ખેરગામ ખાતે માન.વડાપ્રધાનશ્રીની નવસારી (વાંસી બોરસી)માં યોજાનાર જાહેર સભાનાં કાર્યક્રમ આયોજન અંગેની મીટિંગ યોજાઇ.
તારીખ : ૧૬-૦૨-૨૦૨૪નાં દિને ૧૧:૦૦ કલાકે તાલુકા સેવાસદન ખેરગામ ખાતે માનનીય વડાપ્રધાનશ્રીની નવસારી (વાંસી બોરસી)જાહેર સભાનાં કાર્યક્રમ અંગેનાં આયોજન અંગે વાંસદા પ્રાંત અધિકારીશ્રી ડી.આઇ.પટેલ સાહેબની અધ્યક્ષતામાં અગત્યની મીટિંગ યોજાઇ.
જેમાં તા.૨૨/૦૨/૨૦૨૪ ના રોજ માન. વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ઉપસ્થિતિમાં મુ.વાંસી બોરસી તા જલાલપોર જિ. નવસારી ખાતે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ખાર્તમુહૂર્ત તથા જાહેર સભાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
જેને અનુલક્ષીને ખેરગામ તાલુકામાંથી જનમેદની ગ્રામ્ય કક્ષાએથી કાર્યક્રમ સ્થળ સુધી લાવવા તથા લઇ જવા માટે રૂટ નક્કી કરવા, કાર્યક્રમમાં ફાળવેલ અધિકારી તથા કર્મચારીઓની જવાબદારી નક્કી કરવા, પાણી, નાસ્તાની સગવડ, માણસોને લાવવા લઈ જવાની જવાબદારી નક્કી કરવા જેવી બાબતે સુચારૂ રીતે પાર પડે તે માટે કાર્યક્રમના આયોજન અને અમલીકરણની કામગીરી માટે પ્રાંત અધિકારીશ્રી ડી. આઇ.પટેલ સાહેબ દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનાં આયોજન અંગે માર્ગદર્શન તેમજ દરેક કર્મચારીને ફાળવાયેલ કામગીરીમાં કોઈ પણ પ્રકારની કચાશ કે બેદરકારી ન રહે તે બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખ લીનાબેન અમદાવાદી,ખેરગામ તાલુકા મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સહિત તમામ સ્ટાફ, ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ સહિત તમામ સ્ટાફ, તાલુકાનાં તમામ સરપંચશ્રીઓ, અને ખેરગામ તાલુકાનાં વિવિધ શાખાના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.