Valsad: વલસાડમાં અતુલ ખાતે તા. ૪ અને ૫ ફેબ્રુ.એ જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાશે.


સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે- ૨૦૨૩-૨૪ ખેલ મહાકુંભ ૨.૦નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  જે અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની સ્વિમિંગની સ્પર્ધાનું આયોજન અતુલ સ્પોર્ટ્સ ક્લબ, અતુલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એઈજ ગ્રુપ ભાઈઓ-બહેનોની સ્પર્ધા તા. ૦૪/૦૨/૨૦૨૪ રવિવારના રોજ યોજાનાર છે તથા અબવ-૪૦ અને અબવ-૬૦ની સ્પર્ધા તા.૦૫/૦૨/૨૦૨૪  સોમવારના રોજ યોજાશે. જેની તમામ ખેલાડી મિત્રોને નોંધ લેવા જિલ્લા રમત વિકાસ અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૧ જાન્યુઆરી 

Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.