Khergam: પશુપાલન ખાણદાણ સહાય યોજનાનો ખેરગામ તાલુકાના ૫૩૦ પશુપાલકોને લાભ.
Khergam: પશુપાલન ખાણદાણ સહાય યોજનાનો ખેરગામ તાલુકાના ૫૩૦ પશુપાલકોને લાભ ખેરગામ, ગુજરાત રાજ્ય સરકારની પશુપાલન ખાણદાણ સહાય યોજનાનો અમલ સફળતાપૂર્વક થયો છે, જેમાં ખેરગામ તાલુકાના ૫૩૦ પશુપાલકોને વિનામૂલ્યે ખાણદાણ વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં ૨૦૨૪-૨૫ માટે શરૂ કરાયેલી આ યોજનામાં રાજ્યના આઇ ખેડૂત પોર્ટલ મારફતે ઑનલાઇન અરજીઓ મંગાવાઈ હતી. ડ્રો પદ્ધતિથી કરવામાં આવેલી પસંદગીમાં ખેરગામના ૫૩૦ પશુપાલકોને લાભ મળ્યો. પ્રત્યેક પશુપાલકને રૂ. ૩,૬૭૫/-ની કિંમતનું ત્રણ-ગણુ ખાણદાણ વિનામૂલ્યે અપાયું. આ યોજના હેઠળ ખેરગામમાં ગાભણ પશુ ખાણદાણ યોજના અને વિયાણ બાદની ખાણદાણ યોજના કાર્યરત છે, જેમાં ગાભણ યોજનાથી ૩૪૪ અને વિયાણ યોજનાથી ૧૮૬ પશુપાલકોને કુલ રૂ. ૧૯.૪૮ લાખનું સહાયરૂપ ખાણદાણ મળ્યું. કીટ વિતરણ કાર્યક્રમ: આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત નવસારીના સંચાલિત પશુ દવાખાનાના તબીબ ડૉ. જીતેન્દ્ર બાલવાણીએ વિશેષ સહાય અંગે માહિતી આપી. તેમની સાથે નીતિ પટેલ, ડૉ. નેલ્સન પટેલ અને લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર રિકેષ પટેલે સહકાર આપ્યો. ખેરગા...