ખેરગામના દોડવીરો ચીખલી મેરેથોનમાં ઝળક્યા – 45+ શ્રેણીમાં પ્રવિણભાઈ પટેલ ત્રીજા ક્રમે
ચીખલી ખાતે આયોજિત મેરેથોન દોડમાં ખેરગામના બે ખેલાડીઓએ તેમના ઉત્સાહ અને દમદાર પ્રદર્શન દ્વારા ગૌરવ મેળવ્યું છે. 10,000 મીટર દોડમાં 45 વર્ષથી વધુ વયજૂથ માટે યોજાયેલી સ્પર્ધામાં બાબુભાઈ સામજીભાઈ પટેલ અને પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલએ ખેરગામનું પ્રતિનિધિત્વ કર્યું.
આ રેસમાં પ્રવિણભાઈ પટેલે ઉત્તમ દોડ કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. વિજેતાઓનું સન્માન ચીખલીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું, જેમાં પ્રવિણભાઈને ટ્રોફી અને ઈનામ એનાયત કરાયું.
ખેલ અને આરોગ્ય પ્રત્યે પ્રવિણભાઈ અને બાબુભાઈ જેવા દોડવીરોનો ઉત્સાહ ખેરગામના યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમના આ સફળતા માટે ખેરગામવાસીઓમાં આનંદ અને ગૌરવનું માહોલ છે.
"આ ઉંમરે આવી દોડમાં ભાગ લેવું એ જ મોટી વાત છે. પ્રવિણભાઈના ત્રીજા સ્થાનથી ખેરગામની ઓળખ ચમકી છે," – એવો પ્રતિસાદ ગામલોકોએ આપ્યો હતો.
આ મેરેથોનના સંદર્ભમાં ખેરગામના અન્ય રમતવીરોને પણ પ્રોત્સાહન મળી રહે અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ આગળ વધે, એજ શુભકામના!