Posts

Showing posts with the label વિદાય સન્માન સમારંભ

વિદાય સન્માન સમારોહ: નવી ભૈરવી પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષકશ્રી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં સન્માન સમારોહ યોજાયો.

Image
 વિદાય સન્માન સમારોહ: નવી ભૈરવી પ્રાથમિક શાળાનાં મુખ્ય શિક્ષકશ્રી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં સન્માન સમારોહ યોજાયો. શિક્ષક એટલે એક એવી શખ્સિયત, જે પોતાના સંસ્કારોથી સમાજ ઘડવાનું કાર્ય કરે છે. શ્રી અરવિંદભાઈ મંગાભાઈ પટેલ, જેમણે જીવનના ૩૩ વર્ષ અને ૬ મહિના શિક્ષણ ક્ષેત્રે નિમગ્ન રહી ભવિષ્યના નાયકોને ઘડ્યા. આજે જ્યારે તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે તેમની સફર કદી ભુલાય નહીં. બાળપણ અને શિક્ષણ મોજે ચીખલી તાલુકાના ઘેજ ભરડા ગામે એક ખેડૂત કુટુંબમાં જન્મેલા શ્રી અરવિંદભાઈએ ધોરણ ૧ થી ૧૨ સુધીની અભ્યાસયાત્રા ગુજરાતની વિવિધ શાળાઓમાં પૂર્ણ કરી. શિક્ષણ પ્રત્યેની અખંડ તલપ અને માતા-પિતાના સંસ્કારોએ તેમની જીવનયાત્રાને પથદર્શક બનાવી. શિક્ષક તરીકેની શરૂઆત તા. ૨૩-૦૪-૧૯૯૧ ના રોજ મોરબી જિલ્લાના માનસર પ્રાથમિક શાળાથી શિક્ષક તરીકેની સફર શરૂ કરનાર શ્રી અરવિંદભાઈએ પોતાની કર્તવ્યનિષ્ઠા અને શ્રદ્ધાથી ગામમાં નામના મેળવી. શિક્ષણમાં શિસ્ત અને શૌર્યના સમન્વયથી તેમણે શાળાના બાળકોના વ્યક્તિત્વના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ભૈરવી શાળામાં યોગદાન તા. ૦૯-૧૧-૨૦૦૬ ના રોજ ભૈરવી પ્રાથમિક શાળામાં જોડાયાં પછી તેમણ...

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

Image
 વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.  અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.  તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી.  ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર્ષ ફરજ ...

વિદાય સાથે વિદ્યા: શ્રી ડાહ્યાભાઈ કુરકુટિયાના શૈક્ષણિક યોગદાનનું સન્માન

Image
વિદાય સાથે વિદ્યા: શ્રી ડાહ્યાભાઈ કુરકુટિયાના શૈક્ષણિક યોગદાનનું સન્માન ધરમપુર વિધાનના માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા, કાંગવીના નિષ્ઠાવાન શિક્ષક શ્રી ડાહ્યાભાઈ ઝેડ. કુરકુટિયાનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો હતો.  આ નિવૃત્તિ સન્માન સમારંભમાં શ્રી ડાહ્યાભાઈ ઝેડ. કુરકુટિયાના લાંબા સમયથી શાળામાં આપેલ મહત્વપૂર્ણ યોગદાનને પ્રગટ કરવાનો અને તેમની આદરણીય સેવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો ઉદ્દેશ હતો. આ સમારંભમાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, શાળાના અન્ય શિક્ષકવર્ગ, તેમજ સ્થાનિક આગેવાનોની હાજરી રહી હતી. શ્રી કુરકુટિયાએ શૈક્ષણિક ક્ષેત્રમાં કાંગવી શાળામાં ઘણા વર્ષો સુધી મહત્વપૂર્ણ કામગીરી કરી હતી અને વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક ઉત્કર્ષ તેમજ સકારાત્મક મૂલ્યોના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા. સમારંભ દરમિયાન ધારાસભ્યશ્રીએ તેમના પ્રશંસાપાત્ર કાર્યોને બિરદાવતા જણાવ્યું કે, તેઓ માત્ર એક શિક્ષક નથી, પરંતુ સમાજને સકારાત્મક દિશામાં આગળ ધપાવવા માટે એક પ્રેરણાસ્રોત છે. આ વિદાય સન્માન સમારંભે માન્ય અતિથિગણો અને ઉપસ્થિત લોકોએ શિક્ષકશ્રી ડાહ્યાભાઈ કુર...

Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

Image
Dharampur news : ધરમપુર તાલુકાની પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો વિદાય સન્માન સમારોહ યોજાયો. ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુર તાલુકાની પી.એમ. શ્રી બીલપુડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં તેમના નિષ્ઠાવાન શિક્ષક જીવનની સેવા અને યોગદાનને લઈ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી વિજયસિંહ ગાંડાભાઈ પરમારના નિવૃત્તિ સમારંભે એમની કર્તવ્યનિષ્ઠા, શિક્ષણ માટેનો જુસ્સો અને બાળકો માટેની લાગણીભર્યો અભિગમ ખૂબ નોંધનીય છે. પી.એમ.શ્રી બીલપુડી પ્રાથમિક શાળામાં એમણે અનેક વર્ષો સુધી શિક્ષણના ઉચ્ચ માપદંડોને પ્રોત્સાહન આપ્યું, તથા શાળાના વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલને સન્માનિત કરાયા                     આ ઉપરાંત, આ પ્રસંગે અરવિંદભાઈ પટેલે પણ વિજયસિંહ પરમારના યોગદાન માટે તેમનો આભાર માન્યો હતો. અને એમના જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી સૌને પ્રેરણા લેવા આહ્વાન કર્યું. તેમણે શિક્ષણક્...

Khergam|Toranvera : તોરણવેરા ગામની ઉ.બુ. આશ્રમશાળા અને ઉ.મા.શાળાનાં આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ યોજાયો.

Image
 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

વિદાય સન્માન સમારંભ: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
વિદાય સન્માન સમારંભ: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : 19-10-2024નાં દિને ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકશ્રી હર્ષદભાઈ છગનભાઈ પટેલનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. ચીખલી તાલુકાનાં ગોડથલ ગામનાં છગનભાઈ પટેલના પાંચ સંતાનોમાં ત્રણ ભાઈ અને બે બહેનોમાં હર્ષદભાઈ પટેલ સૌથી મોટા. તેમનો જન્મ 18મી ઓક્ટોબર 1966નાં દિને ચીખલી તાલુકાના ગોડાથલ ગામમાં થયો હતો. તેમણે 1થી4નું પ્રાથમિક શિક્ષણ  ગોડથલ પ્રાથમિક શાળામાં અને 5થી7નું શિક્ષણ અગાસી બુનિયાદી શાળામાં મેળવ્યું હતું. જ્યારે 8થી10નું માઘ્યમિક શિક્ષણ ગ્રામ ભારતી ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં મેળવ્યું અને વનસેવા વિદ્યાલય બિલપુડી તા. ધરમપુર જિ.વલસાડમાં ડિપ્લોમા પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ 1995માં રાજકોટની બાળટ્ન‌ વિદ્યાલયમાં પીટીસી પૂર્ણ કર્યું. તેમની પ્રથમ નિમણૂક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની નાની લાખાવડ પ્રાથમિક શાળામાં થઈ હતી.ત્યાં તેમણે 8 વર્ષ સેવા બજાવી હતી ત્યારબાદ તેઓ તાલુકા ફેરબદલીમાં ચાવંડી પે સેન્ટરમાં 4 વર્ષ સેવા બજાવી તારીખ 13-06-2003નાં દિને જિલ્લા ફેરબદલીમા નવસારી જિલ્લાના ખે...

Khergam: બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો.

Image
 Khergam: બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો. તારીખ : 22-06-2024નાં દિને બહેજ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકશ્રી ચંપકભાઈ પટેલનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો હતો. તેમનો  જન્મ વાંસદા તાલુકાનાં વાંદરવેલા ગામે  2જી માર્ચ 1966નાં દિને થયો હતો.  તેમણે પ્રાથમિક શિક્ષણ વાંદરવેલા ગામની ઉતાર ફળિયા વર્ગ શાળામાં ધોરણ 1થી3, વાંદરવેલા મુખ્ય શાળામાં ધોરણ 4થી5, સારવણી શાળામાં ધોરણ 6થી7 અને વી.એસ.પટેલ વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. જ્યારે માતાપિતા, શિક્ષક, કુટુંબીજનોના પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શનથી ખંડુ ભાઈ હરિભાઈ દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર વાપીમાંથી બુનિયાદી અધ્યાપન પ્રવીણ પ્રમાણપત્રની પરીક્ષા વર્ષ 1985માં પાસ કરી પી.ટી.સી.ની પદવી મેળવી હતી. તેમણે તા.29-09-1986નાં દિને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત, વાંસદા તાલુકાની રવાણિયા ડુંગરી ફળિયા વર્ગશાળામાં પ્રથમ નિમણૂંક મેળવી હતી. ત્યાં તેમણે 12 વર્ષ 2 માસની ફરજ બાદ બદલી થતાં તા.17-06-2000 નાં રોજ  ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળામાં વયનિવૃત્તિના સમય સુધી સતત 25 વર્ષ બહેજ પ્રાથમિક શાળ...

ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

Image
 ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આજીવન માઁ સરસ્વતીની સાધના કરનાર શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલને વંદન સહ પુષ્પગુચ્છથી અભિવાદન કરી સ્વસ્થ અને સમૃદ્ધ નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આજરોજ ચીખલી તાલુકાના ગોડથલ ગામે, માળી ફળિયા પ્રાથમિક શાળા ખાતે વયનિવૃત્ત થતા મુખ્ય શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલના... Posted by Naresh Patel on  Tuesday, June 18, 2024 View this post on Instagram A post shared by Naresh Patel (@min.nareshpatel)

ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળાના શિક્ષક અમ્રતભાઈ પટેલનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.

Image
  તારીખ:૨૧-૧૦-૨૦૨૩નાં દિને પાટી પ્રાથમિક શાળા તા.ખેરગામ,જિ.નવસારીનનાં ઉપશિક્ષકશ્રી અમૃતભાઈ ગુલાબભાઈ પટેલનો વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો. જેમાં તેમને શાલ ઓઢાડી તથા સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું.  તેઓ કાકડવેરી ગોડાઉન ફળિયામાં તા.૦૨/૦૬/૧૯૬૫માં જન્મીને શરૂઆતથી જ શિક્ષણમાં રસ ધરાવી શિક્ષણ જગતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. તા.૧૩/૦૭/૧૯૯૦ ના દિને ખાતામાં દાખલ થઈ. પ્રથમ તેઓ ચીંચપાડા પ્રા.શાળા, તા.ધરમપુરમાં નિમણુંક મેળવી ૬ વર્ષ ૧૧ માસ સેવા બજાવી. તા.૧૪/૦૬/૧૯૯૭ થી સિદુમ્બર પ્રા.શાળામાં ૩ વર્ષ ૧૧ માસ સેવા બજાવી અને તા.૧૨/૦૬/૨૦૦૧ થી ૩૧/૧૦/૨૦૨૩ સુધી પાટી  પ્રાથમિક શાળામાં ૨૨ વર્ષ ૩ માસ અને ૧૯ દિવસ સેવા આપી. તેમણે પાટી પ્રાથમિક શાળામાં આવી પ્રગતિના નવાં પીંછા ઉમેર્યા. શાળા અને બાળકોને પોતાનો પરિવાર બનાવ્યો. શાળાની શૈક્ષણિક અને ભૌતિક પ્રગતિ માટે સતત ચિંતન કરતા. બાળકોને મા ના જેવો પ્રેમ,પિતાના જેવું વાત્સલ્ય, મિત્ર જેવો સ્નેહ અને શિક્ષક તરીકે શિક્ષકત્ત્વ અદા કરી સમાજમાં એક ઉત્તમ પ્રતિતી કરાવી, શાળા અને શિક્ષણને કર્મ અને ધર્મ બનાવી બાળકોમાં શિક્ષણ ...

ડેબરપાડા પ્રાથમિક શાળાનાં કેન્દ્ર શિક્ષક શ્રીમતી શારદાબેન પટેલનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો.

Image
  ડેબરપાડા પ્રાથમિક શાળાનાં  કેન્દ્ર શિક્ષક શ્રીમતી શારદાબેન પટેલનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો. તારીખ ૨૦-૧૦-૨૦૨૩નાં દિને ડેબરપાડા પ્રાથમિક શાળાનાં  કેન્દ્ર શિક્ષક  શ્રીમતી શારદાબેન  પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો. વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા ડેબરપાડા પ્રાથમિક શાળા તા.ખેરગામ,જિ.નવસારીના કેન્દ્ર શિક્ષક શ્રીમતી શારદાબેન ભાણાભાઇ પટેલ શરૂઆતથી જ શિક્ષણમાં રસ ધરાવી શિક્ષણ જગતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. તા.૨૦/૩/૧૯૮૫ ના દિને વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકાનાં વલવાડા કેન્દ્રની  સંઘાડીપાડા પ્રા. શાળામાં સૌ પ્રથમ નિમણૂક થઈ.  ત્યાર બાદ ૧૦/૨/૧૯૮૯ ના દિને ડેબરપાડા પ્રા. શાળા તા.ખેરગામ, જિ.નવસારીમાં જિલ્લાફેર બદલી થતાં હાજર થયા. ડેબરપાડા પ્રા. શાળા માં ૩૪ વર્ષ ૮ માસ સેવા આપી જેમાં છેલ્લા બે વર્ષથી કેન્દ્ર શિક્ષક તરીકેની ફરજ બજાવી. તેમણે આ શાળામાં આવી પ્રગતિનાં નવાં પીંછા ઉમેર્યા, શાળા અને બાળકોને પોતાના પરિવાર બનાવ્યો. તેમણે શાળાના નવા મકાનના બાંધકામમાં ખૂબ જ ભગીરથ પરિશ્રમ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે. શાળાની ભૌતિક,શૈક્ષણિક સુવિધા માટે સતત ચિંતન કરત...

પાણીખડક પ્રાથમિક શાળાના ઉપશિક્ષકશ્રી તથા પૂર્વ સીઆરસી કાંતિલાલ પટેલનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો.

Image
  પાણીખડક પ્રાથમિક શાળાના ઉપશિક્ષકશ્રી તથા પૂર્વ સીઆરસી કાંતિલાલ પટેલનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો. તારીખ : ૨૦-૧૦-૨૦૨૩નાં દિને પાણીખડક પ્રાથમિક શાળાના ઉપશિક્ષકશ્રી કાંતિલાલ પટેલનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો. તેમનો જન્મ તા.૦૧/૦૬/૧૯૬૫ ના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સતાડિયા ગામે સંસ્કારી અને પરિશ્રમી પરિવારમાં થયો હતો. બાલ્યકાળનાં શરૂઆતથી જ શિક્ષણમાં રસ ધરાવી શિક્ષણ જગતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. તેમણે તારીખ ૨૩/૦૯/૧૯૯૧ના રોજ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની ધરમપુર પ્રાથમિક શાળામાં પ્રથમ નિમણુંક મેળવી ૧૩ વર્ષ ૧૦ માસ ૨૪ દિવસ સેવા બજાવી હતી. ત્યારબાદ નવસારી જિલ્લામાં તારીખ ૧૮/૦૮/૨૦૦૫ થી ઉપલી બેજઝરી ફળિયા પ્રાથમિક શાળામાં ૧ વર્ષ ૨ માસ ૨૧ દિવસ સેવા બજાવી અને આછવણી મુખ્ય પ્રા.શાળામાં ૪ વર્ષ ૧૦ માસ ૨૬ દિવસ સેવા બજાવી અને સી.આર.સી. આછવણીમાં ૫ વર્ષ ૬ માસ ૩ દિવસ સેવા આપી અને ઉચાબેડા વાડ પ્રા.શાળામાં ૩ વર્ષ ૭ માસ ૨૩ દિવસ સેવા બજાવી અને પાણીખડક પ્રા. શાળામાં ૨ વર્ષ ૧૦ માસ ૨૬ દિવસ સેવા આપી આમ કુલ ૩૨ વર્ષ ૧ માસ ૮ દિવસ શૈક્ષણિક કાર્યક્ષેત્રમાં ઓતપ્રોત રહી બાળક...

પણંજ પ્રાથમિક શાળાની ઉપશિક્ષિકા શ્રીમતિ લીલાબેન પટેલનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.

Image
     પણંજ પ્રાથમિક શાળાની ઉપશિક્ષિકા શ્રીમતિ લીલાબેન પટેલનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો. તારીખ :૧૬-૧૦-૨૦૨૩નાં દિને  પણંજ પ્રાથમિક શાળાની  ઉપશિક્ષિકા શ્રીમતિ લીલાબેન પટેલનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો.  તેમનું પ્રાથમિક શિક્ષણ ઝેરી પ્રાથમિક શાળા, તા. વાંસદામાં માધ્યમિક શિક્ષણ પ્રતાપનગરમાં અને પી. ટી. સી. કોલેજ રાજકોટ મુકામે પૂર્ણ કરી જુલાઇ ૧૯૮૫થી શિક્ષિકા તરીકે પવિત્ર વ્યવસાયની શરૂઆત કર હતી.  તેઓ સૌ પ્રથમ  પ્રાથમિક શાળા ડુમસ-૩ જિ. સુરતમાં જોડાયા હતાં  ત્યાર બાદ વિદ્યામંદિર પણંજ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપી તેમના જીવનના મહામૂલ્ય વર્ષો પવિત્ર વ્યવસાયમાં સમર્પિત કર્યાં. તેઓ નિયમિતતા, કર્તવ્યનિષ્ઠા, વ્યવહાર કુશળતા, ઉદારભાવ, મિલનસાર સ્વભાવ, સર્વ પ્રત્યેનો વાત્સલ્ય ભાવ જેવા સદગુણોથી શૈક્ષણિક, સામાજીક સાંસ્કૃતિક, પ્રવૃતિઓમાં અગ્રેસર રહ્યાં. તેમણે સેવાકાળ દરમ્યાન તેમની શકિત સુઝા પ્રતિભા અને જ્ઞાન દ્વારા બાળકોના જીવન ઘડતરમાં અમૂલ્ય ફાળો પ્રદાન અવિસ્મરણીય સેવા આપી હતી. તેઓ સહ કર્મચારીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે. તેમનું નિવૃતિમય શેષજીવન ...