Posts

Showing posts from July, 2023

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું.

Image
            આજરોજ  તારીખ ૩૧-૦૭-૨ ૦૨૩નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તારીખ 26.07.23ના રોજ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ત્યાર બાદ તારીખ.27.07.2023 ના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવી અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા.જેમાં માત્ર 14 ઉમેદવારે  ઉમેદવારી ફોર્મ સાચા હતા જેમને નિશાન ની ફાળવણી કરવામાં આવી...તેમજ ધોરણ 5થી 8 માં બધા ઉમેદવારો એ પ્રચાર કર્યો... તથા આ માટે વિવિધ પ્રિસાઇડિંગ ઓફિસર,પોલિગ ઓફિસર, પટાવાળા, પોલીસ ની નિમણુંક કરવામાં આવી. મતદાન માટે  ધોરણ 5 થી 8 ના બાળકોની મતદાર યાદી તૈયાર કરવામાં આવી એને ત્યારબાદ તારીખ.31.07.23 ના રોજ   બાળ સંસદ ની ચૂંટણી યોજવામાં આવી જેમાં મહા મંત્રી અને ઉપમહામંત્રી નક્કી કરવામાં આવ્યા તે લોકો એક મિટિંગ કરી આખું   મંત્રીમંડળ ની રચના કરી મંત્રી અને ઉપમંત્રી ની નિમણુક કરવામાં આવી હતી. તે લોકો ની વિવિધ ટુકડીના સભ્યો ની રચના કરી વિવિધ કામગીરી અંગે નો રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.. જેમાં મહામંત્રી અને ઉપમહામંત્રી ના કર્યો તેમજ મંત્રી ના કર્યો ની સમજણ...

ખેરગામમાં અનાથ બાળકીના પરિવારની વ્હારે આવેલ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો.

Image
                               ખેરગામમાં અનાથ બાળકીના પરિવારની વ્હારે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો પહોંચ્યા                        કોરોના મહામારીએ અનેક પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે.એની ઘાતક અસરોમાંથી કેટલાંક પરિવારો હજુ સુધી બહાર આવી શક્યા નથી.આવો જ એક ખેરગામ તાલુકાના ડેબરપાડા ગામે ગરીબ પણ હસતો રમતો પરિવાર સ્વ.૨મેશભાઈ પટેલ અને સ્વ.પન્નાબેન પટેલનો હતો.પરંતુ વર્ષ ૨૦૨૨ માં બન્નેનું અકાળે નિધન થતાં, ૪ વર્ષની નાનકડી બાળકી નોંધારી બની ગઈ છે.હવે એ બાળકી વયોવૃદ્ધ દાદાદાદી સાથે છે.દાદા લાંબી માંદગીના કારણે પથારીવશ છે.જેમાંથી દાદા અને કાકા પણ માંદગીમાંથી હાલ જ થોડા સમય પહેલા સારા થયેલ છે અને કમાનાર માત્ર વયોવૃદ્ધ દાદી જ છે.            એ વાતની જાણકારી સમસ્ત આદિવાસી સમાજના કાર્યકર્તા હિતેશ પટેલ વાંઝણાંએ  નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને આપતાં તેઓ ડો.દિવ્યાંગી પટેલ નાનકડી નિદિવા,નિદિવ અને ધર...

ધરમપુર તાલુકાની મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Image
   આજરોજ તા.24/06/2023 ના દિને ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી પ્રાથમિક શાળા ખાતે SMCના અધ્યક્ષ અને અનિલભાઇ અને શિક્ષણવિદ્  પ્રદિપ ભાઈ અને સમિતિ દ્વારા  ધરમપુર RFO શ્રી હિરેનભાઈ અને શક્તિસિંહ ચાવડાના હસ્તે વૃક્ષારોપણના કર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જ્યાં હિરેનભાઈ દ્વારા સ્કૂલમાં આજે 11 શાળાનાં બાળકો આવ્યા હોય એમને અને ગ્રામજનોને પર્યાવરણની જાળવણી અંગે અને એનું મહત્વ અને જંગલ બચાવવા અંગેની માહિતી આપી અને અમારી SMC 5000 વૃક્ષો રોપવાનું આયીજન કરેલ હોય એમ પણ સહકાર આપવા માટે હિરેનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું, સાથે નીલમભાઈ (ખોબા ગામ) દ્વારા જણાવવામાં આવ્યું કે ઉનાળા દરમિયાન પાણી પીવડાવવા ની કામગીરીમાં અમે સહકાર આપીશુંની વાત કરી હતી. જેમાં ધરમપુર તાલુકા યુવા આદિવાસી સામાજિક કાર્યકર અને તાલુકા પંચાયત સદસ્યશ્રી કલ્પેશભાઈ પટેલ, માજી સરપંચશ્રી નવીનભાઈ પવાર, ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમભાઈ,સભ્યશ્રી મગનભાઈ, સભ્યશ્રી,જયેશભાઇ, સભ્યશ્રી સુનિલભાઈ, સભ્યશ્રી મહેન્દ્રભાઈ સભ્ય સચિવ રાજેન્દ્રભાઈ સભ્યશ્રી કૌશિકભાઈ, અશોકભાઈ, હરિલાલ ભાઈ , પ્રિયંકાબેન સંગીતાબેન, જશોદાબેન, અનિષાબેન,સ્...

ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદે પત્રકાર જીગ્નેશ પટેલનો બે મતે વિજય.

Image
                ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદે પત્રકાર જીગ્નેશ પટેલનો બે મતે વિજય. ખેરગામ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઝરણાબેન પટેલના અને ડેપ્યુટી સરપંચ તરીકે વોર્ડ નં.8 ના સભ્ય સુરેશભાઈ પટેલ વહીવટ સંભાળતા આવ્યા છે.પરંતુ સુરેશભાઈ પટેલે થોડા દિવસ પુર્વે પોતાના અંગત કારણસર અચાનક પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતા પંચાયતમાં નવા ડેપ્યુટી સરપંચ માટે અંદરખાને રાજકીય માહોલ ગરમાયો હતો. ડેપ્યુટી સરપંચની ગત ચૂંટણીમાં પોતાના હરીફ વોર્ડ નં.13 ના સભ્ય  જીગ્નેશ પટેલથી એક એકમાત્ર મતે આગળ રહી ડેપ્યુટી સરપંચ તરીકે સુરેશ પટેલ ચૂંટાઈ આવ્યા હતા.તેમના રાજીનામાને પગલે નવા ડેપ્યુટી સરપંચ માટે સોમવારે 12:30 કલાકે ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં પેટા ચૂંટણી રાખવામાં આવી હતી. જેમાં વોર્ડ 13 ના જીગ્નેશ પટેલે આ વખતે ફરીથી ડેપ્યુટી સરપંચના હોદ્દા માટે ઉમેદવારી કરી હતી,જ્યારે તેમની સામે વોર્ડ નં 11 ના સભ્ય શૈલેષભાઇ વજીરભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.ખેરગામ ગ્રામ પંચાયતમાં 16 વોર્ડ સભ્યોની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયામાં શૈલેષ પટેલ તરફી સાત સભ્યોએ હ...

શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ' સક્ષમ યુવિકા કાર્યક્રમ ' ખુલ્લો મુકાયો.

Image
    તારીખ : ૧૨-૦૭-૨૦૨૩નાં દિને નવસારી જિલ્લા પંચાયત સંચાલિત આઇ.સી.ડી.એસ., શિક્ષણ અને આરોગ્ય શાખા દ્વારા આયોજિત ' સક્ષમ યુવિકા કાર્યક્રમ ખેરગામ તાલુકા પંચાયતના માનનીય પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ દ્વારા ખુલ્લો મુકાયો હતો.  જેમાં રક્ષાબેન પટેલ દ્વારા યુવિકાઓને  સંબોધન કરીને કન્યાઓને ભણીગણી આગળ વધવા હાકલ કરી હતી જ્યારે માતાઓને કન્યાઓ માટે પાછળ  સમય ફાળવી તેમની મુશ્કેલીઓને સમજવા પર ભાર મૂક્યો હતો.   આ કાર્યક્રમ આજના દિનથી એટલે કે ૧૨મી જુલાઈથી શરૂઆત થઈ બારમી ડિસેમ્બર સુધી ચાલશે. ડિસેમ્બર સુધીના અઠવાડિયાના ત્રણે  દિવસનાં કાર્યક્રમની રૂપરેખા અગાઉ એપ્લિકેશનમાં ફાળવી દેવામાં આવી છે. જેમાં આરોગ્ય કર્મચારી, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, પોલીસતંત્ર વિભાગ જેવા વિભાગોના અધિકારીઓ કે કર્મચારીઓની નિમણુક અગાઉથી કરી દેવામાં આવી છે. નવસારી જિલ્લાની કુલ ૨૧૨ પ્રાથમિક શાળાઓમાં આજથી અમલ શરૂ થયો છે. આ ક્રિયાકર્મ માટે 41 લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમને જે તે વિસ્તાર ફાળવી દેવામાં આવ્યો છે. તે પ્રમાણે તેઓ શાળાઓની વિઝિટ કરશે.  આજના દિને  ખેરગામ પોમાપાળ, શ...

મામલતદાર કચેરી ખેરગામ ખાતે મધ્યાહન ભોજન અંતર્ગત મિટિંગ યોજાઈ.

Image
   તા. ૧૧/૦૭/૨૦૨૩ ના રોજ મામલતદાર કચેરી ખેરગામ ખાતે મુખ્ય શિક્ષકશ્રીઓની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં નિમ્ન લિખિત મુદ્દાઓની વિગતે સૂચના આપવામાં આવી હતી. ૧. જે પણ શાળાની રજીસ્ટર સંખ્યા અપડેટ કરવાની બાકી હોય એમણે તાત્કાલિક સંખ્યા અપડેટ કરવા અંગે સૂચના આપવામાં આવી. ૨. દરેક શાળા દ્વારા એન.જી.ઓ ના કર્મચારીને અપાતા વર્ધીના આકડાં તને અત્રેની કચેરીને અપાતા વર્ધીના આકડામાં તફાવત આવતો હોય તેમજ લાભાર્થી કરતા વધારે વર્ધી આપવા અંગેનાં કારણો વિશે ચર્ચા કરવામાં આવી. ૩. ઓનલાઇન DAILY ENTRY કરો છો ત્યારે ધોરણ ૧ થી ૫ માં બાલવાટિકાના બાળકોને ઉમેરીને એંટ્રી કરવી. તેમજ લાલ પીળા પત્રકો અને ઓનલાઈન કરવામાં આવતી સંખ્યા એકસરખી રહેવી જોઈએ . મોર્નીંગ શાળા હોય તો ૧.૦૦ વાગ્યા સુધી અને આખા દિવસ હોય તો ૩.૦૦ વાગ્યા સુધીમા ફરજીયાત એટ્રી કરવા જણાવ્યું હતું. ૪. જે દિવસે શાળામાં તિથિ ભોજન રાખવામા આવેલ હોય તે દિવસે ખાસ ધ્યાન રાખવુ કે, તિથિ ભોજન પર ટિક એટલે કે ખરાની નિશાની કરવાનુ ચુકીના જવાય જેથી ઓનલાઇન આંકડામાં તફાવત ન આવે. ૫. જે શાળામાં મધ્યાહન ભોજન શાળાના સમય કરતા વહેલું આવી જાય ,ત્યારે ભોજન વ્યવસ્થિત જગ્યા ...

જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

Image
    ખેરગામ :  તારીખ 8/7/2023 ના દિને જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. તારીખ 8/7/2023 ના દિને જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કૃષિ કોલેજ નવસારીના નિવૃત્ત પ્રોફેસર શ્રી હિંમતભાઈ પટેલ, ડો.સુમિતભાઈ તથા ડો.  જૈનિકાબેન તરફથી શ્રી હિમંતભાઈના ધર્મપત્ની ભાવનાબેનના જન્મદિવસ નિમિત્તે   શાળાના તમામ બાળકોને સ્કૂલબેગ, કંપાસ બોક્સ કીટ તથા પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેની કિંમત ₹ 18,000 રૂપિયા જેટલી થતી હતી. તેમના તરફથી બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ડો.સુમિતભાઈ તરફથી શાળાને ફર્સ્ટ એડબોક્ષ કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી હસમુખભાઈ પટેલ, SMC સમિતિના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ તથા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ગૌરીવ્રત ઉજવણી નિમિત્તે ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.

Image
                                 તારીખ 04-07-2023નાં દિને ગૌરીવ્રત ઉજવણી નિમિત્તે ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6થી 8નાં વિદ્યાર્થીઓએ આરતીની થાળી શણગાર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, કેશગૂફન સ્પર્ધા,વેશભૂષા સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.  બાળકોમાં વિવિધ વિષયોમાં રસ કેળવાય અને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરવા મળતી હોય તે ઘણા ઉત્સાહ અને ઉમંગથી કરવા પ્રેરાય છે.  આરતી થાળી શણગાર સ્પર્ધા : આ સ્પર્ધા બાળકોની સર્જનાત્મકતા, કલાત્મક કૌશલ્ય અને વિગતવાર ધ્યાન વધારી શકે છે. તે પ્લેટને સુશોભિત કરતી વખતે તેમને વિવિધ સામગ્રી, રંગો અને ડિઝાઇનની શોધ કરવાની મંજૂરી આપે છે. મહેંદી સ્પર્ધા:  મહેંદી સ્પર્ધામાં ભાગ લેવાથી બાળકોમાં ઉત્તમ મોટર કૌશલ્ય(motor skill મોટર કૌશલ્ય એ એક કાર્ય છે જેમાં ચોક્કસ કાર્ય કરવા માટે શરીરના સ્નાયુઓની ચોક્કસ હિલચાલનો સમાવેશ થાય છે.), ધીરજ અને સર્જનાત્મકતાનો વિકાસ થઈ શકે છે. જટિલ મહેંદી ડિઝાઇન લાગુ કરવા માટે એક સ્થિર હાથ, ધ્યાન અને પેટ...