આદિવાસી પ્રીમિયર લીગ સીઝન -૨ માં ગણદેવાની ટીમ ચેમ્પિયન.

SB KHERGAM
1 minute read
0


આદિવાસી પ્રીમિયર લીગ સીઝન -૨ માં ગણદેવાની ટીમ ચેમ્પિયન.

ચીખલી તાલુકાના ખાંભડા ગામે આદિવાસી પ્રીમિયર લિગ સીઝન ૨ નું આયોજન ખાંભડાના યુવા મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગાણદેવાની ટીમ ચેમ્પિયન બની હતી.

ખાંભડા ગામના પાંચ જેટલા ગ્રાઉન્ડો ઉપર આ ટુર્નામેન્ટની મેચો રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં આદિવાસી સમાજના કુલ ૧૧૫ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મુકાબલો ગણદેવા અને ખેરગામ વચ્ચે થતાં ગણદેવાની ટીમ ચેમ્પિયન અને ખેરગામની ટીમ રનર્સઅપ રહી હતી. આ બન્ને વિજેતા ટીમોને આકર્ષક ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.. તો સેમીફાઈનલ સુધી પહોંચાડનાર દેગામ અને સારણની ટીમને ત્રીજા અને ચોથા નંબરના ઇનામ રૂપે ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ, ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પટેલ, વાંસદા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિકુંજ ગામીત, ચીખલી તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ યોગેશ પટેલ, આરીફ ટિમ્બાલિયા, તલ્હા પટેલ, ખાંભડા માજી નિલેશ, ખાલપ સરપંચ ગીરીશ, પટેલ, તાલુકા વિરોધ નેતા ભીખુ ગરાસિયા, ફડવેલના રમણ પટેલ અને નટુ બારોટ, ચીખલી તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ ભાવના, અંજના, ખાંભડા ગામના સરપંચ પરેશ, ડેપ્યુટી સરપંચ ભરત પટેલ, સભ્ય ધર્મેશ પટેલ, ધનસુખ, જીતુ, લાલુ, નિખિલ, વિરલ, હિતેષ માસ્ટર, યોગેન અને રાજ કોમેન્ટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top