જિલ્લા કક્ષાનાં ખેલમહાકુંભમાં બહેજ શાળાની મિનાક્ષીબેન માછીનો વિજય
આજરોજ તા. 14/11/2025, શુક્રવારના રોજ નવસારી જિલ્લાના મદ્રેસા હાઈસ્કૂલ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની ખેલમહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળાની ધોરણ-7ની વિદ્યાર્થીની મિનાક્ષીબેન કનુભાઈ માછીએ U-14 કેટેગરીની 600 મીટર દોડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
મિનાક્ષીબેનના આ ઉત્કૃષ્ટ વિજયથી બહેજ પ્રાથમિક શાળા, બહેજ ગામ તેમજ ખેરગામ તાલુકાનું ગૌરવ વધ્યું છે. હવે તેઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે.
મિનાક્ષીને બહેજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સેજલભાઈ, ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ, BRC શ્રી વિજયભાઈ, TPEO શ્રી મનિષભાઈ પરમાર સાહેબ, તાલુકા શિક્ષક સંઘનાં પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ, મહામંત્રી શ્રી કિરીટભાઈ , નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રીશ્રી ધર્મેશકુમાર પટેલ સહિત તમામ હોદ્દેદારોએ હાર્દિક અભિનંદન પાઠવ્યાં.



