Posts

Showing posts with the label Khergam news

ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસીસ નેશનલ લેવલ સ્વિમિંગ કોમ્પિટિશન 2024-25: ધ્રુવિની પટેલે 3 મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો

Image
 ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસીસ નેશનલ લેવલ સ્વિમિંગ કોમ્પિટિશન 2024-25: ધ્રુવિની પટેલે 3 મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો ગુજરાતના નવસારી જિલ્લાના એક આશાસ્પદ શિક્ષકે અખિલ ભારતીય સિવિલ સર્વિસીસ રાષ્ટ્રીય સ્તરની તરણ સ્પર્ધા 2024-25માં રાજ્યનું નામ રોશન કર્યું છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની, નાંધઈ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં કાર્યરત શિક્ષિકા ધ્રુવિની પટેલે આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં 3 મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઇવિંગમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો. ધ્રુવિની પટેલની સિદ્ધિ ગર્વની વાત છે. શિક્ષકનું કર્તવ્ય માત્ર શિક્ષણ આપવાનું જ નથી પણ સમાજમાં પ્રેરણાસ્ત્રોત બનવાનું પણ છે. ધ્રુવિની પટેલે આ સિદ્ધાંતને સાચો સાબિત કર્યો છે. પોતાની મહેનત અને સમર્પણથી તેમણે સાબિત કર્યું કે જો ઇચ્છાશક્તિ મજબૂત હોય તો કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. તેમની આ સિદ્ધિથી તેમની શાળા, પરિવાર અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ ઐતિહાસિક પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો છે. રમતગમતમાં શિક્ષકોની ભૂમિકા રમતગમત ફક્ત મનોરંજનનું સાધન નથી, પરંતુ તે શિસ્ત, સખત ...

ખેરગામ:ગાંધીનગરના સામાજિક ઓડિટ યુનિટ દ્વારા ખેરગામ તાલુકાના નારણપોર ગામે ગ્રામસભા યોજાઈ.

Image
  ખેરગામ:ગાંધીનગરના સામાજિક ઓડિટ યુનિટ દ્વારા ખેરગામ તાલુકાના નારણપોર ગામે ગ્રામસભા યોજાઈ. ગુજરાત સરકારના સામાજિક ઓડિટ યુનિટ, ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રામ વિકાસ યોજનાઓ જેવી કે મહાત્મા ગાંધી નરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ),સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, 15મુ નાણાપંચ ,રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, મધ્યાહન ભોજન યોજના, આઈસીડીએસ- આંગણવાડી અને પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર (પીડીએસ) યોજનાઓના લાભો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે હેતુથી રાજ્યભરમાં સામાજિક ઓડિટ ની કામગીરી કરવામા આવી રહી છે જેના ભાગરૂપે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નારણપોર ગામે સામાજિક ઓડિટની કામગીરી માટે ગ્રામસભા યોજવામાં આવી હતી. જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ સભામાં વિવિધ યોજનાઓમાં થયેલી કામગીરી અને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ ગ્રામસભામાં ગ્રામજનોમાં સૂચનો અને પ્રશ્નો મેળવવામાં આવ્યા હતા. જેનું ગ્રામ પંચાયતના હોદ્દેદારો, ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખેરગામના સામાજિ...

ખેરગામ વેણ ફળિયાની વાવ ફાટક નજીક ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન.

Image
 ખેરગામ વેણ ફળિયાની વાવ ફાટક નજીક ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન. આજ રોજ ખેરગામના વેણ ફળિયાની વાવ ફાટક નજીક cricket ટુર્નામેન્ટનું ઉત્સાહપૂર્ણ આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન યુવા આગેવાન સુમિત પટેલ અને નિકુંજ પટેલના હસ્તે કરવામાં આવ્યું.  આ કાર્યક્રમનું આયોજન મિતેષ પટેલ, હિતેશ પટેલ, રાજેશ પટેલ, સાવંત પટેલ અને નિકુંજ પટેલની સંયુક્ત મહેનત દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વેણ ફળીયા ગૃપના સભ્યોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ વેણ ફળિયાના યુવાનોમાં એકતા અને ભાઈચારા વધારવો હતો, જેથી સમાજમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાય રહે. રમતોના માધ્યમથી ફળિયાની એકતા મજબૂત કરવામાં આવી અને તમામ ઉમરનાં લોકો માટે આ ટુર્નામેન્ટ આનંદદાયક હતી. આ પ્રસંગે પ્રિતિભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેને ઉપસ્થિત  લોકોએ ખાસ પસંદ કરી અને દિવસની મજા માણી. આ પ્રસંગે યુવાનો, બાળકોથી લઈને વૃદ્ધો, મહિલાઓ અને પુરુષો  ક્રિકેટ રમતાં અને ખેલાડીઓનો ઉત્સાહ વધારતાં જોવા મળ્યા. આ ટુર્નામેન્ટએ ફળિયામાં સંપ અને એકતા જાળવવાનો સરાહનીય પ્રયાસ કર્યો અને સમગ્ર વાતાવરણને ખુશી અને ઊર્...

નવી ભૈરવી પ્રાથમિક શાળામાં આનંદમેળો: "શાળાનું મેદાન બન્યું સ્વાદ અને આનંદનું કેન્દ્ર"

Image
નવી ભૈરવી પ્રાથમિક શાળામાં આનંદમેળો: "શાળાનું મેદાન બન્યું સ્વાદ અને આનંદનું કેન્દ્ર" નવી ભૈરવી પ્રાથમિક શાળામાં આયોજિત આનંદમેળો ગમતી અને સ્વાદિષ્ટ વાનગીઓ સાથે બાળકોના ઉત્સાહ અને કુશળતાનો ઉત્સવ બની રહ્યો. તાલુકા પંચાયત સદસ્ય શ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલા અને ગામનાં સરપંચશ્રી સુનીતાબેન પટેલે આ મેળાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બાળકો અને વાલીઓએ ભેગા મળી ઉત્સાહભેર ભાગ લીધો. પ્રદર્શન અને સ્ટોલ્સ: View this post on Instagram A post shared by @khergam_news_updates આ મેળાના મુખ્ય આકર્ષણમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ્સ હતા. વિદ્યાર્થીઓએ ખૂણેખૂણેથી વિવિધ વાનગીઓ બનાવી, તે વેચાણ માટે રજુ કરી. "બાળકોના હાથનો સ્વાદ!" – ભેલ, પાણીપુરી, સમોસા, ચા-પૌવા, ચાઇનીઝ ભેળ અને વડાપાઉં જેવા સ્ટોલ્સ પર લોકોની ભીડ જોવા મળી. કપકેક, ગાજર હલવો અને ગુલાબજાંબુ જેવા મીઠા વ્યંજનોએ લોકોના મોંમાં પાણી આવી ગયું. લોકોની ઉત્સાહભરી હાજરી: આ મહોત્સવમાં સરપંચશ્રી સુનીતાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ શ્રી વજીરભાઈ પટેલ અને એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી નવીનભાઈ પટેલ સહિત ગામના વડીલ...

ખેરગામના દોડવીરો ચીખલી મેરેથોનમાં ઝળક્યા – 45+ શ્રેણીમાં પ્રવિણભાઈ પટેલ ત્રીજા ક્રમે

Image
ખેરગામના દોડવીરો ચીખલી મેરેથોનમાં ઝળક્યા – 45+ શ્રેણીમાં પ્રવિણભાઈ પટેલ ત્રીજા ક્રમે ચીખલી ખાતે આયોજિત મેરેથોન દોડમાં ખેરગામના બે ખેલાડીઓએ તેમના ઉત્સાહ અને દમદાર પ્રદર્શન દ્વારા ગૌરવ મેળવ્યું છે. 10,000 મીટર દોડમાં 45 વર્ષથી વધુ વયજૂથ માટે યોજાયેલી સ્પર્ધામાં બાબુભાઈ સામજીભાઈ પટેલ અને પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલએ ખેરગામનું પ્રતિનિધિત્વ કર્યું. આ રેસમાં પ્રવિણભાઈ પટેલે ઉત્તમ દોડ કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. વિજેતાઓનું સન્માન ચીખલીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું, જેમાં પ્રવિણભાઈને ટ્રોફી અને ઈનામ એનાયત કરાયું. ખેલ અને આરોગ્ય પ્રત્યે પ્રવિણભાઈ અને બાબુભાઈ જેવા દોડવીરોનો ઉત્સાહ ખેરગામના યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમના આ સફળતા માટે ખેરગામવાસીઓમાં આનંદ અને ગૌરવનું માહોલ છે. "આ ઉંમરે આવી દોડમાં ભાગ લેવું એ જ મોટી વાત છે. પ્રવિણભાઈના ત્રીજા સ્થાનથી ખેરગામની ઓળખ ચમકી છે," – એવો પ્રતિસાદ ગામલોકોએ આપ્યો હતો. આ મેરેથોનના સંદર્ભમાં ખેરગામના અન્ય રમતવીરોને પણ પ્રોત્સાહન મળી રહે અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ આગળ વધે, એજ શુભકામના!

વિદાય સન્માન સમારોહ: નવી ભૈરવી પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષકશ્રી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં સન્માન સમારોહ યોજાયો.

Image
 વિદાય સન્માન સમારોહ: નવી ભૈરવી પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષકશ્રી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં સન્માન સમારોહ યોજાયો. શિક્ષક એટલે એક એવી શખ્સિયત, જે પોતાના સંસ્કારોથી સમાજ ઘડવાનું કાર્ય કરે છે. શ્રી અરવિંદભાઈ મંગાભાઈ પટેલ, જેમણે જીવનના ૩૩ વર્ષ અને ૬ મહિના શિક્ષણ ક્ષેત્રે નિમગ્ન રહી ભવિષ્યના નાયકોને ઘડ્યા. આજે જ્યારે તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે તેમની સફર કદી ભુલાય નહીં. બાળપણ અને શિક્ષણ મોજે ચીખલી તાલુકાના ઘેજ ભરડા ગામે એક ખેડૂત કુટુંબમાં જન્મેલા શ્રી અરવિંદભાઈએ ધોરણ ૧ થી ૧૨ સુધીની અભ્યાસયાત્રા ગુજરાતની વિવિધ શાળાઓમાં પૂર્ણ કરી. શિક્ષણ પ્રત્યેની અખંડ તલપ અને માતા-પિતાના સંસ્કારોએ તેમની જીવનયાત્રાને પથદર્શક બનાવી. શિક્ષક તરીકેની શરૂઆત તા. ૨૩-૦૪-૧૯૯૧ ના રોજ મોરબી જિલ્લાના માનસર પ્રાથમિક શાળાથી શિક્ષક તરીકેની સફર શરૂ કરનાર શ્રી અરવિંદભાઈએ પોતાની કર્તવ્યનિષ્ઠા અને શ્રદ્ધાથી ગામમાં નામના મેળવી. શિક્ષણમાં શિસ્ત અને શૌર્યના સમન્વયથી તેમણે શાળાના બાળકોના વ્યક્તિત્વના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ભૈરવી શાળામાં યોગદાન તા. ૦૯-૧૧-૨૦૦૬ ના રોજ ભૈરવી પ્રાથમિક શાળામાં જોડાયાં પછી તેમણ...

તોરણવેરા ગામે રક્તદાન કેમ્પનું સફળ આયોજન : ખેરગામ પીએસઆઈ શ્રી ગામીત સાહેબ દ્વારા હેલ્મેટ વિતરણ કરાયું.

Image
 તોરણવેરા ગામે રક્તદાન કેમ્પનું સફળ આયોજન : ખેરગામ પીએસઆઈ શ્રી ગામીત સાહેબ દ્વારા હેલ્મેટ વિતરણ કરાયું. તારીખ: 20 ડિસેમ્બર, 2024 સ્થળ: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તોરણવેરા ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તોરણવેરાના સંયુક્ત ઉપક્રમે રાજચંદ્ર હોસ્પિટલ, ધરમપુરના સહયોગ સાથે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્ઘાટન ડૉ. પૂજા પટેલ અને ખેરગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગામિત સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે થયું. ડૉ. પૂજા પટેલે પ્રથમ નાગરિક તરીકે રક્તદાન કરીને પ્રેરણાદાયક શરુઆત કરી. રક્તદાન કેમ્પની વિશેષતાઓ: પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને ગામના યુવાનોનું મહત્ત્વનું યોગદાન. કેમ્પ દરમિયાન રક્તદાતાઓને પ્રોત્સાહનરૂપે પીએસઆઈ ગામિત સાહેબ દ્વારા હેલ્મેટ વિતરણ કરાયું. પંચાયતના સભ્ય ભાવેશભાઈ વાઢુ અને તોરણવેરાના સરપંચ સુનીલભાઈ સહિત ગામજનોનો ઊંડો સહકાર. આ કાર્યક્રમમાં ગામના નાગરિકોએ ઉમળકાભર્યા ઉત્સાહ સાથે ભાગ લીધો અને સેવાકાર્યને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. અંતમાં, તોરણવેરા ગામના સરપંચ શ્રી સુનીલભાઈએ તમામ રક્તદાતાઓ, પાથસહયોગીઓ, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્...

Khergam : ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ગૌરી ગામે શાળાના મકાનનું ભૂમિપૂજન કરાયું.

Image
 Khergam : ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ગૌરી ગામે શાળાના મકાનનું ભૂમિપૂજન કરાયું. નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકાના ગૌરી ગામે 13 નવેમ્બર 2024ના બુધવારે પૂર્વ કેબિનેટ મંત્રી અને ગણદેવી વિસ્તારના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ગૌરી પ્રાથમિક શાળાના નવા મકાનના બાંધકામના ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી. ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પધારેલ મહાનુભાવોના ઉપસ્થિતિમાં આ વિધિ ઉજવાઈ હતી. શ્રી નરેશભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ગામના બાળકોને વધુ સારી અને સુવિધાસભર શૈક્ષણિક માળખું મળે તે માટે શાળાના નવા મકાનનું નિર્માણ કરાયું છે. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અરુણકુમાર અગ્રવાલ સાહેબ,ખેરગામ તાલુકા પ્રમુખ શ્રી રાજેશભાઈ, ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી ભીખુભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચુનીભાઈ, જિલ્લા પંચાયત સભ્ય અને આરોગ્ય સમિતિ અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન, તાલુકા સભ્ય શ્રી હિરલભાઈ, તેમજ પાણીખડકના સરપંચ શ્રી અશ્વિનભાઈ, તોરણવેરાના સરપંચ શ્રી સુનિલભાઈ, ડેબરપાડાના સરપંચ શ્રી અશ્વિનભાઈ, જામનપાડાના કરશનભાઈ, આછવણીના રમણભાઈ,...

ખેરગામના દોડવીરોની નાસિક નેશનલ ચેમ્પિયનશીપમાં સિદ્ધિ: ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે ખેરગામનું નામ રોશન

Image
ખેરગામના દોડવીરોની નાસિક નેશનલ ચેમ્પિયનશીપમાં સિદ્ધિ: ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે ખેરગામનું નામ રોશન તા 25/10/2024 થી તથા 27/10/2024 દરમિયાન મહારાષ્ટ્ર  નાસિકના મીનાતાઈ બાલ ઠાકરે સ્ટેડિયમ ખાતે 3rd NATIONAL VETERANS SPORTS CHAMPIONSHIP 2024નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ તથા ઈન્ટરનેટ નેશનલના ખેલાડીઓએ ભાગ લીધો હતો . જેમાં ખેરગામ તાલુકામાંથી બાબુભાઈ સામજીભાઈ પટેલ ST નિવૃત કર્મચારી (વાળી ફળિયા નાધઈ) 800મી.દોડમા પ્રથમ નંબર મેળવી એક ગોલ્ડ મેડલ, 1500મી દોડ-તથા  400મી દોડ મા બીજો નંબર મેળવી બે સિલ્વર મેડલ -200મી- દોડમાં ત્રીજો નંબર મેળવી એક બ્રોન્ઝ મેડલ , મણિલાલ લલ્લુભાઈ પટેલ નિવૃત શિક્ષક ગાંધીનગર સોસાયટી ખેરગામ (ભૈરવી) 5000મી.દોડ બીજો નંબર (નં -2) મેળવી એક સિલ્વર મેડલ તથા પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલ (પોમાપાળ) નગીનદાસનગર ખેરગામ(બહેજ પ્રા.શા.) 400મી તથા 800મી દોડમાં પ્રથમ નંબર મેળવી બે ગોલ્ડ મેડલ તથા લાંબી કૂદ તથા ત્રિપલજંપમા ત્રીજો નંબર મેળવી  બે બ્રોન્ઝ મેડલ મેળવી ખુબ જ સુંદર દેખાવ કરી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું હતું. પ્રવિણભાઈ પટેલે બે ગોલ્ડ મેડલ, બે સિલ્વર ...

Khergam|Toranvera : તોરણવેરા ગામની ઉ.બુ. આશ્રમશાળા અને ઉ.મા.શાળાનાં આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ યોજાયો.

Image
 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

વિદાય સન્માન સમારંભ: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
વિદાય સન્માન સમારંભ: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : 19-10-2024નાં દિને ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકશ્રી હર્ષદભાઈ છગનભાઈ પટેલનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. ચીખલી તાલુકાનાં ગોડથલ ગામનાં છગનભાઈ પટેલના પાંચ સંતાનોમાં ત્રણ ભાઈ અને બે બહેનોમાં હર્ષદભાઈ પટેલ સૌથી મોટા. તેમનો જન્મ 18મી ઓક્ટોબર 1966નાં દિને ચીખલી તાલુકાના ગોડાથલ ગામમાં થયો હતો. તેમણે 1થી4નું પ્રાથમિક શિક્ષણ  ગોડથલ પ્રાથમિક શાળામાં અને 5થી7નું શિક્ષણ અગાસી બુનિયાદી શાળામાં મેળવ્યું હતું. જ્યારે 8થી10નું માઘ્યમિક શિક્ષણ ગ્રામ ભારતી ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં મેળવ્યું અને વનસેવા વિદ્યાલય બિલપુડી તા. ધરમપુર જિ.વલસાડમાં ડિપ્લોમા પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ 1995માં રાજકોટની બાળટ્ન‌ વિદ્યાલયમાં પીટીસી પૂર્ણ કર્યું. તેમની પ્રથમ નિમણૂક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની નાની લાખાવડ પ્રાથમિક શાળામાં થઈ હતી.ત્યાં તેમણે 8 વર્ષ સેવા બજાવી હતી ત્યારબાદ તેઓ તાલુકા ફેરબદલીમાં ચાવંડી પે સેન્ટરમાં 4 વર્ષ સેવા બજાવી તારીખ 13-06-2003નાં દિને જિલ્લા ફેરબદલીમા નવસારી જિલ્લાના ખે...

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યા,

Image
 Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યા, કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત  ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શ...

ગૌરવવંતુ જીવન સાર્થક કરનાર શિક્ષક : સ્વ. બહાદુરભાઈ ગરાસિયા

Image
ગૌરવવંતુ જીવન સાર્થક કરનાર શિક્ષક : સ્વ. બહાદુરભાઈ ગરાસિયા  ગૌરી આશ્રમ શાળામાં 30 વર્ષ સુધી ટ્રસ્ટી અને પ્રમુખશ્રી તરીકે સેવા આપી હતી. નોકરીના ૩૮ વર્ષ  પૂર્ણ કરી ૩૧ વર્ષ સુધી પેન્શન મેળવ્યું.  સ્વ. બહાદુરભાઈ ગરાસિયાએ  સ્વ.ભાણાભાઈ મંગાભાઈ ગરાસિયાનાં  આઠ સંતાનોમાં ૬ઠ્ઠું સંતાન. "નાગળા ગરાસિયા" આદિવાસી ધોડિયા સમાજનું કુળ. તેમનો જન્મ આઝાદી પહેલાં તારીખ:૦૧-૦૧-૧૯૩૫નાં દિને નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકાનાં કાકડવેરી ગામમાં થયો હતો. વર્ષ ૨૦૨૪ની ૨૯મી સપ્ટેમ્બરે ૮૯માં વર્ષે તેમનો સ્વર્ગવાસ થયો. તેમણે પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં મેળવ્યું હતું. ત્યાં  તેમણે  ફાઈનલ ૭નો અભ્યાસ કરી તેમણે બીલીમોરા  ખાતે પીટીસીનો અભ્યાસ કરી તારીખ ૧૭-૦૮-૧૯૫૫માં ધરમપુર તાલુકાના બેડમાળ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નિમણૂક મેળવી હતી. ત્યારબાદ રાજપુરી તલાટ પ્રાથમિક શાળા અને છેલ્લે પોતાના ગામની કાકડવેરી શાળામાં તારીખ: ૩૦-૦૮-૧૯૯૩નાં  રોજ નિવૃત્ત થયા હતા. છતાં તેઓ આજીવન વિદ્યાર્થી રહ્યા હતાં તેમના પુત્રી ઉર્મિલાબહેનના જણાવ્યા મુજબ સવારે વહેલા ઉઠી પૂજાપાઠ કરી ચા પાણી કર્યા પછી એકાદ ...

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

Image
Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ...

Khergam : નાંધઈ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો.

Image
  Khergam : નાંધઈ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો. તારીખ : ૧૫-૦૨-૨૦૨૪નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત નાંધઈ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો હતો. જેમાં બાળકોને શિક્ષકો તરફથી મળેલી પૂર્વ સૂચના અનુસાર તમામ બાળકો પૂરી તૈયારી સાથે આનંદ મેળામાં ભાગ લેવા ઉત્સુક બન્યા બન્યા હતા.જેમાંથી ૬૨ જેટલી વાનગીઓના સ્ટોલ ઊભા કરવામાં હતાં.  બધી જ વાનગીઓ ઘરે બનાવેલી હતી અને વૈવિધ્યાસભર હતી. સ્વરછતા જળવાઈ રહે એ માટે સ્ટોલ પરના તમામ વિદ્યાર્થીઓને માથા પર કેપ તથા હાથમાં હેન્ડ ગ્લોઝ પહેરાવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ સાથે ગામના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને આનંદ મેળાની મજા માણી હતી.  બાળકોને નફો અને ખોટની પ્રત્યક્ષ અનુભવનાં આધારે સમજ મેળવી શક્યા હતા. અવનવી વાનગીઓ ગ્રામજનો પોતાના પરિવાર માટે  ઘરે પણ લઈ ગયા હતા. આચાર્યશ્રીના નિવેદન મુજબ દરેક સ્ટોલ પર ૮:૩૦ થી ૧૨:૩૦ કલાક સુધીમાં ઓછામાં ઓછો ૫૦૦ રૂપિયા અને વધુમાં વધુ ૩૦૦૦ હજારની આસપાસનું વેચાણ કર્યું હતું. આનંદ મેળાની પૂર્ણાહૂતિ  બાદ દરેક સ્ટોલનાં બાળકો દ્વારા લેખિત સ્વરૂપે નફા નુકશાનના હિસાબ રજૂ કરી પોતપોતાના અભિપ્રાય રજ...

Nandhai: નાંધઈ પ્રાથમિક શાળામા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.

Image
  Nandhai: નાંધઈ પ્રાથમિક શાળામા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ : ૨૧-૦૨-૨૦૨૪નાં દિને નાંધઈ પ્રાથમિક શાળામા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રંગલો- રંગલી નાં પાત્ર દ્વારા રમૂજી સંવાદો દ્વારા ગુજરાતી માતૃભાષા ગૌરવને બિરદાવતા વિવિધ નાટકો દ્વારા બાળકોને ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું. નાટકો દ્વારા બાળકોને સાચા અર્થમાં માતૃભાષાનું મહત્વ જાણવા મળ્યું હતું. બાળકોને ગુજરાતી ભાષાની વિવિધતા જોવા મળી હતી. નાટકો, ગીતો અને રમૂજી સંવાદો દ્વારા વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. બાળકો દ્વારા બધી જ પ્રવૃત્તિઓ ભાવસભર રીતે રજૂ કરી હતી.  શાળાનાં આચાર્યશ્રી જીતુભાઈ પટેલ દ્વારા માતૃભાષાનું મહત્ત્વ સમજાવી ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતાં.

નાંધઈ પ્રાથમિક શાળામાં પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાયો.

Image
  નાંધઈ પ્રાથમિક શાળામાં પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાયો.  તારીખ : ૨૨-૦૨-૨ ૦૨૪નાં દિને નાંધઈ પ્રાથમિક શાળામાં બાળકોને બાળપણથી પ્રાકૃતિક ખેતી અંગેનું જ્ઞાન મળી રહે એ  હેતુસર સેમિનાર યોજાયો. જેમાં વાવ ગામના પ્રાકૃતિક ખેતી વિષયક જાણકાર રેખાબેન પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને ફાયદાઓ અંગે જાણકારી આપી હતી. જમીન માટે જરૂરી પોષક તત્વો માટે કુદરતી ખાતર અને જમીનની ફળદ્રુપતા ટકાવવા અગત્યનો ભાગ ભજવે છે.તે વાત કહી હતી. તેમજ રાસાયણિક ખાતર કે દવાનો નહિવત ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. લાંબાગાળે તેનાથી થતું નુકશાન અંગે પણ બાળકોને સમજ આપી હતી. વર્મિકમપોસ્ટ ખાતર વિશે પણ બાળકોને માહિતગાર કર્યા હતા.  તેમજ દેશી ગાયની ઓળખ કેવી રીતે કરવી? તેને ગૌમાતા શા માટે કહેવામાં આવે છે? તે વિશે માહિતી આપી હતી.  ધરતીને ' માતા ' કેમ કહેવામાં આવે છે? અને તેનું જતન તથા રક્ષણ કરવા માટે બાળકોને માર્ગદર્શિત કર્યા હતા. ખેડૂતોએ ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે તે અંગે સરળ રીતે સમજ આપી હતી.

Khergam: ખેરગામ ખાતે માન.વડાપ્રધાનશ્રીની નવસારી (વાંસી બોરસી)માં યોજાનાર જાહેર સભાનાં કાર્યક્રમ આયોજન અંગેની મીટિંગ યોજાઇ.

Image
ખેરગામ ખાતે માન.વડાપ્રધાનશ્રીની નવસારી (વાંસી બોરસી)માં યોજાનાર જાહેર સભાનાં કાર્યક્રમ આયોજન અંગેની મીટિંગ યોજાઇ. તારીખ : ૧૬-૦૨-૨૦૨૪નાં દિને ૧૧:૦૦ કલાકે તાલુકા સેવાસદન ખેરગામ ખાતે માનનીય વડાપ્રધાનશ્રીની નવસારી (વાંસી બોરસી)જાહેર સભાનાં કાર્યક્રમ અંગેનાં આયોજન અંગે વાંસદા પ્રાંત અધિકારીશ્રી  ડી.આઇ.પટેલ સાહેબની અધ્યક્ષતામાં અગત્યની મીટિંગ યોજાઇ.  જેમાં તા.૨૨/૦૨/૨૦૨૪ ના રોજ માન. વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ઉપસ્થિતિમાં મુ.વાંસી બોરસી તા જલાલપોર જિ. નવસારી ખાતે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ખાર્તમુહૂર્ત તથા જાહેર સભાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.  જેને અનુલક્ષીને ખેરગામ તાલુકામાંથી જનમેદની ગ્રામ્ય કક્ષાએથી  કાર્યક્રમ સ્થળ સુધી લાવવા તથા લઇ જવા માટે રૂટ નક્કી કરવા, કાર્યક્રમમાં ફાળવેલ અધિકારી તથા કર્મચારીઓની જવાબદારી નક્કી કરવા, પાણી, નાસ્તાની સગવડ, માણસોને લાવવા લઈ જવાની જવાબદારી નક્કી કરવા જેવી બાબતે સુચારૂ રીતે પાર પડે તે માટે કાર્યક્રમના આયોજન અને અમલીકરણની કામગીરી માટે પ્રાંત અધિકારીશ્રી ડી. આઇ.પટેલ સાહેબ દ્વારા  માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનાં આયો...