નવસારી તાલુકાના શિક્ષકોની ટુર્નામેન્ટ યુનિટી કપ 2.0 યોજાઈ.

SB KHERGAM
0

  

નવસારી તાલુકાના શિક્ષકોની ટુર્નામેન્ટ યુનિટી કપ 2.0 યોજાઈ.


          નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યુનિટી કપ 2.0 એકતા સ્પોર્ટ્સ ક્લબ, નાગધરાના ક્રિકેટ મેદાન પર રમાઈ હતી. એમાં નવસારી તાલુકાના 65 શિક્ષકોએ ભાગ લીધો હતો. માહી ઈલેવન, જે.બી.ટાઈગર્સ, અનાયા ઈલેવન અને લાલો ઈલેવન એમ ચાર ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી. જેમાં માહી ઈલેવન ટીમ ચેમ્પિયન અને જે.બી.ટાઈગર્સ ટીમ રનર્સ અપ બની હતી. ફાઈનલ મેચમાં નિર્ધારિત 8 ઓવરમાં માહી ઈલેવને 94 રન કર્યા હતા. તેની સામે જે.બી.ટાઈગર્સ 65 રન કરી શકી હતી. એમ માહી ઈલેવનનો 29 રને વિજય થયો હતો.


                યુનિટી કપ 2.0 ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા અને શિક્ષક ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અજુવેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી હિતેશભાઈ પટેલ, કાર્યાધ્યક્ષ ચંદ્રકાંતભાઈ ગાયકવાડ, ખજાનચી ભાવેશભાઈ ટંડેલ, સહમંત્રી ધર્મેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે નવસારી જિલ્લા ઘટક સંઘ ગણદેવીના પ્રમુખ કલ્પેશભાઈ ટંડેલ, ખેરગામના પ્રમુખ દિવ્યેશભાઈ ચૌહણ, વાંસદાના પ્રમુખ ભરતભાઈ થોરાટ, ચીખલીના પ્રમુખ હિતેશભાઈ પટેલ, નવસારીના પ્રમુખ હેમંતસિંહભાઈ ચૌહાણ, જલાલપોરના પ્રમુખ નિલેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. નવસારી તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી ફુલચંદભાઈ ભગતાણી અને એકતા સ્પોર્ટ્સ ક્લબ, નાગધરાના કર્તાહર્તા અને ગામ આગેવાન મુકુંદભાઈ પટેલે પણ શિક્ષકોને રમત થકી શારિરીક તંદુરસ્તી મેળવવા માટે અપીલ કરી હતી. આ ટુર્નામેન્ટના સ્પોન્સર્સ રાઠોડ ટોયોટા, તાપી ફાઈનાન્સ, યશ કન્સલટન્સી અને એક પહેલ ફાઉન્ડેશન હતા.


           મહાનુભવોના હસ્તે ચેમ્પિયન અને રનર્સ અપ ટીમને ટ્રોફીઓ આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરિઝ અને બેસ્ટ બેટસમેન સુનિલભાઈ પટેલ અને બેસ્ટ બોલર જીતેન્દ્રભાઈ પટેલ બન્યા હતા. યુનિટી કપ 2.0 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ શિક્ષક ખેલાડીઓએ અનેરો ઉત્સાહ અને ઉમંગ વ્યક્ત કર્યો હતો. આયોજકોના સુંદર આયોજન થકી ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ રહી હતી.  .

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top