વિદ્યાર્થીઓના દિલમાં વસેલ શિક્ષિકા: જયશ્રીબેન પઢિયારને ભાવભીની વિદાય.
વિદ્યાર્થીઓના દિલમાં વસેલ શિક્ષિકા: જયશ્રીબેન પઢિયારને ભાવભીની વિદાય. ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખા, નવસારી સંચાલિત શાળાની ઉપશિક્ષિકા શ્રીમતી જયશ્રીબેન ગંભીરસિંહ પઢિયારના નિવૃત્તિ નિમિત્તે વિદાય સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રી શ્રી ધર્મેશકુમાર પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી ફતેહસિંહ સોલંકી, ખેરગામ જનતા કેળવણી મંડળના પ્રમુખ તેમજ કુમાર શાળા ખેરગામના પૂર્વ કેન્દ્ર શિક્ષક શ્રી અરવિંદભાઈ પટેલ અને ઉદ્બોધક તરીકે નિવૃત શિક્ષક શ્રી ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શાળા પરિવાર, સ્કૂલ મેનેજમેન્ટ સમિતિ, સરપંચશ્રી, વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. શ્રીમતી પઢિયારે તેમની શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ તા. ૧૯ નવેમ્બર ૧૯૯૦ના રોજ વલસાડ જિલ્લાના કેવાડા પ્રાથમિક શાળાથી કર્યો ...