ખેરગામ ખેલ મહાકુંભ 2025-26માં જનતા મધ્યમિક શાળાનું શાનદાર પ્રદર્શન
ખેરગામ તાલુકાની ખેલ મહાકુંભ 2025-26નો શુભારંભ ગીતા મંદિર હાઈસ્કૂલ, પાર્ટી ખાતે તા. 6/11/2025ના રોજ કરવામાં આવ્યો હતો. સ્પર્ધાઓમાં જનતા મધ્યમિક શાળા, ખેરગામના વિદ્યાર્થીઓએ કબડ્ડી, રસ્સાકેંચ અને એથ્લેટિક્સ સહિત વિવિધ ઇવેન્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ અને બીજા ક્રમ હાંસલ કર્યા હતા.
રસ્સાકેંચ ઓપન વિભાગમાં ભાઈઓ તથા બહેનોની ટીમે પ્રથમ ક્રમ મેળવ્યો. અંડર-17માં ભાઈઓની ટીમે પણ પ્રથમ ક્રમ હાંસલ કર્યો. કબડ્ડી સ્પર્ધામાં ઓપન વિભાગમાં ભાઈઓની ટીમ ચેમ્પિયન બની, જ્યારે અંડર-14 વિભાગમાં બીજા ક્રમે રહી.
તા. 8/11/2025ની એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું.
રણજિત દેવજીભાઈએ ચક્રફેંક, ગોળાફેંક અને હથોડાફેંકમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
પટેલ શિવાની વિજયભાઈએ ગોળાફેંક અને ચક્રફેંકમાં પ્રથમ ક્રમ મેળવ્યો.
રાઠોડ તનુશ્રી જીતુભાઈએ ચક્રફેંકમાં પ્રથમ અને ગોળાફેંકમાં ત્રીજો ક્રમ મેળવ્યો.
યશ શુકરભાઈ જોગારીએ લાંબી કુદ અને 200 મીટર દોડમાં પ્રથમ ક્રમ મેળવ્યો.
હળપતિ ધરાબેને 200 મીટર દોડમાં પ્રથમ તેમજ લાંબી કુદમાં બીજો ક્રમ મેળવ્યો.
જય પટેલે 100 મીટર દોડમાં પ્રથમ ક્રમ મેળવ્યો.
પટેલ મેહુલે લાંબી કુદ અને 200 મીટર દોડમાં બીજો ક્રમ મેળવ્યો.
રાઠોડ દર્શીલે 200 મીટર દોડમાં બીજો ક્રમ મેળવ્યો.
નિળારા વિશાલે 400 મીટર દોડમાં બીજો ક્રમ મેળવ્યો.
આહિર જીયાએ 100 મીટર દોડમાં ત્રીજો ક્રમ મેળવ્યો.
વિજેતા વિદ્યાર્થીઓને માર્ગદર્શક શિક્ષક શ્રી કેતનભાઈ સી. પટેલ, આચાર્ય શ્રી ચેતનભાઈ કે. પટેલ તથા શાળા પરિવારને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ સહિત કમિટી સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.


