (SCS GJ 2012), District Development Officer, Ahmedabad in transferred and appointed as Collector, Gandhinagar yise Shri H.K. Koya, IAS transferred (2) Shri GT. Pandya, IAS (Selection:GJ 2011), Collector, Morbi is transferred and appointed as Collector. Devbhumi-Dwarka yigg Shri A.M. Sharma, IAS transferred (3)Shri BA Shah, IAS (SCS:GJ:2009), Collector, Jamnagar is appointed as Collector, Vadodara vice Shri AB. Gor, IAS transferred. transfered and (4)Shri Amit Prakash Yadav, IAS (RR:GJ:2013), Collector, Navsari is transferred and appointed as Collector, Kheds-Nadiad yice Shri K.L. Bachani, IAS transferred. (5)Dr. Sourabh Zamsingh Pardhi, IAS (RR:GJ:2011). Managing Director Tourism Corporation of Gujarat Ltd, Gandhinagar is transferred and appointed as Collector, Surat yige Shri Aayush Sanjeev Cak, IAS transferred. (6)Shri Anilbhai T. Dnamelya, IAS (RR GJ:2015). Deputy Municipal Commissioner, Rajkot Municipal Corporation, Rajkot is transferred and appointed as Col...

Valsad : કપરાડા તાલુકાના શિક્ષક બાબુભાઈ ચૌધરી લિખિત 'ખિનુ' નવલકથાને 'પ્રાઇડ ઓફ ભારત' એવોર્ડ.

Image
Valsad : કપરાડા તાલુકાના શિક્ષક બાબુભાઈ ચૌધરી લિખિત  'ખિનુ' નવલકથાને 'પ્રાઇડ ઓફ ભારત' એવોર્ડ. વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના બાબુભાઈ ચૌધરી કૃત 'ખિનુ’નવલકથાને અમરાવતી, મહારાષ્ટ્ર ખાતે પ્રાઈડ ઓફ ભારત એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ખિનુ નવલકથામાં ભારતીય ગ્રામ્ય જીવન, ગ્રામ અને સંસ્કૃતિ આધારિત વાસ્તવિક સ્થળોનું કાલ્પનિક ઘટનાઓ વણી લઈને કથા લખાયેલી છે. પ્રથમ વખત લખાયેલી આ નવલકથાને પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થવા પામ્યો છે. જે એક કપરાડા તાલુકા માટે ગૌરવની વાત ગણાવી શકાય છે. આ નવલકથા નેશનપ્રેસ, ફિલિપકાર્ડ અને એમેઝોન પર ઓનલાઈન ખરીદી ઉપલબ્ધ છે. બાબુ ચૌધરી એક યુવા લેખક અને હાલે તેમની ચારથી વધુ નવલકથા (અપ્રકાશીત) ઉપલબ્ધ છે. તેમજ દમણગંગા ટાઈમ્સમાં તેઓ ‘મારી બોલી મારી વાત કોલમથી વધુ લોકપ્રિય બન્યા હતા. હાલે ‘સંવેદન' કોલમ પર લખતા રહ્યા છે.

Delhi : દિલ્હીની ગણતંત્ર દિવસની પરેડમાં રજૂ કરાયેલા ગુજરાતના 'ધોરડો ટેબ્લો' પ્રથમ પસંદ બની.

Image
Delhi : દિલ્હીની ગણતંત્ર દિવસની પરેડમાં રજૂ કરાયેલા ગુજરાતના 'ધોરડો  ટેબ્લો' પ્રથમ પસંદ બની. પરેડમાં રજૂ થયેલા વિવિધ ટેબ્લોમાં ગુજરાત બેસ્ટ ટુરિઝમ વિલેજ ધોરડોના ટેબ્લોને બે એવોર્ડ મળ્યાં છે. સતત બીજા વર્ષે છવાયું છે. વિજેતા પસંદગી સમિતિની જ્યુરી ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત બીજા વર્ષે પણ દેશની જનતાની મેમ્બર ચોઇસમાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. ધોરડોની થીમ આધારિત ઝાંખી રાજ્ય સરકાર દ્વારા ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં રજૂ કરવામાં આવી હતી. આ ટેબ્લોને પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. આ પરેડમાં વિવિધ પ્રદેશોના કુલ ૨૫ ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. ગુજરાતના ટેબ્લોને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઈસ-જનતા જનાર્દનની પસંદગીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ બીજો ક્રમ મેળવ્યો છે.  ૨૦૨૨થી ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે માય ગવર્મેન્ટ પ્લેટફોર્મ મારફતે દેશની જનતા પાસેથી મત મેળવીને પરેડમાં ભાગ લેનારી સૈન્ય ટુકડીમાંથી શ્રેષ્ઠ ટુકડી અને રાજ્યો દ્વારા પ્રસ્તુ...

Navsari (khergam) :ખેરગામ તાલુકાના સરસીયા ફળિયા ખાતે પશુપાલન શિબિર યોજાઈ.

Image
  Navsari (khergam) :ખેરગામ તાલુકાના સરસીયા ફળિયા ખાતે પશુપાલન શિબિર યોજાઈ. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના સરસિયા દત્ત મંદિરના પટાંગણમાં નવસારી જિલ્લા પંચાયત તથા પશુ દવાખાના ખેરગામ દ્વારા તાલુકાના પશુપાલકો માટે તાલુકા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિવિધ તજજ્ઞો ડૉ.એમ. સી.પટેલ, ડૉ.ડી.બી ઠાકોર, ડૉ.વી.બી ઓઝા, ડૉ.વાય.આર.પટેલ, ડૉ.બી. એલ.માહલા, ડૉ.કે.ડી.પટેલ, ડૉ.જે. એમ.બાલવાની દ્વારા પશુપાલન માવજત પશુ આહાર, પશુ રક્ષણ તેમજ પશુપાલનની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડી હતી. શિબિરમાં ખેરગામ તાલુકાના ૨૦૦ જેટલા પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડયું હતું.  આ કાર્યક્રમમાં ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પશુપાલન અધ્યક્ષશ્રી નિકુંજભાઈ પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ સુમિત્રાબેન ગરાસીયા ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખ લીનાબેન પટેલ, અગ્રણીશ્રી ચુનીભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ ટેલર સરપંચ ઝરણાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

Khergam : ખેરગામનાં શિક્ષકને સૌપ્રથમ રક્તદાન કરવા માટે જીવનમાં બનેલ એક ઘટના દ્વારા પ્રેરણા મળી.

Image
   Khergam : ખેરગામનાં શિક્ષકને સૌપ્રથમ રક્તદાન કરવા માટે જીવનમાં બનેલ એક ઘટના દ્વારા પ્રેરણા મળી. જીવનમાં ક્યારેક કોઈક પ્રસંગ જીવનમાં બોધપાઠ આપી જાય છે. આવું જ બન્યું હતું, ડેબરપાડા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિગ્વિજયસિંહ પરમારના જીવનમાં.  તેમને ત્યારેજ રક્તદાનનું મહત્વ સમજાયું જ્યારે રક્તની  તેમના અંગત કુટુંબીજનો માટે  જરૂર પડી હતી. તે સમયે તેમને પણ કોઈક રક્તદાતાએ કરેલા રક્તદાન દ્વારા  બ્લડ મેળવી શક્યા હતા. આ પ્રસંગ તેમના જીવનમાં રક્તદાન કરવા પાછળ ટર્નિગ પોઈન્ટ બન્યો.  તેમણે તારીખઃ ૨૮/૦૧/૨૦૨૪, રવિવાર ના રોજ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વલસાડનાં ઉપક્રમે યોજાયેલા  રક્તદાન કેમ્પમાં  રક્તદાન કર્યું હતું. જે તેમના જીવનનો પ્રથમ પ્રસંગ હતો.તેમણે ટેલિફોનીક વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, "જ્યારે પોતાની જરૂરીયાત વખતે કોઈક રક્તદાતા દ્વારા કરેલ બ્લડનો ઉપયોગ કરી હું આપ્તજનને બચાવી શક્યો છું. તો મારી પણ સમાજ પ્રત્યે ફરજ બને છે કે મને જે મળ્યું તે મારે પણ આપવું જોઈએ." હવે પછી તેઓ પોતાનું શરીર સાથ આપશે ત્યાં સુધી દર વર્ષે યોજાતા કોઈ પણ રક્તદાન કેમ્પમાં હાજર ...

Khergam: ખેરગામ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીશ્રી પ્રભાતસિંહ પરમારનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ તલાટીનું સન્માન.

Image
   Khergam:  ખેરગામ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીશ્રી પ્રભાતસિંહ પરમારનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ તલાટીનું સન્માન. ખેરગામ તાલુકાના વાડ ગામે ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં દિને  ખેરગામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ કરણસિંહ પરમારનું તાલુકાનાં શ્રેષ્ઠ તલાટી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું. ખેરગામ ગ્રામપંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ પરમારની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તાલુકાનાં શ્રેષ્ઠ તલાટી તરીકે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશ વિરાણીએ સન્માન કર્યું હતું. ખેરગામના અગ્રણીઓએ પ્રભાતસિંહ પરમારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેઓ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.

Valsad: વલસાડ જિલ્લાના નેશનલ- સ્ટેટ હાઈવે ઉપર ઓવરસ્પીડ વાહનોને પકડવા સ્પેશિયલ ડ્રાઈવ, ૪૦ ને દંડ ફટકાર્યો.

Image
  Valsad: વલસાડ જિલ્લાના નેશનલ- સ્ટેટ હાઈવે ઉપર ઓવરસ્પીડ વાહનોને પકડવા સ્પેશિયલ ડ્રાઈવ, ૪૦ ને દંડ ફટકાર્યો.  હાઈવે પર થતા જીવલેણ અકસ્માતોને અટકાવવા માટે ઈન્ટરસેપ્ટર સ્પીડ ગનનો ઉપયોગ કરાયો.  આ ડ્રાઈવમાં ફોર વ્હીલર વાહન ચાલકોની સ્પીડ ૧૨૦ થી ૧૩૦ વચ્ચેની જોવા મળી. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- ૨૦૨૪ અંતર્ગત વલસાડ આરટીઓ કચેરીની ટીમ દ્વારા હાઈવે ઉપર થતા જીવલેણ અકસ્માતોને અટકાવવા માટે ઓવર સ્પીડમાં જતા વાહન ચાલકો માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. વલસાડ આરટીઓ અધિકારી એન.એચ.ગજેરાએ જણાવ્યું કે, નેશનલ હાઈવે પર ૧૦૦ની સ્પીડ અને સ્ટેટ હાઈવે ઉપર ૮૦ની સ્પીડ મર્યાદામાં વાહન હંકારી શકાય છે. તેનાથી ઉપરની સ્પીડમાં પૂરપાટ ઝડપે પસાર થતા ઓવર સ્પીડવાળા વાહન ચાલકો પોતાનો તેમજ અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મુકતા હોય છે. આવા વાહન ચાલકોને ઈન્ટરસેપ્ટર સ્પીડ ગન મારફતે પકડવાની વિશેષ ઝુંબેશ રાખવામાં આવી હતી. જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા કુલ ૪૦ ચલણો વાહન ચાલકોને આપવામાં આવ્યા હતા.  વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર રાખવામાં આવેલી આ ડ્રાઈવમાં ફોર વ્હીલર વાહન ચાલકોની સ્પીડ ૧૨૦ થી ૧૩૦ વચ્ચે...

Valsad : વલસાડ જિલ્લાની ૯૫૪ સરકારી શાળાઓમાં ‘‘શાળા સલામતી સપ્તાહ’’ની ઉજવણીનો પ્રારંભ.

Image
Valsad : વલસાડ જિલ્લાની ૯૫૪ સરકારી શાળાઓમાં ‘‘શાળા સલામતી સપ્તાહ’’ની ઉજવણીનો પ્રારંભ.  ભૂકંપ, વાવાઝોડુ, પુર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી આપત્તિઓ સમયે વ્યવસ્થાપનની સમજ અપાઈ.   શાળા સલામતી પ્લાન બનાવવા માટે તમામ શાળાઓને સૂચના આપવામાં આવી. ભૂકંપ, વાવાઝોડુ, પુર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત્તિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે તા. ૨૯ જાન્યુઆરી થી વલસાડ જિલ્લાની ૨૮૨ પ્રાથમિક શાળામાં મેગા ઈવેન્ટ અને કુલ ૯૫૪ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૪’’ની ઉજવણીનો શુભારંભ થયો હતો.   પ્રથમ દિવસે સ્કૂલ સેફટીની મેગા ઈવેન્ટ સવારે ૧૦-૩૦ થી સાંજે ૫-૧૦ સુધી વલસાડ તાલુકામાં તિથલ રોડ પર કલેકટર બંગલાની સામે બીઆરસી ભવન પાસે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. જેના શુભારંભ પ્રસંગે ડિઝાસ્ટર વિભાગના નાયબ મામલતદાર અશફાક સંઘરિયાતે શાળા સલામતી કાર્યક્રમ કેમ અમલમાં મુકાયો, તેની ...

Valsad: વલસાડની કોમર્સ કોલેજમાં ઈન્ટીગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સનો ઓરિએન્ટેશન સેમિનાર યોજાયો.

Image
  Valsad: વલસાડની કોમર્સ કોલેજમાં ઈન્ટીગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સનો ઓરિએન્ટેશન સેમિનાર યોજાયો.  વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી આ સેમિનારમાં વીર નર્મદ યુનિ. સંલગ્ન તમામ કોલેજોએ ભાગ લીધો. વલસાડની શાહ એન.એચ કોમર્સ કોલેજમાં તા. ૩૦ જાન્યુ.ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન તેમજ શહિદ દિવસના પુણ્ય પ્રસંગે તમામ સ્વતંત્ર સેનાનીઓની સ્મૃતિમાં "ઇન્ટીગ્રેટેડ પર્સનાલિટી ડેવલોપમેન્ટ કોર્સ" (IPDC) ના ઓરિએન્ટેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં VNSGUની દક્ષિણ વિભાગમાં આવતી વલસાડ, પારડી, ચીખલી, ધરમપુર, કપરાડા, વાપી, ભિલાડ, ઉમરગામ, ખેરગામ, બીલીમોરા, સેલવાસ અને દમણની કોલેજો સહભાગી થઈ હતી.  વલસાડની શાહ એન.એચ કોમર્સ કોલેજના આચાર્ય ડો.ગિરીશ રાણાએ ઓપનિંગ રિમાર્કસ્ આપ્યા હતા અને નેશનલ એજ્યુકેશન પોલિસી- ૨૦૨૦ અંતર્ગત વેલ્યુ એડેડ કોર્સમાં IPDC વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પૂરવાર થયેલો ઉપયોગી કોર્સ છે એવું મંતવ્ય રજૂ કર્યું હતું. દમણની ગવર્મેન્ટ કોલેજના વાઇસ પ્રિન્સિપલ ડૉ. એસ. સુબ્રમણ્યમે આજના સમયને અનુરૂપ IPDC એક મહત્વનો વેલ્યુ એડેડ કોર્સ છે જેને દરેક ક...

Narmda (Sagbara): નર્મદા જિલ્લાની દોધનવાડી પ્રાથમિક શાળાને પ્રાકૃતિક કૃષિની વિશિષ્ટ પધ્ધતિ પ્રાથમિક શિક્ષણમા અમલીકરણના ભાગરૂપે પસંદગી.

Image
  Narmda (Sagbara): નર્મદા જિલ્લાની દોધનવાડી પ્રાથમિક શાળાને પ્રાકૃતિક કૃષિની વિશિષ્ટ પધ્ધતિ પ્રાથમિક શિક્ષણમા અમલીકરણના ભાગરૂપે પસંદગી.  પ્રાથમિક શાળા દોધનવાડી તા.સાગબારા  જી.નર્મદાને વર્ષ  2023/2024 નો જીલ્લા કક્ષાના ઈકો ક્લબ-પર્યાવરણ વિષયમા સાંપ્રત  પ્રવાહમા ગુજરાત રાજ્ય સરકારશ્રીના પ્રાકૃતિક કૃષિ  પ્રોત્સાહન યોજના હેઠળ આ શાળાને પ્રાકૃતિક કૃષિ -Netural farming, projectની વિશિષ્ટ  પધ્ધતિ  પ્રાથમિક શિક્ષણમા અમલીકરણના ભાગરૂપ  પસંદ  થઈ છે.  જેમાં પર્યાવરણ શિક્ષક અને પ્રાકૃતિક કૃષિકાર ભરતભાઈ નાનુભાઈ પટેલ તથા સાથી શિક્ષક મિત્રો વનિતાબેન બારૈયા ,ધનશયામભાઈ ભાલીયા, રાધાબેન ગામીત, ઉષાબેન પટેલ  તથા આચાર્યશ્રી ઈશ્વરભાઈ વસાવાના માર્ગદર્શનથી શાળાના વિદ્યાર્થીઓ સાથે મળી કાર્ય અનુભવ શિક્ષણની શરૂઆત કરી.   જયાં બે ઈચ પછી પાકો હાડ મૂરમ અને પત્થર છે તે  શાળા પરીસરમા ગામના જૂના ઉકરડાનુ સારુ કંપોસ્ટ ખાતર લાવી 50% ડૃંગરની માટી અને 50% ગૌબર ગૌમૂત્ર છાશયુક્ત  કંપોસ્ટ ખાતર સાથે ગ્રો બેગમા ભરી શાકભાજી- રીગણ, મરચી, ટામેટી, ફલાવર ,...

Khergam : ખેરગામ તાલુકામાં 20 શાળાઓમાં ગુજરાત એચિવમેન્ટ સર્વેક્ષણ-૫ હાથ ધરાયું.

Image
Khergam : ખેરગામ તાલુકાની 20 શાળાઓમાં ગુજરાત એચિવમેન્ટ સર્વેક્ષણ હાથ ધરાયું. તારીખ : ૩૦-૦૧-૨૦૨૪નાં દિને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત એચિવમેન્ટ સર્વેક્ષણ-૫ હાથ ધરાયું હતું હતું જેમાં ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓમાં ધોરણ -૪ અને ધોરણ -૭ માં ગુજરાત એચિવમેન્ટ સર્વેક્ષણ અંતર્ગત OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરણ ૪માં ભાષા, પર્યાવરણ અને ગણિત વિષયના કુલ ૬૦ગુણની પરીક્ષા જ્યારે ધોરણ -૭ માં ભાષા, ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને સામાજિક વિજ્ઞાન વિષયના કુલ ૮૦ ગુણની પરીક્ષા યોજાઈ હતી. આ સર્વેક્ષણ માટે ફિલ્ડ ઈન્વએસ્ટઈગએટર તરીકે ૨૦ પ્રાથમિક શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમના દ્વારા આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણનો હેતુ વિષયોની કઠિન અધ્યયન નિષ્પત્તિ ચકાસવાનો છે.  આ સર્વેક્ષણની દેખરેખ માટે નવસારી તાલીમ ભવનના સિ. લેકચરરશ્રી ડૉ.પ્રકાશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. જેઓ ચાલુ પરીક્ષા દરમ્યાન  ખેરગામ બી.આર. સી.વિજયભાઈ પટેલ સાથે મળીને શાળાઓની મુલાકાત લીધી હતી. તથા ખેરગામ તાલુકાનાં સી.આર સી. ટીનાબેન અને વૈશાલીબેન સોલંકી તેમજ બી.આર.સી.ભવન ખેરગામના સ્ટાફ...

Tapi:તાપી જિલ્લા શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪નો શુભારંભ.

Image
  Tapi:તાપી જિલ્લા શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪નો શુભારંભ.  ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગરના સૌજન્યથી તાપી જિલ્લા  ડિઝાસ્ટર  મેનેજમેન્ટ, કલેકટરશ્રીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી  દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪’નો શુભારંભ કરાયો. વ્યારાની પ્રાથમિક શાળા ચિખલી ખાતેથી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪નો પ્રારંભ કરાયો. જિલ્લાની ૬૪ મોટી શાળાઓમાં ફાયર ડેમો, ૧૦૮ જી.વી.કે, દ્વારા ડેમોસ્ટ્રેશન કરી બાળકોને અલગ અલગ આપત્તિઓ વિશે જાગૃત કરવામાં આવશે. માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૨૯: તાપી જિલ્લામાં તા. ૨૯ જાન્યુઆરી  થી તા. ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમ્યાન ગુજરાત  રાજય  આપત્તિ વ્યવસ્થાપન  સત્તા મંડળ  ગાંધીનગર  તેમજ  જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર  કચેરી  તાપી- વ્યારા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ગુજરાત શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪’ ની ઉજવણી કરવામાં આવનાર છે.  રાજય કક્ષાએથી આજરોજ શિક્ષણ વિભાગના કેબીનેટ કક્...

Gandevi (Amalsad)અમલસાડ સરી કન્યાશાળામાં પ્રજાસત્તાક દિન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી.

Image
  Gandevi (Amalsad)અમલસાડ સરી કન્યાશાળામાં પ્રજાસત્તાક દિન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી. જેમાં સૌ પ્રથમ ધ્વજારોહણ શ્રીમતી જયશ્રીબેન દેસાઈના  હસ્તે કરવામાં આવ્યું હતું.પ્રસંગોચિત ઉદબોધનમાં બાળકોને આર્શીવચનો કહ્યા હતા.યંગ ક્રિકેટર કાવ્યાનું સન્માન અને શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.દાતાશ્રી કાજલબેન સાગર અને તન્વીબેન ભાટીયા દ્વારા શાળાને 5,001/-નુ દાન પ્રાપ્ત થયું હતું. દાતાશ્રીઓનો શાળા પરિવાર વતી આચાર્યશ્રી અજુવેન્દ્ર પટેલ આભાર વ્યક્ત કરે છે. ત્યારબાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.