ખેરગામમાં TASP યોજના હેઠળ ૨૫૦ પશુપાલકોને ખાણ-દાણ વિતરણ.
તા. 20/03/2026 ના રોજ ખેરગામ પશુ દવાખાના ખાતે TASP યોજના અંતર્ગત પશુપાલકોને ખાણ-દાણ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ હેઠળ કુલ ૨૫૦ પશુપાલકોને લાભ આપવામાં આવ્યો હતો. ખાણ-દાણનું વિતરણ ત્રણ સ્થળોએ કરવામાં આવ્યું હતું, જેમાં ખેરગામ પશુ દવાખાનું, મહિલા સંચાલિત દૂધ મંડળી બહેજ અને તોરણવેરા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. સમગ્ર વિતરણની કુલ કિંમત રૂ. ૯,૯૩,૭૫૦/- જેટલી છે.
આ કાર્યક્રમ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો. એમ.સી. પટેલ સાહેબ અને પ્રાયોજના વહીવટદારની કચેરી, વાંસદા ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડો. જીતેન્દ્ર બાલવાણી, ખેરગામ સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલ, ભાજપના મહામંત્રી વિજયભાઈ રાઠોડ, તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.
આ યોજના દ્વારા પશુઓને યોગ્ય ખોરાક મળવાથી દૂધ ઉત્પાદન વધશે અને પશુઓનું સ્વાસ્થ્ય સુધરશે.


