તોરણવેરા ગામે રક્તદાન કેમ્પનું સફળ આયોજન : ખેરગામ પીએસઆઈ શ્રી ગામીત સાહેબ દ્વારા હેલ્મેટ વિતરણ કરાયું.
તારીખ: 20 ડિસેમ્બર, 2024
સ્થળ: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તોરણવેરા
ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તોરણવેરાના સંયુક્ત ઉપક્રમે રાજચંદ્ર હોસ્પિટલ, ધરમપુરના સહયોગ સાથે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પનું ઉદ્ઘાટન ડૉ. પૂજા પટેલ અને ખેરગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગામિત સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે થયું. ડૉ. પૂજા પટેલે પ્રથમ નાગરિક તરીકે રક્તદાન કરીને પ્રેરણાદાયક શરુઆત કરી.
રક્તદાન કેમ્પની વિશેષતાઓ:
પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને ગામના યુવાનોનું મહત્ત્વનું યોગદાન.
કેમ્પ દરમિયાન રક્તદાતાઓને પ્રોત્સાહનરૂપે પીએસઆઈ ગામિત સાહેબ દ્વારા હેલ્મેટ વિતરણ કરાયું.
પંચાયતના સભ્ય ભાવેશભાઈ વાઢુ અને તોરણવેરાના સરપંચ સુનીલભાઈ સહિત ગામજનોનો ઊંડો સહકાર.
આ કાર્યક્રમમાં ગામના નાગરિકોએ ઉમળકાભર્યા ઉત્સાહ સાથે ભાગ લીધો અને સેવાકાર્યને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
અંતમાં, તોરણવેરા ગામના સરપંચ શ્રી સુનીલભાઈએ તમામ રક્તદાતાઓ, પાથસહયોગીઓ, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.