Khergam : ખેરગામ તાલુકામાં 20 શાળાઓમાં ગુજરાત એચિવમેન્ટ સર્વેક્ષણ-૫ હાથ ધરાયું.

SB KHERGAM
0

Khergam : ખેરગામ તાલુકાની 20 શાળાઓમાં ગુજરાત એચિવમેન્ટ સર્વેક્ષણ હાથ ધરાયું.

તારીખ : ૩૦-૦૧-૨૦૨૪નાં દિને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત એચિવમેન્ટ સર્વેક્ષણ-૫ હાથ ધરાયું હતું હતું જેમાં ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓમાં ધોરણ -૪ અને ધોરણ -૭ માં ગુજરાત એચિવમેન્ટ સર્વેક્ષણ અંતર્ગત OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરણ ૪માં ભાષા, પર્યાવરણ અને ગણિત વિષયના કુલ ૬૦ગુણની પરીક્ષા જ્યારે ધોરણ -૭ માં ભાષા, ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને સામાજિક વિજ્ઞાન વિષયના કુલ ૮૦ ગુણની પરીક્ષા યોજાઈ હતી. આ સર્વેક્ષણ માટે ફિલ્ડ ઈન્વએસ્ટઈગએટર તરીકે ૨૦ પ્રાથમિક શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમના દ્વારા આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણનો હેતુ વિષયોની કઠિન અધ્યયન નિષ્પત્તિ ચકાસવાનો છે.

 આ સર્વેક્ષણની દેખરેખ માટે નવસારી તાલીમ ભવનના સિ. લેકચરરશ્રી ડૉ.પ્રકાશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. જેઓ ચાલુ પરીક્ષા દરમ્યાન  ખેરગામ બી.આર. સી.વિજયભાઈ પટેલ સાથે મળીને શાળાઓની મુલાકાત લીધી હતી. તથા ખેરગામ તાલુકાનાં સી.આર સી. ટીનાબેન અને વૈશાલીબેન સોલંકી તેમજ બી.આર.સી.ભવન ખેરગામના સ્ટાફ મિત્રો પણ સાહિત્ય રિસિવિંગ સેન્ટર પર મદદ માટે જોડાયા હતા.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top