સાપુતારા ખાતે યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ 2025–26: ગંગેશ્વરીનું શ્રેષ્ઠ પ્રદર્શન
સાપૂતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. 20/11/2025ના રોજ સાંસદ ખેલ મહોત્સવ 2025–2026 ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત રમતોમાં શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ તરફથી એકમાત્ર વિદ્યાર્થીની તરીકે **માહલા ગંગેશ્વરી (બી.એસ.સી – દ્વિતીય વર્ષ)**એ પ્રતિનિધિત્વ કર્યું હતું.
ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ગંગેશ્વરી મહેશભાઈ માહલાએ બે વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં તેમણે:
- લોંગ જમ્પમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ
- 100 મીટર દોડમાં તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ
આ શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તેમને માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલના હસ્તે વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
ગંગેશ્વરીનો આ ઉત્કૃષ્ટ ખેલ પ્રદર્શન ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા તથા શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ માટે ગૌરવની ક્ષણ બની રહી છે. તેમના આ સિદ્ધિભર્યા વિજયોથી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે.
રમતગમત ક્ષેત્રે ખેરગામ તાલુકાનું નામ રોશન કરનાર બહેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાછળ શાળાના શિક્ષક શ્રી પ્રવિણભાઈ પટેલનો સાથ સહકાર અને મહેનત અગ્રીમ સ્થાને રહ્યું છે. તેમના ખાતામાં રમતગમતમાં આગળ વધતાં ખેલાડીઓના આશીર્વાદોની ફિક્સ ડિપોઝિટ જમા થઈ રહી છે. તેમના દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.



