નવસારી જિલ્લાની મહુડી પ્રાથમિક શાળાના બાળકોએ નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લાતા.મહુવા-જી.સુરતની મૂલાકાત લીધી.

SB KHERGAM
0

 નવસારી જિલ્લાની મહુડી પ્રાથમિક શાળાના બાળકોએ નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લાતા.મહુવા-જી.સુરતની મૂલાકાત લીધી.


આજ રોજ તારીખ  24/09/24 મંગળવારે પ્રા શા.મહુડી તા.જી નવસારીથી વિજ્ઞાન-પર્યાવરણ  શિક્ષક શ્રી  સતીષભાઈ પટેલ  તથા સ્ટાફ ગણ  અને ધોરણ  6/8 ના વિદ્યાર્થીઓ   પ્રાકૃતિક કૃષિ, દેશીગાય આધારીત પંચગવય પ્રોડક્ટ,  વિવિધ કિટ નિયત્રકોનો ઉપયોગ, દેશીગાય સંવર્ધન અને ગૌપાલન  વિષયે અત્રે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લાતા.મહુવા-જી.સુરતની મૂલાકાત  લીધી.બાળકો પ્રાથમિક શિક્ષણ  થી જ  પ્રાકૃતિક કૃષિ ,દેશીગાય  ગૌપાલન  મહત્વ  સાથે પ્રાકૃતિક  શાકભાજી, મસાલાપાક, અનાજ  ,કઠોળ ,ફળ પાકનુ ઝેર મુકત  ભોજન ઉત્પાદન   બાબતે જૈવ  ચક્ર  ,-ઇકો ક્લબ- પ્રવૃતિ સમજી શકે .  આરીતે વિદ્યાર્થીઓને નજીકના પ્રાકૃતિક  મોડેલ  ફાર્મની ફિલ્ડ વિઝીટ  કરાવી ધોરણ   3 થી 8   વિજ્ઞાન-પર્યાવરણ વિષયની ધણી બધી અધ્યયન  નિષ્પતિ  જાત અનુભવથી સિધ્ધ  કરી શકાય છે. છેલ્લા  પાંચ વર્ષમા દ. ગુજરાતના દેશી ગાય ગૌપાલન  અને ગાય આધારીત પ્રાકૃતિક  કૃષિ બાબતે  નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર સણવલ્લા સમજણ  સાથે માહિતી પૂરી પાડે છે. જેમા અત્યાર સુધી આત્મા.સાબર કાંઠા,પંચમહાલ, દાહોદ, સુરત, વલસાડ  તથા AKRSP ડાંગ, તાપીથી જીલ્લા  બહારથી ખેડૂતો, અધિકારીગણ  તથા વિદ્યાર્થીઓએ મૂલાકાત લીધી છે. અને પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top