નવસારી જિલ્લાના PSE મેરિટ લિસ્ટમાં વિદ્યાર્થીઓનો શાનદાર પ્રદર્શન : જલાલપોર તાલુકાની નવ્યા પટેલ સમગ્ર જિલ્લામાં પ્રથમ.
નવસારી જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓના PSE મેરિટ લિસ્ટમાં જિલ્લામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગણદેવી, જલાલપુર, ખેરગામ અને વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓએ અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે.
ગણદેવી તાલુકાની મોરલી પ્રાથમિક શાળાના વેદ રાકેશકુમાર પટેલે 98 ગુણ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે ભાઠા પ્રાથમિક શાળાની મેશ્વી મિનેશભાઈ પટેલે 96 ગુણ સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું અને નવીન રોહિતકુમારે 94 ગુણ સાથે તૃતિય સ્થાન મેળવ્યું છે.
જલાલપુર તાલુકામાં સારાવની પ્રાથમિક શાળાની નવ્યા મિનેશકુમાર પટેલે 100 ગુણ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે. કૃષ્ણપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની બંસીતા મિતેશભાઈ ટંડેલ તથા ગૌરવ અશ્વિનભાઈ ટંડેલે 94 ગુણ સાથે અનુક્રમે દ્વિતીય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ખેરગામ તાલુકામાં નાંધઈ પ્રાથમિક શાળાની દ્રષ્ટિ ભાવેશભાઈ પટેલે 82 ગુણ સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું છે.
વાંસદા તાલુકામાં પ્રતાપનગર પ્રાથમિક શાળાની દ્રષ્ટિ પંકજભાઈ પટેલે 88 ગુણ સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું છે. જ્યારે ઉનાઈ પ્રાથમિક શાળાની મહિકા મિતેશ દ્વિવેદીએ 87 ગુણ સાથે તૃતિય અને મોટીવલઝર શાળાની ખુશી પ્રકાશભાઈ લાડે 85 ગુણ સાથે ચતુર્થ સ્થાન મેળવી નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.
આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીઓનો સહકાર મહત્વનો રહ્યો છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ તાલુકા ઘટક સંઘો દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.


