ખેરગામ તાલુકાના બાળ વૈજ્ઞાનિકોનો રાજ્ય કક્ષાએ દમદાર પ્રવેશ – શિક્ષણક્ષેત્રમાં ગૌરવની પળો
ખેરગામ તાલુકાના વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાના બાળકોએ રાજ્ય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માટે પસંદગી મેળવી છે, જે સમગ્ર ખેરગામ માટે ગૌરવની ક્ષણ છે. આ સિદ્ધિ શાળાની કઠોર મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને દર્શાવે છે.
પ્રદર્શનની વિગતો:
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દક્ષિણ ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2024 બારડોલી તાલુકાના વાઘેચા મુકામે યોજાયું હતું. જેમાં દક્ષિણ ઝોનના નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાંથી અમુલ્ય કૃતિઓને સ્થાન મળ્યું હતું જેમાં નવસારી જિલ્લાની બે કૃતિઓ રાજ્ય કક્ષાએ પસંદ થઈ, જેમાં ખેરગામ તાલુકાના વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકની "જમીન સુધારણા અને જીવાત નિયંત્રણ" વિષયક કૃતિએ રાજ્ય કક્ષાએ પસંદગી પામી.
શાળાના બાળકોની સફળતા:
બાળકોની આ સિદ્ધિ પૃથ્વી પરના જીવન અને કૃષિ માટે મહત્વની છે. આ પ્રોજેક્ટમાં બાળકો દ્વારા મૌલિક અને નવીનતા ભર્યો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આર્થિક અને પર્યાવરણને અનુકૂળ એવા ઉકેલો, જે ખેતીમાં સહાયરૂપ થાય, તે પ્રદર્શન માટે રજૂ કરવામાં આવ્યા.
સમગ્ર તાલુકામાં આનંદનો માહોલ:
ખેરગામ તાલુકાની કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી થતાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ અને મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ સહિત સંઘના હોદ્દેદારો, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, બી.આર.પી., સી.આર.સીશ્રીઓ સહિત બી.આર.સી.ભવન સ્ટાફ, વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી મનીષભાઈ પટેલ સહીત શાળા પરિવાર,તાલુકાના કેન્દ્ર શિક્ષકો મુખ્યશિક્ષકો અને શિક્ષકોએ વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાનાં બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષિકા શ્રીમતી હેતલબેન પટેલને હાર્દિક શુભ કામનાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યાં.
બાળકો માટે પ્રોત્સાહન:
આવી સિદ્ધિઓ ખેરગામના અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું સ્ત્રોત છે. શિક્ષકો અને શાળા દ્વારા મળતું માર્ગદર્શન તથા બાળ વૈજ્ઞાનિકોના પ્રયાસો સાથે, ભવિષ્યમાં ખેરગામના વધુ બાળકો વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પ્રગતિ કરે તેવી અપેક્ષા છે.