Navsari (Jamalpor school) :નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ૧૦૮નાં કર્મચારીઓ દ્વારા ડેમો યોજાયો.

 

Navsari (Jamalpor school) :નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ૧૦૮નાં કર્મચારીઓ દ્વારા ડેમો યોજાયો.

પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં વર્ષ ૨૦૦૭માં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી. 

ગુજરાત રાજ્યમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત કે પછી બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા લોકો માટે એક સંજીવની સમાન બની ગઇ છે. 

૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દરેક પરિસ્થિતિમાં વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડે છે. ત્યારે આ સેવાને લઇને શાળાનાં બાળકોમાં જાગૃતિ આવે તે માટે નવસારીની જમાલપોર પ્રાથમિક શાળામાં ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા અપાતી તાત્કાલિક સારવાર વિશેનું ડેમોન્સ્ટ્રેશન ડૉ. ચાવડા સાહેબ દ્વારા શાળાનાં બાળકોને આપવામાં આવ્યું હતું. આ ડેમોન્સ્ટ્રેશન અંતર્ગત વિઘાર્થીઓને ઇમરજન્સી વખતે કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇને તેને લઇને ૧૦૮ના અધિકારીઓને અને કર્મચારીઓ દ્વારા સ્કૂલના વિદ્યાથીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ડેમોન્સ્ટ્રેશનમાં બાળકો તેમજ શાળાનાં આચાર્યશ્રી ફૂલચંદ ભગતાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપકુમાર પટેલ સહિત શાળા પરિવારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.



 


Comments

Popular posts from this blog

ખેરગામ બીઆરસી ભવન ખાતે ધોરણ ૧ થી ૮ માટે શારીરિક શિક્ષણ અને ‘આનંદદાયી શનિવાર’ શિક્ષક તાલીમ યોજાઈ

ખેરગામ તોરણવેરાના ઢાકવાદકોની લોકપરંપરા રાષ્ટ્રીય મંચ પર ગુંજી ઉઠી.

વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ‘રંગોત્સવ-૨૦૨૬’નો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.