શહેરના નિવૃત્ત જવાને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવી.

SB KHERGAM
0

 

શહેરના નિવૃત્ત  જવાને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવી.

આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ જવાને વર્ગ-૧નાં સરકારી અધિકારી સુધીની સફર પૂર્ણ કરી.

વર્ષ ૨૦૧૮માં નિવૃત્ત થયા બાદ ઉંમરના ૪૩માં વર્ષે વર્ગ - ૧નાં અધિકારી તરીકે સચિન પટેલે નોકરી મેળવી.

આર્મીની લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા બાદ બી કોમ શિક્ષીત શહેરના જવાને જીપીએસસીની વર્ગ - ૧ અને ૨ની કસોટીભરી સ્પર્ધાત્મક  પરીક્ષા ઉંમરના ૪૩માં વર્ષે પાસ કરી રાજ્ય સરકારમાં વર્ગ - ૧ના અધિકારી તરીકેની નોકરી મેળવી છે. જવાને આ અગાઉ ચાર સચિન પટેલ અન્ય સરકારી નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની નોંધપાત્ર સિધ્ધી મેળવી છે.

આ હકીકતની વધુ વિગત અનુસાર કારેલીબાગ વિસ્તારમાં રેહતા સચિન પટેલે વર્ષ ૨૦૦૨ના માર્ચમાં આર્મીના કોર્પ્સ ઓફ સિગ્નલ્સ વિભાગમાં નોકરી મેળવી હતી.

આર્મીમાં ૧૭ વર્ષની નિષ્ઠાપૂર્વક, શિસ્તબધ્ધ રીતે નોકરી બાદ ડીસેમ્બર ૨૦૧૮માં તેઓ નિવૃત્ત થયા હતા. આ તો હતી મારી આર્મીની સેવા અને તેમાંથી નિવૃત્તીની પૂર્વાર્ધની વાત, હવે ત્યાંથી આગળ વધીએ તો ત્યાંથી બેસી ન રહેતાં હુ સતત કઈક નવું કરવાનું વિચારી રહ્યો હતો. જેથી મેં પૂરી નિષ્ઠા અને લગન સાથે શિસ્તબદ્ધ મહેનત સાથે વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી. જેના પગલે હું સૌપ્રથમ પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામ્યો હતો. ત્યાર બાદ બીનસચિવાલય ક્લાર્ક તરીકેની પરીક્ષા પાસ કરતાં તેમાં મારી પસંદગી થઈ. ત્યારબાદ સિનિયર ક્લાર્ક તરીકે મારી પસંદગી થઈ હતી. આથી પણ આગળ વધવાની મેં મારી સફર જારી રાખી જ હતી. મેં નશાબંધી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર માટેની પરીક્ષા પાસ કરતાં અહીં પણ મને તક મળી હતી. હાલમાં છેલ્લા એક વર્ષથી હું નર્મદા ભૂવન ખાતે પંચાયત ખાતાના માર્ગે અને મકાન વિભાગમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવી રહ્યો છું. જો કે આમ છતાંય હુ અટક્યો ન હતો. આ પછી મને વધુ આગળ વધવાની પ્રેરણા મળતાં મેં ૨૧-૨૨માં જીપીએસસીની વર્ગ - ૧ અને ૨ માટેની પરીક્ષાની તૈયારી કરી તે પણ પાસ કરતાં હાલમાં ઉંમરના ૪૩મા વર્ષે મને વર્ગ - ૧ના અધિકારી આસિસ્ટન્ટ કમિશ્નર - સ્ટેટ ટેક્સ તરીકે નોકરી કરવાની તક મળી છે.

કોઈપણ મહત્વકાંક્ષી યુવાન કે યુવતિ જીપીએસસીની વર્ગ-૧ અને ૨ની સ્પર્ધાત્મક પરીક્ષાની મંજીલ પ્રાપ્ત કરી શકે છે. માત્ર પૂરતી સમજશક્તિ, પરીક્ષણવૃત્તિ અને નિષ્ઠાની જ આવશ્યકતા છે તેમ આ જવાન નોકરી વાંચ્છુઓને શીખ આપતાં ઉમેયું હતુ.

કેવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી જોઈએ?

  • આર્મીના આ નિવૃત્ત જવાન સચિન પટેલે યુવાનો અને યુવતીઓને સરકારી નોકરી મેળવવાની તૈયારી કરવાની માટે કેટલીક ટીપ્સ આપી હતી.
  • ગ્રેજ્યુએટ થયેલ કોઈપણ યુવાન તૈયારી કરી શકે ઈન્ટરનેટ ઉપર તમામ વિષયોને લગતી માહિતી મળી રહે છે.
  • પરીક્ષાલક્ષી અભિગમ રાખવો જોઈએ.
  • સિલેબસ ધ્યાનમાં રાખીને તૈયારી કરવી જોઈએ.
  • રિવીઝન અને મુખ્ય પરીક્ષા માટે લખવાની ખૂબ પ્રેક્ટીસ કરવી
  •  સરકાર દ્વારા લેવામા આવેલી લોક કલ્યાણકારી નિર્ણયો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનતી ઘટનાઓને ધ્યાનમાં રાખવી સતત સકારાત્મક અભિગમ રાખીને જ તૈયારી કરવી.
  • સોશિયલ મિડીયાનો હેતુ પુરતો સિમિત ઉપયોગ કરવો.
  • પરીક્ષા દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું 
  • કોઈપણ પરિસ્થિતિમાં હસતા રહેવું અને સતત ચિંતન કરતાં રહેવું.
માહિતી સ્રોત : સંદેશ ન્યુઝ પેપર 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top