ધામધુમા ગામે ₹41.54 લાખના Box culvertનું ખાતમુહૂર્ત

SB KHERGAM
0

 ધામધુમા ગામે ₹41.54 લાખના Box culvert ખાતમુહૂર્ત

ખેરગામ તાલુકાના ધામધુમા ગામ ખાતે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય અને ગ્રામજનોને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળે તે હેતુથી ₹41.54 લાખના ખર્ચે નિર્માણ પામનાર 4 સેલ બોક્સ કલ્વર્ટના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી Nareshbhai Patel સાહેબ તથા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ આદરણીય Kanjibhai Patel ના વરદ હસ્તે કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ લિતેશભાઈ ગાંવિત, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ભીખુભાઈ આહીર, મહામંત્રી ચેતનભાઈ પટેલ, વિજયભાઈ રાઠોડ તેમજ ધામધુમા ગામના સરપંચ રતિલાલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચશ્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ વિકાસ કાર્યથી ગામમાં પાણી નિકાલની સુવિધા સુધરશે અને ગ્રામજનોના દૈનિક જીવનમાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top