પાણીખડક ક્લસ્ટર કલા મહોત્સવ – 2025-26 અંતર્ગત સ્પર્ધા યોજાઈ.
“વિકસિત ગુજરાત 2047” થીમ અંતર્ગત, ખેરગામ તાલુકાના પાણીખડક ક્લસ્ટરનો કલા મહોત્સવ 2025-26 આજ રોજ પાણી ખડક પ્રાથમિક શાળા ખાતે ઉત્સાહપૂર્વક યોજાયો. કાર્યક્રમમાં શામળા ફળિયા CRC શ્રીમતી ટીનાબેન પટેલ, પાણીખડક કેન્દ્ર શિક્ષક કાશ્મીરાબેન પટેલ, તેમજ ક્લસ્ટરના વિવિધ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિ નોંધાઈ.
સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્તમ કળાત્મક પ્રદર્શન કરીને સૌનું મન જીતી લીધું. વિવિધ સ્પર્ધાઓમાં મુકામ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ નીચે મુજબ છે:
ચિત્ર સ્પર્ધા
પ્રથમ ક્રમાંક – સિદ્ધિ હિતેશકુમાર પટેલ, વિદ્યામંદિર પણંજ પ્રાથમિક શાળાબાળકવિ સ્પર્ધા
પ્રથમ ક્રમાંક – ધ્રુવિકા પ્રકાશભાઈ રાવળ, પાણીખડક પ્રાથમિક શાળાસંગીત ગાયન સ્પર્ધા
પ્રથમ ક્રમાંક – તન્વી દિપકભાઈ ચૌધરી, પાણીખડક પ્રાથમિક શાળાસંગીત વાદન સ્પર્ધા
પ્રથમ ક્રમાંક – પલ દિગેશભાઈ, મંદિર ફળિયા પ્રાથમિક શાળા આછવણી
આ કલા મહોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા, પ્રતિભા અને આત્મવિશ્વાસને સુંદર મંચ મળ્યો. તમામ વિજેતા વિદ્યાર્અથીઓને અભિનંદન અને ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ.



