Posts

Showing posts from June, 2024

Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

Image
       ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ રૂ.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું લોકાર્પણ કરતા વનમંત્રી મુકેશભાઈ પટેલ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે વનમંત્રીએ રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના લવાછા ગામે સામાજિક વનીકરણ વિભાગ,સુરત વિસ્તરણ રેન્જ-ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાના '૭૫માં વન મહોત્સવ'ની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત મહત્તમ વૃક્ષો વાવી પર્યાવરણ જતનના સંદેશ સાથે લવાછા ગામે રૂ.૩૦ લાખમાં નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. જેમાં કોમ્યુનિટી હોલ, શૃંગાર રૂમ, રસોડું, સ્ટોર રૂમ અને શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. મંત્રીશ્રીએ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.              આ પ્રસંગે વનમંત્રી...

Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

Image
  Khergam: પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. તારીખ : 28-06-2024નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે પહાડ ફળિયા અને વેણ ફળિયા પ્રાથમિક શાળાનો સયુંકત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી તેજેન્દ્ર પટેલ પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી તથા શ્રી એ.એમ. પટેલ, ઈનચાર્જ સહાયક  પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી નવસારીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. બાલવાટિકાનાં 9 બાળકો અને ધોરણ -1 નાં  2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.  આ પ્રસંગે બાલવાટિકાનાં બાળકોને વેણ ફળિયાનાં દાતાશ્રી વેસ્તીબેન બાલુભાઈ પટેલ તરફથી સ્વ. બાલુભાઈનાં સ્મરણાર્થે  તમામ બાળકોને છત્રી આપવામાં આવી હતી. જ્યારે ભૈરવી ગામના મયુરીબેન ગણેશભાઈ પટેલ તરફથી શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. દાતાશ્રીઓ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયઝન અઘિકારી ટીનાબેન પટેલ (સી.આર.સી. પાટી), વૈશાલીબેન સોલંકી( સી.આર.સી. પાણીખડક),ગામનાં આગેવાન ચંદુભા...

Khergam : ખેરગામ ખાખરી ફળિયા શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Image
  Khergam : ખેરગામ ખાખરી ફળિયા શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. તારીખ 27-06-2024નાં દિને  ખેરગામ ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ અને ગામનાં માહિલા સરપંચ ઝરણાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહેમાનોએ શાળામાં પ્રવેશ મેળવી રહેલા નાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.ખેરગામ કુમાર શાળા અને કન્યાશાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ-1માં 3 કુમાર અને ૩ કન્યાઓ મળીને 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

Khergam (Debarpada) : ડેબરપાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો.

Image
 Khergam (Debarpada) : ડેબરપાડા પ્રાથમિક શાળામાં કન્યા  કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. તારીખ :27-06-2024નાં દિને ડેબરપાડા પ્રાથમિક શાળામાં કન્યા  કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જેમાં ગાંધીનગરના નાયબ સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના શ્રી ધવલભાઈ એસ.શાહ (DS) અને જિલ્લા કક્ષાના અધિકારી ( એડી.એચ.ઓશ્રી) મયંકભાઇ ચૌધરીના અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાલવાટિકાનાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ શાળાનાં નવા મકાનનું અને ict લેબનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી અશ્વિનભાઈ પટેલ, લાયઝન અઘિકારી અલ્પેશભાઈ પટેલ(ઈનચાર્જ સી.આર.સી.બહેજ ), શાળાનાં પૂર્વ આચાર્યશ્રી તથા ખેરગામ શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, પૂર્વ આચાર્યશ્રી શારદાબેન પટેલ, એસ.એમ.સી.નાં અધ્યક્ષ અને સભ્યો, ગ્રામ પંચાયતનાં સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Khergam (Toranvera) : તોરણવેરા ઉત્તર બુનિયાદી તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

Image
  Khergam (Toranvera) : તોરણવેરા ઉત્તર બુનિયાદી તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. તારીખ :27-06-2024નાં દિને તોરણવેરા ગામની ઉત્તર બુનિયાદી તથા ઉચ્ચતર માધ્યમિક શાળા તોરણવેરા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો.  જેમાં નવસારી જિલ્લા ચીખલી ના DY SP ભગીરથસિંહ ગોહિલ સાહેબના અધ્યક્ષતા હેઠળ  ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી સુનિલભાઈ દભાડિયા, શાળાના આચાર્યશ્રી, શાળાના મંડળના પ્રમુખશ્રી સહિત  સભ્યોની ઉપસ્થિતિમાં ધોરણ 9નાં   બાળકોને પ્રવેશ તથા 9 થી 12 સુધીનાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઉપસ્થિત સાહેબશ્રીનાં હસ્તે વૃક્ષારોપણ  કરી પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.   આજ રોજ ઉત્તર બુનિયાદી તથા ઉચ્ચતર માધ્યમિક શાળા તોરણવેરા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ નિમેતે નવસારી... Posted by  Sunil Dabhadiya  on  Thursday, June 27, 2024

Khergam (Toranvera) :;તોરણવેરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને શાળાનાં નવા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Image
 Khergam (Toranvera) :;તોરણવેરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને શાળાનાં નવા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. તારીખ 27-06-2024નાં દિને પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવ, શાળાના નવા મકાનનુ અને નંદઘર (આંગણવાડી)નુ લોકાર્પણ નિમિત્તે માન.પુ.કે.મંત્રી ધારાસભ્યશ્રી નરેશભાઇ તથા નવસારી જિલ્લા ચીખલીના DY SP ભગીરથસિંહ ગોહિલ સાહેબના અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.  શાળા પ્રવેશોત્સવ નિમિત્તે ખાસ દાતા શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામનાં પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ સાહેબશ્રીના હસ્તે બાળવાટિકાનાં તમામ બાળકોને તથા તમામ ધોરણના પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ જેમને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા આ પ્રસંગે ખેરગામ તાલુકાનાં અગ્રણીઓ ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, તોરણવેરા ગામના સરપંચ શ્રી સુનીલભાઈ દભાડીયા, ચુનીભાઈ પટેલ, જનતા કેળવણી મંડળનાં પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ,પ્રશાંતભાઇ પટેલ, વાડ ગામના અગ્રણી ચેતનભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ખેરગામ BRC, શાળાના શિક્ષકો, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા 

નવસારી જિલ્લાની શાળાઓમાં પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી.

Image
     નવસારી જિલ્લાની શાળાઓમાં પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી. શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ખેરગામ-શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ==== નવસારી જિલ્લાના ખેરગામ-શામળા... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી *૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી* - *જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 નવસારી જિલ્લમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ઉલ્લાસમય ઉજવણી *નવસારી જિલ્લમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ઉલ્લાસમય ઉજવણી* - *પ્રોબેશનર આઇ.એ.એસ. શ્રી... Posted by  Info Navsari GoG  on  Wednesday, June 26, 2024 શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ *શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪*...

Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

Image
  Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી વાડ મુખ્ય પ્રા.શાળા માં કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી   તેજેન્દ્ર પટેલ સ્પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી પધાર્યા હતા તેમની અધ્યક્ષતા હેઠળ આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી અને.. મહેમાનોનું પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું.. જેમાં ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન , SMC અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગ્રામના અગ્રગણ્ય વ્યક્તિ દિનેશભાઈ તથા એમનો પરિવાર,તાલુકા પંચાયતના સભ્યશ્રી.જશોદાબેન,  ફતેહસિંહ ભાઈ પધાર્યા હતા.. સૌ પ્રથમ આંગળવાડીના બાળકોનો કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો... તેમજ વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૫ બાળકો અને.. ઊંચાબેડા પ્રાથમિક શાળા ના ૬ બાળકો ને બાલવાટિકા માં પ્રવેશ આપ્યો હતો... જેમાં તમામ  બાળકોને..  દફતર .. નોટબુક પેન્સિલ અને રબરની કીટ  શાળા શિક્ષકો તરફથી મળી હતી...

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Image
Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ...