Posts

Showing posts from August, 2023

ઝારખંડના પાટનગર રાંચીનાં લાલગુટવા ખાતે રાષ્ટ્રીય આદિવાસી અધિવેશન યોજાયું.

Image
                ઝારખંડના પાટનગર રાંચીનાં  લાલગુટવા ખાતે રાષ્ટ્રીય આદિવાસી અધિવેશન યોજાયું.  તારીખ :૨૬-૦૮-૨૦૨૩ થી  તારીખ : ૨૭-૦૮-૨૦૨૩ દરમ્યાન ઝારખંડના પાટનગર રાંચીનાં લાલગુટવા ખાતે રાષ્ટ્રીય આદિવાસી અધિવેશન યોજાયું હતું. આઝાદીના સ્વાતંત્રસંગ્રામના વીરશહીદો અને પ્રચંડ આદિવાસીત્વની જ્યોતિ જ્યાંથી સળગી એવા ઝારખંડ રાજયના પાટનગર રાંચીમાં રાષ્ટ્રીય આદિવાસી સમિટનું આયોજન મધ્ય ભારતના અનેક આદિવાસી યુવાનોના મન પર રાજ કરનાર ડો.હિરાલાલ અલાવાજીની ટીમ જય આદિવાસી યુવા શક્તિ અને 77 વર્ષે પણ યુવાનોને શરમાવે એટલી સ્ફૂર્તિ  ધરાવતા સંયમ સાથે કાયદાકીય લડત લડવાના હિમાયતી યુવાન અશોકભાઈ ચૌધરીજીના રાષ્ટ્રીય આદિવાસી સમનવ્ય મંચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું.મણિપુર હિંસા અને UCC સહિતના વિવિધ મુદ્દે દેશભરના રાજ્યોના આગેવાનોને ચર્ચા કરવા આમંત્રણ આપવામાં આવ્યું,          જેમાં ગુજરાતથી સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાજી, ડો.ચેતન પટેલ, ડો.એ જી પટેલ, ધનસુખભાઈ પટેલ,કમલેશભાઈ પટેલ,મહેન્દ્રભાઈ વસાવા,ઝવેરભાઈ વસાવા, ડૉ . નિરવ...

નવસારી જિલ્લા પ્રા.શિ.સંઘ દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીમાથી શિક્ષકોને મુક્તિ આપવા બાબતે માનનીય કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Image
     નવસારી જિલ્લા પ્રા.શિ.સંઘ દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીમાથી શિક્ષકોને મુક્તિ આપવા બાબતે માનનીય કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.     તારીખ ૨૮-૦૮-૨૦૨૩નાં દિને નવસારી જિલ્લા પ્રા.શિ.સંઘ દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીમાથી શિક્ષકોને મુક્તિ આપવા બાબતે નવસારી જિલ્લાના  માનનીય કલેકટરશ્રી અમિત  પ્રકાશ યાદવ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું.                       જેમાં વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ અપાવી, અન્ય ૧૨ કેડરનાં સરકારી /અર્ધ સરકારી કર્મચારીઓને સપ્રમાણ કામગીરીની સોંપણી કરવી, ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં ફરજ બજાવતા તમામ સરકારી /અર્ધ સરકારી કેડરનાં કર્મચારીઓનું રજિસ્ટર નિભાવી જેમણે આજ  દિન સુધી બીએલઓની કામગીરી કરેલ ન હોય તેને પ્રથમ પ્રાધાન્ય આપવું ત્યાર બાદ રોટેશન પ્રમાણે કામગીરીની સોંપણી કરવી, સતત ત્રણ વર્ષ સુધી બીએલઓની કામગીરી કરેલ હોય તેમને તત્કાળ મુક્તિ આપવી, ૫૦ વર્ષ કરતાં વધુ વયના કર્મચારીઓને બીએલઓ કામગીરીમાંથી મુક્તિ આપવી, મુખ્ય નિર્વાચન ...

બેન્ક ઓફ બરોડા ખેરગામ શાખા દ્વારા નાંધઈ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું.

Image
                બેન્ક ઓફ બરોડા ખેરગામ શાખા દ્વારા નાંધઈ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું. તારીખ :૧૫-૦૮-૨૦૨૩નાં દિને નાંધઈ પ્રાથમિક શાળામાં બેન્ક ઓફ બરોડા ખેરગામ શાખાના ૧૧૬ વર્ષ પૂર્ણ થતાં નાંધઈ પ્રાથમિક શાળાના ૧૮૧ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેન્ક ઓફ બરોડાનાં મેનેજર અને કર્મચારી દ્વારા doms ની શૈક્ષણિક કીટ જેમાં સ્કેચ પેન, કલર બોક્ષ, મીણીયા કલર,  પેન્સિલ, રબર, સંચો અને માપપટ્ટી જેવી બાળકોને ઉપયોગી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બેન્કના કર્મચારી દ્વારા શાળાના પટાંગણમાં ચાર નાળિયેરનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી જીતુભાઈ પટેલ અને શાળાના શિક્ષકો દ્વારા બેન્ક ઓફ બરોડાના ઉમદા કાર્ય  માટે તેમનાં ગૃપનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરી તેમની શાખાની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ખેરગામ તાલુકાના બહેજ ગામે 'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

Image
                   ખેરગામ તાલુકાના બહેજ  ગામે 'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. તારીખ ,૧૮-૦૮-૨૦૨૩નાં દિને બહેજ  ગામે 'મેરી મિટ્ટી મેરા દેશ' અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ખેરગામ તાલુકાના ૨૨ ગામોમાંથી ગ્રામપંચાયતનાં સરપંચશ્રીઓ માટીનો કળશ લઈ દશેરા ટેકરી ખાતે પધાર્યા હતા. અહીંથી  માટીનાં કળશ લઈ બહેજ ગામનાં રૂપાભવાની માતાનાં મદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ્યાં માટીને સન્માનપૂર્વક ભેગી કરવામાં આવી હતી. જે માટીના કળશને ભેગા કરી તાલુકા પંચાયત ખાતે મોકલવામાં આવ્યા હતાં. આ શુભ અવસરે માનનીય ધારાસભ્ય નરેશભાઈ પટેલનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ  મહેમાનો દ્વારા દેશની સુરક્ષા અને દેશ માટે કંઈક કરી છૂટવાનાં શપથ લેવામાં આવ્યાં હતાં.     આ  કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગણદેવી વિધાનસભાના માનનીય  ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયતનાં માનનીય પ્રમુખશ્રી ભીખુભાઈ આહિર, ચુનીભાઈ પટેલ, ખેરગામ મામલતદારશ્રી ડીસી બ્રાહ્મન કાછ સાહેબ, ખે...

ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો.

Image
        ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉજવાયો. ધરમપુર તા.19/08/2023 એ સમરસ ગ્રામપંચાયત મોટી ઢોલડુંગરી ગામની પ્રાથમિક શાળા 19/08/1955 ના દિને સ્થાપના કરવામાં આવી હતી જેના આજરોજ 68 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવી. શાળાના શિક્ષકશ્રીના જણાવ્યા અનુસાર ગામની શાળામાં આજદિન સુધીમાં 2144 વિધાર્થીઓ આ  શાળામાં અભ્યાસ કરી ચૂક્યાં છે. આ શાળામાં 'બોલેગા બચપન કાર્યક્રમ' અંતર્ગત  બાળકોને પ્રાર્થના સંમેલનમાં અલગ અલગ વિષયો પર દરરોજ બોલવાનું હોઈ છે. જેથી બાળકોને જાહેરમાં બોલવામાં લાગતો ડર અને ક્ષોભ નીકળી જાય છે. આ પ્રસંગે ઉપસ્થિત ધરમપુર તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલે કહ્યું હતું કે, "હું મારા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોનો આભારી છુ કે જેમના થકી આજે ગામની પ્રાથમિક શાળામાં ભારત દેશનું બંધારણનું જ્ઞાન બાળકોને અપાઈ રહ્યું છે." આ પ્રસંગે ધરમપુર તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલ,મોટી સંખ્યામાં બાળકો, સભ્યશ્રી ઉમેદભાઈ,સભ્યશ્રી ફાલ્ગુની બેન,SMC સભ્યશ્રી કૌશિક ભાઈ,સભ્યશ્રી પ્રિયંકાબેન, સભ્યશ્રી સ્મિતાબેન,સભ્યશ્રી અનિષાબેન...

મોટી ઢોલડુંગરી ગામના તલાટી કમમંત્રીશ્રીને ધરમપુર તાલુકામાં સૌથી શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર અર્પણ કરાયું.

Image
       મોટી ઢોલડુંગરી ગામના તલાટી કમમંત્રીશ્રીને ધરમપુર તાલુકામાં સૌથી શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર અર્પણ કરાયું.  તા.18/08/2023 ના દિને ધરમપુર તાલુકાના સમરસ ગ્રામ પંચાયત મોટી ઢોલડુંગરી દ્વારા આયોજિત મારી માટી મારો દેશ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત  ગામના તલાટી કમમંત્રીશ્રી જયેશભાઈ પટેલને ધરમપુર તાલુકામાં સૌથી શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર અને ફૂલ આપી આપી નવાજવામાં આવ્યા હતા. જે કાર્યક્રમ ધરમપુર તાલુકાની કુમારશાળા ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ધરમપુર તાલુકાનાં તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેન્દ્ર હાથીવાલાશ્રીની હાજરીમાં વૃક્ષારોપણ કરી વીરોને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ધરમપુર PSI શ્રી અને પોલીસ જવાનોની  હાજરીમાં  ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની પૂર્ણાંહુતી કરવામાં આવી હતી.  સમરસ ગ્રામ પંચાયત મોટી ઢોલડુંગરી ધરમપુરનાં તલાટી કમમંત્રીશ્રી જયેશભાઇ પટેલને સન્માનિત કરાયા બદલ તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલે ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી છે.

સ્વાતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ખેરગામ ખાતે મશાલ રેલી યોજાઈ.

Image
   l in સ્વાતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ખેરગામ ખાતે મશાલ રેલી યોજાઈ. તારીખ ૧૫-૦૮-૨૦૨૩ની પૂર્વ સંઘ્યાએ ખેરગામ ખાતે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પોલીસ પ્રશાસન પણ બાઈક રેલી સાથે જોડાયું હતું. આ મશાલ રેલીમાં નાતજાત રાજકાજ ભૂલી ખેરગામ તાલુકાના આગેવાનો, મહાનુભવો, પક્ષ - વિપક્ષના હોદ્દેદારો અને ગામનાં અબાલવૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા. આ મશાલ રેલી રાષ્ટ્રીય એકતાનાં પ્રતીક સમાન જોવા મળી હતી. આ રેલી  દશેરા ટેકરી મહાત્મા ગાંધી સર્કલ,થઈને બાબા સાહેબ આંબેડકર સર્કલ અને ખેરગામ બજાર સુધી યોજાઈ હતી. આખી રેલી તિરંગામય બની હતી. બાળકો જાતજાતની વેશભૂષામાં જોવા મળ્યા હતા. ખેરગામના કથાકાર પ.પૂજ્ય પ્રફુલ શુક્લ મહારાજે રેલીને સંબોધિત કરી આશીર્વચન પાઠવ્યા હતા. ખેરગામના પી એસ આઈ સાહેબ રેલીમાં ઉપસ્થિત રહી પોલીસ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

ખેરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરાઇ.

Image
   ખેરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ : ૧૫-૦૮-૨ ૦૨૩નાં દિને તાલુકા પંચાયત કચેરી ખેરગામ ખાતે સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રક્ષાબેન પટેલ,તાલુકા પંચાયતનાં સભ્યો, તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ પટેલ,  નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી અશ્વિનભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, હિસાબી અધિકારી ભાવેશભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય શ્રી પ્રષણભાઈ પટેલ, તમામ શાખાના કોમ્પ્યુટર ઓપરેટરશ્રીઓ, અન્ય કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.  આ  વર્ષે ખેરગામ તાલુકા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હોય સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી ૧૪મી ઓગસ્ટની સાંજે યોજાયો હતો.જેમાં તાલુકાની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો.

નારણપોર પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ.

Image
          નારણપોર પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ. તારીખ :૧૫-૦૮-૨૦૨૩નાં દિને નારણપોર પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ. આ સ્વતંત્રતા દિવસે વીર શહીદોના નારા સાથે પ્રભાતફેરીનું આયોજન તથા શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ અને ભારતીય સંસ્કૃતિ વેશભૂષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે શાળામાં સ્વાતંત્ર્ય દિન અંતર્ગત સેલ્ફીપોઇન્ટ મૂકવામાં આવ્યું હતું. જે ગ્રામજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું. જેમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પોતાની સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. જેમાં ગામનાં સરપંચશ્રી, આગેવાનો, મહાનુભવો,ગ્રામ પંચાયતના સભ્યો, એસ.એમ.સી.નાં સભ્યો, વાલીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.