Chikhli: સોલધરા મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષિકાનું 'પ્રતિભાશાળી શિક્ષક' તરીકે સન્માન.

SB KHERGAM
0

 

Chikhli: સોલધરા મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષિકાનું 'પ્રતિભાશાળી શિક્ષક' તરીકે સન્માન

ચીખલીની સોલધરા મુખ્ય પ્રાથમિક શાળાની શિક્ષિકા મીનાબેન બાલુભાઈ પટેલે ફડવેલ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે તેમને પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવતા શાળા પરિવાર અને સોલધરાના ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. મીનાબેન બાલુભાઈ તલાવચોરાના રહેવાસી છે.તેમણે શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત ૧૦-૦૭-૧૯૯૦ અને સોલધરા પ્રાથમિક શાળામાં ૧૭-૧૨-૧૯૯૮થી તેઓ ફરજ બજાવી રહ્યા છે. 

તેમને વર્ષ ૨૦૨૩-૨૦૨૪ના દ્વિતીય સત્ર દરમિયાન ઘેજ સી . આર.સી.માં ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્રે વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપવા બદલ પ્રતિભાશાળી શિક્ષક તરીકેની તેમની પસંદગી થતા ચીખલી તાલુકાના ફડવેલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ચીખલીના ટી.ડી.ઓ. ચેતનભાઈ દેસાઈનાં હસ્તે પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવતા શાળા પરિવાર અને સોલધરાના ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. તેમની ઉપરોક્ત સિદ્ધિ અને સાફલ્ય બદલ શાળાના આચાર્ય નૂતનબેન પટેલ, ગામના અગ્રણી આઈ.સી.પટેલ, વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top