Navsari (khergam) :ખેરગામ તાલુકાના સરસીયા ફળિયા ખાતે પશુપાલન શિબિર યોજાઈ.

 

Navsari (khergam) :ખેરગામ તાલુકાના સરસીયા ફળિયા ખાતે પશુપાલન શિબિર યોજાઈ.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના સરસિયા દત્ત મંદિરના પટાંગણમાં નવસારી જિલ્લા પંચાયત તથા પશુ દવાખાના ખેરગામ દ્વારા તાલુકાના પશુપાલકો માટે તાલુકા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિવિધ તજજ્ઞો ડૉ.એમ. સી.પટેલ, ડૉ.ડી.બી ઠાકોર, ડૉ.વી.બી ઓઝા, ડૉ.વાય.આર.પટેલ, ડૉ.બી. એલ.માહલા, ડૉ.કે.ડી.પટેલ, ડૉ.જે. એમ.બાલવાની દ્વારા પશુપાલન માવજત પશુ આહાર, પશુ રક્ષણ તેમજ પશુપાલનની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડી હતી. શિબિરમાં ખેરગામ તાલુકાના ૨૦૦ જેટલા પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડયું હતું. 

આ કાર્યક્રમમાં ગણદેવીના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પશુપાલન અધ્યક્ષશ્રી નિકુંજભાઈ પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ સુમિત્રાબેન ગરાસીયા ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખ લીનાબેન પટેલ, અગ્રણીશ્રી ચુનીભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ ટેલર સરપંચ ઝરણાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.


Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.