ધરમપુરનાં બામટી ખાતે ભારતીય મૂળનિવાસી સંઘ દ્વારા ભારતીય બંધારણ દિવસ ઉજવવામાં આવ્યો.

SB KHERGAM
0

26-નવેમ્બર-2023ના દિને ધરમપુરનાં બામટી ગ્રામપંચાયત હોલ (લાલ ડુંગરી) ખાતે ભારતીય મૂળનિવાસી સંઘ દ્વારા  ભારતીય બંધારણ દિવસ ઉજવવામાં આવ્યો.

જેમાં ભારતીય મૂળનિવાસી સંઘના હોદ્દેદારોએ ડૉ. બાબા સાહેબને શ્રધ્ધાંજલી અર્પણ  કરવામાં આવી. ત્યારબાદ ધરમપુરનાં સામાજિક આગેવાન  હિરેન પટેલે ડૉ.બાબા સાહેબ  દ્વારા રચાયેલા ભારતીય બંધારણ વિશે વ્યાખ્યાન આપ્યું હતું જેના અંશો અહીં લેખિત સ્વરૂપે રજૂ કર્યા છે.

26 નવેમ્બર 1949 ડો બાબા સાહેબ આંબેડકર લોકશાહી  બંધારણ ડો.રાજેન્દ્રપ્રસાદ,પંડિત જવાહરલાલ નહેરુ,તથા સરદાર પટેલને સુપ્રત કર્યું હતું અને 26 જાન્યુઆરી 1950 થી ભારતના પ્રજાસત્તાક લોકશાહી બંધારણનો  અમલ શરૂ થયો હતો.  જે પ્રજા દ્વારા, પ્રજા માટે અને પ્રજાની સરકારને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખ આપીને આપણે દર વર્ષ ઉજવણી કરીએ છીએ. 

ભારતના લોકતંત્ર બંધારણના ઘડવૈયા ડો બાબાસાહેબ આંબેડકર હતા.ભારતના બંધારણમાં સમાનતા, સ્વતંત્રતા, ન્યાય,તથા ભાઈચારા આધારિત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરવું એ બંધારણનો મુખ્ય ઉદ્દેશ છે,ભારતનું બંધારણ દુનિયાના સર્વશ્રેષ્ટ બંધારણ તરીકેની  ગણના થાય છે.ભારતના બંધારણે ભારતની પ્રજાને વિશેષ અધિકારો આપ્યા છે.

જેમાં ભારતીય મૂળનિવાસી સંઘના હોદ્દેદારો સહિત સમાજના આગેવાન ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.





Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top