ખેરગામ તાલુકામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે special educator નિમાયા.

SB KHERGAM
0

  ખેરગામ તાલુકામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ એજયુકેટર નિમાયા.


સમગ્ર શિક્ષા, ગુજરાત રાજ્યની સમાવેશી શિક્ષણ શાખા દ્વારા વર્ષ-૨૦૨૬ માટે સ્પેશ્યલ એજયુકેટર કલસ્ટર રિસ્ટ્રકચર કામગીરી અંતર્ગત ધોરણ ૧ થી ૫ અને ૬ થી ૮ માટે કરાર આધારિત નિમણૂક પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। આ પ્રક્રિયા અંતર્ગત જિલ્લાકક્ષાની પસંદગી સમિતિ દ્વારા મેરીટ તથા રૂબરૂ મુલાકાતના આધારે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવી અને કલસ્ટર મુજબ શાળાઓ ફાળવવામાં આવી છે.


ધોરણ ૬ થી ૮ માટે પટેલ આશિષકુમારને બહેજ પ્રાથમિક શાળામાં નિમણૂક આપવામાં આવી છે। જ્યારે ધોરણ ૧ થી ૫ માટે રીટાકુમારી ભગુભાઈ પટેલને પી.એમ. શ્રી પાટી તથા દેવાભાઈ સોનજીભાઈ ગાંવિતને પાણીખડક પ્રાથમિક શાળામાં નિમણૂક આપવામાં આવી છે.


આ તમામ નિમણૂકો સરકારના નિયમો, શરતો અને સમગ્ર શિક્ષા, ગાંધીનગરની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવી છે। આ પગલું સમાવેશી શિક્ષણને મજબૂત બનાવવામાં તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top