Narmda (Sagbara): નર્મદા જિલ્લાની દોધનવાડી પ્રાથમિક શાળાને પ્રાકૃતિક કૃષિની વિશિષ્ટ પધ્ધતિ પ્રાથમિક શિક્ષણમા અમલીકરણના ભાગરૂપે પસંદગી.

SB KHERGAM
0

 

Narmda (Sagbara): નર્મદા જિલ્લાની દોધનવાડી પ્રાથમિક શાળાને પ્રાકૃતિક કૃષિની વિશિષ્ટ પધ્ધતિ પ્રાથમિક શિક્ષણમા અમલીકરણના ભાગરૂપે પસંદગી.

 પ્રાથમિક શાળા દોધનવાડી તા.સાગબારા  જી.નર્મદાને વર્ષ  2023/2024 નો જીલ્લા કક્ષાના ઈકો ક્લબ-પર્યાવરણ વિષયમા સાંપ્રત  પ્રવાહમા ગુજરાત રાજ્ય સરકારશ્રીના પ્રાકૃતિક કૃષિ  પ્રોત્સાહન યોજના હેઠળ આ શાળાને પ્રાકૃતિક કૃષિ -Netural farming, projectની વિશિષ્ટ  પધ્ધતિ  પ્રાથમિક શિક્ષણમા અમલીકરણના ભાગરૂપ  પસંદ  થઈ છે. 


જેમાં પર્યાવરણ શિક્ષક અને પ્રાકૃતિક કૃષિકાર ભરતભાઈ નાનુભાઈ પટેલ તથા સાથી શિક્ષક મિત્રો વનિતાબેન બારૈયા ,ધનશયામભાઈ ભાલીયા, રાધાબેન ગામીત, ઉષાબેન પટેલ  તથા આચાર્યશ્રી ઈશ્વરભાઈ વસાવાના માર્ગદર્શનથી શાળાના વિદ્યાર્થીઓ સાથે મળી કાર્ય અનુભવ શિક્ષણની શરૂઆત કરી.   જયાં બે ઈચ પછી પાકો હાડ મૂરમ અને પત્થર છે તે  શાળા પરીસરમા ગામના જૂના ઉકરડાનુ સારુ કંપોસ્ટ ખાતર લાવી 50% ડૃંગરની માટી અને 50% ગૌબર ગૌમૂત્ર છાશયુક્ત  કંપોસ્ટ ખાતર સાથે ગ્રો બેગમા ભરી શાકભાજી- રીગણ, મરચી, ટામેટી, ફલાવર ,કોબીજ, શ્રીઅન્ન- બંટી, મૌરૈયો કઠોળ પાક-ચણા ચોળી, મગ,મઠ વગેરે અનાજ, તથા મસાલા પાક રાઈ, જીરૂ,ધાણા,વરીયાળી,અજમાનુ નિદર્શન પ્લોટ નિર્માણ હેતુ  મિશ્ર પધ્ધતિ મુજબ વાવેતર કર્યુ.

તારીખ 30/1/24 ની સ્થિતીએ સુંદર પાક વૃધ્ધિદર જોઈ શકાય છે. આ યજ્ઞકાર્યમા સમુદાયના વાલીઓ તથા સીઝનલ હોસ્ટેલના બાળકો અને બાલમિત્ર રાકેશભાઈ અને લક્ષ્મીબેન  વસાવાનુ યોગદાન રહ્યુ  છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top