Delhi : દિલ્હીની ગણતંત્ર દિવસની પરેડમાં રજૂ કરાયેલા ગુજરાતના 'ધોરડો ટેબ્લો' પ્રથમ પસંદ બની.

SB KHERGAM
0

Delhi : દિલ્હીની ગણતંત્ર દિવસની પરેડમાં રજૂ કરાયેલા ગુજરાતના 'ધોરડો  ટેબ્લો' પ્રથમ પસંદ બની.

પરેડમાં રજૂ થયેલા વિવિધ ટેબ્લોમાં ગુજરાત બેસ્ટ ટુરિઝમ વિલેજ ધોરડોના ટેબ્લોને બે એવોર્ડ મળ્યાં છે. સતત બીજા વર્ષે છવાયું છે. વિજેતા પસંદગી સમિતિની જ્યુરી ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત બીજા વર્ષે પણ દેશની જનતાની મેમ્બર ચોઇસમાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે.

ધોરડોની થીમ આધારિત ઝાંખી રાજ્ય સરકાર દ્વારા ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં રજૂ કરવામાં આવી હતી. આ ટેબ્લોને પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. આ પરેડમાં વિવિધ પ્રદેશોના કુલ ૨૫ ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. ગુજરાતના ટેબ્લોને સતત બીજા વર્ષે પીપલ્સ ચોઈસ-જનતા જનાર્દનની પસંદગીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ બીજો ક્રમ મેળવ્યો છે. 


૨૦૨૨થી ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે માય ગવર્મેન્ટ પ્લેટફોર્મ મારફતે દેશની જનતા પાસેથી મત મેળવીને પરેડમાં ભાગ લેનારી સૈન્ય ટુકડીમાંથી શ્રેષ્ઠ ટુકડી અને રાજ્યો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સાંસ્કૃતિક ઝાંખીમાંથી શ્રેષ્ઠ ઝાંખી પસંદ કરી 'પીપલ્સ ચોઈસ એવોર્ડ' આપવાનો  પ્રારંભ કર્યો છે. આ હેતુસર નાગરિકો પાસે ઓનલાઈન વોટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે ઓનલાઇન વોટીંગની પ્રક્રિયામાં કુલ વોટ્સ પૈકી સૌથી વધુ ૩૨ ટકા વોટ્સ ગુજરાતની ઝાંખીને પ્રાપ્ત થયા હતા. 

આ ઉપરાંત એવોર્ડ પસંદગી સમિતિ- જ્યુરીની પણ સેકન્ડ ચોઈસ બનવાનું ગૌરવ ગુજરાતના ટેબ્લોએ હાંસલ કર્યું છે. આ પહેલાં ગુજરાતને ૨૦૦૮માં જ્યુરી ચોઇસમાં સ્થાન મળ્યું હતું. આ પ્રતિષ્ઠીત એવોર્ડ નવી દિલ્હીમાં ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી હસ્તે માહિતી અને પ્રસારણ સચિવ તેમજ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘે સ્વિકાર્યો હતો.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top