🎓 મજીગામ શાળાની શાનદાર સિદ્ધિ | SSC 2026 100% Result with District Top Performance by Dhruvi Rathod
🏆 મજીગામ શાળાનું એસ.એસ.સી. 2026માં શાનદાર 100% પરિણામ
નવસારી જિલ્લામાં પ્રથમ સ્થાન સાથે દીકરી ધ્રુવી રાઠોડે કર્યું ગૌરવપૂર્ણ પ્રદર્શન
મલ્લિકાર્જુન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી નયનાબેન મકનભાઈ પટેલ માધ્યમિક શાળા, મજીગામે ફરી એકવાર શૈક્ષણિક ઉત્તમતા સાબિત કરી
🏆 શ્રીમતી નયનાબેન મકનભાઈ પટેલ માધ્યમિક શાળા, મજીગામનું એસ.એસ.સી. 2026માં શાનદાર 100% પરિણામ નવસારી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવનાર દીકરી ધ્રુવી રાકેશભાઈ રાઠોડે શાળાનું નામ રોશન કર્યું છે. મલ્લિકાર્જુન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી નયનાબેન મકનભાઈ પટેલ માધ્યમિક શાળા, મજીગામે એસ.એસ.સી. બોર્ડ પરીક્ષા 2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં 100% પરિણામ હાંસલ કર્યું છે. શાળામાં અભ્યાસ કરતા કુલ 37 વિદ્યાર્થીઓમાંથી તમામ 37 વિદ્યાર્થીઓ સફળ થતા સમગ્ર શાળા પરિવાર, વાલીઓ તથા ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. વિદ્યાર્થીઓના ગ્રેડ મુજબ પરિણામમાં વિદ્યાર્થીએ A1 માં 8 વિદ્યાર્થીઓ A2માં 19 વિદ્યાર્થીઓ, B1, 6 વિદ્યાર્થીઓ, B2 માં 3 વિદ્યાર્થીઓ અને C1 માં 1 વિદ્યાર્થીએ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં ધ્રુવી રાકેશભાઈ રાઠોડે 600માંથી 590 ગુણ (98.33%) મેળવી PR 99.99 સાથે નવસારી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.
જ્યારે શાળા કક્ષાએ દ્વિતીય ક્રમે મેઝિલ વિપુલકુમાર પટેલે 93.67% અને તૃતીય ક્રમે દેવ જીતેન્દ્રકુમાર હળપતિએ 93.33% ગુણ પ્રાપ્ત કર્યા છે. શાળાએ શૈક્ષણિક ક્ષેત્રે સતત પ્રગતિ દર્શાવતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 90.47%, કોમર્સમાં 100% તથા ધોરણ 10માં 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ શાનદાર સફળતા બદલ શાળાના આચાર્યશ્રી, સંચાલક મંડળ, શિક્ષકગણ તથા સમગ્ર સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.


