ગુજરાતી જોક્સ |Gujarati joks-6


ચંગૂ: પરીક્ષા પૂરી થાય કે તરત જિમ જોઇન કરી લઇશ

મંગૂ: કેમ ભાઈ? એમ કેમ?

ચંગૂ: પરિણામ આવે ત્યાં સુધીમાં માર ખાવા લાયક બોડી બની જાય એટલા માટે



બે મિત્ર પરસ્પર વાત કરતા હોય છે 

શુભમ : જ્યારે છોકરી ફ્રેન્ડ બને છે ત્યારે ભલેને લગ્નની ફીલિંગ ન આવતી હોય પણ જ્યારે બ્લોક કરે ત્યારે છૂટાછેડાની ફીલિંગ જરૂર આવે છે.



પત્ની: મારા પતિ બહુ ખોટા છે બહેનપણી: કેમ શું થયું? 

પત્નીઃ સવારથી બૂમ પાડે છે કે મારા ૫૦૦૦ ચોરાઇ ગયા છે પણ મેં તો માત્ર ૪૦૦૦ જ લીધા છે.



શિક્ષક અને વિદ્યાર્થી

શિક્ષકઃ એવી પાંચ વસ્તુઓના નામ આપો, જેમાં દૂધ ઓછા કે વધારે પ્રમાણમાં હોય. 

વિદ્યાર્થીઃ સર, માખણ, આઇસ્ક્રીમ, બકરી, ગાય અને ભેંસ.



સોનુ અને મોનુ

સોનુઃ મને તારા હોમવર્કની નોટ આપ.

મોનુઃ લે.

સોનુઃ અરે આ તો તારા પપ્પાના અક્ષરો છે. 

મોનુઃ એ તો મેં પપ્પાની પેનથી હોમવર્ક કર્યું છે એટલે.



મમ્મી અને મોન્ટુ

મોન્ટુઃ મમ્મી, હું જન્મ્યો એ પહેલાં તેં મને જોયો હતો?

મમ્મીઃ ના.

મોન્ટુઃ તો પછી તેં મને ઓળખ્યો કઇ રીતે?



ચંગુ: ભાઈ મારી ગર્લફ્રેન્ડના લગ્ન થઈ રહ્યા છે

મંગુ: અરે વાહ, અભિનંદન દોસ્ત, ક્યારે છે લગ્ન?

ચંગુ: મારા છ જુલાઈ અને એના ૨૦ જુલાઈએ



શિક્ષક: શાહજહાં કોણ હતો?

વિદ્યાર્થી: જી એક મજૂર હતો

શિક્ષક: શું બોલે છે?

વિદ્યાર્થી: આપે તો કહ્યું હતું કે શાહજહાંએ ઘણી ઇમારતો બંધાવી હતી



મમ્મીઃ બેટા શું કરે છે?

પપ્પુ : વાંચું છું મમ્મી

મમ્મી અરે વાહ, શું વાચે છે?

પપ્પુ : તમારી ભાવી પુત્રવધૂના SMS




ચંગુ મંગુને : શું કરે છે ભાઇ?

મંગુ : મચ્છર મારું છું.

ચંગુ: હજુ સુધીમાં કેટલા માર્યા?

મંગુ : પાંચ, ત્રણ માદા અને બે મેલ.

મંગુ : એ કઇ રીતે ખબર પડી?

મંગુ : માદા મચ્છર અરીસા પાસે હતા અને પુરુષ બારી પાસે.



પપ્પા: ચંગુ જરા મોબાઇલ આપ તો.

ચંગુ: ઊભા રહો પપ્પા, ચાલુ કરીને આપું. ચંગુએ બધા ફોટા અને વીડિયો ડિલીટ કરીને ફોન આપ્યો.



પપ્પા: રહેવા દે. મારે તો ટાઇમ જ જોવો હતો.

શિક્ષક: બોલો બાળકો શાંતિ કોના ઘરમાં હોય છે?

વિદ્યાર્થી: જે ઘરમાં પતિ અને પત્ની બંને મોબાઇલમાં બિઝી રહે ત્યાં.



ભોજન કરતી વખતે પતિએ પત્નીને કહ્યું 

પતિ: આ કેવું રાધ્યું છે, એકદમ છાણ જેવું 

પત્ની: હે ભગવાન, આ વ્યક્તિએ તો બધું જ ચાખ્યું છે.



ટ્રેનમાં બે મુસાફરો વાત કરી રહ્યા હતા, 

પહેલો મુસાફર: વોટ્સ-એપ હંમેશા લોકોને આગળ વધારે છે.

 બીજો મુસાફર: એ કઈ રીતે? 

પહેલો મુસાફર: વધારે છે. મને જુવો મારે બે સ્ટેશન પાછળ ઉતરવાનું હતું વોટ્સ-એપના ચક્કરમાં આગળ આવી ગયો



એન્જિનિયર: આજે મારી પાસે ગાડી છે, બંગલો છે. નોકર-ચાકર બધું જ છે તારી પાસે શું છે? 

શિક્ષકઃ મારી પાસે ઉનાળું વેકેશન છે.



સોનુ મોનુને જ્ઞાન આપી રહ્યો હતો... 

જો પરીક્ષામાં પેપર બહુ અઘરું હોય તો આંખો બંધ કરો, 

ઊંડો શ્વાસ લો અને જોરથી બોલો, 

આ વિષય બહુ મઝાનો છે. તેથી આવતા વર્ષે ફરી ભણીશું.



પત્નીએ એક દિવસ પતિનો મોબાઇલ ચેક કર્યો તો 

તેમાં અમુક મોબાઇલ નંબર કંઈક આવા નામ સાથે સેવ હતા, આંખોનો ઇલાજ, દિલનો ઇલાજ...

પત્નીએ ગુસ્સામાં પોતાનો નંબર ડાયલ કર્યો તો નામ દેખાયું- 'લા-ઇલાજ'.



પતિ (પત્નીને) : આજે મેં મારો ૫૦ લાખ રૂપિયાનો વીમો ઉતરાવ્યો છે.

પત્ની: તમે આ બહુ સારું કર્યું. હવે મારે વારંવાર કહેવું નહીં પડે કે તમારું ધ્યાન રાખજો.



શિક્ષક: બોલો ચંદ્ર પર પહેલો પગ કોણે મૂકયો હતો?

વિદ્યાર્થીઓ: નીલ આર્મસ્ટ્રોન્ગે

શિક્ષક: અને બીજો

વિદ્યાર્થીઓ: એણે જ. એ ત્યાં લંગડી રમવા થોડો ગયો હતો.




ચંગુ: હું લોખંડમાંથી પાણી કાઢી શકું છું.

શિક્ષક : કઇ રીતે

ચંગુ: હેન્ડ પમ્પમાંથી.




બાળક: મમ્મી ગાંધીજીના માથે વાળ કેમ નહોતા?

મમ્મી : કારણ કે તેઓ હંમેશા સત્ય જ બોલતા હતા.

બાળક: હવે સમજાયું.

મમ્મી: શું સમજાયું?

બાળક: એ જ કે મહિલાઓના વાળ લાંબા કેમ હોય છે.




પતિઃ ડાર્લિંગ તું રોજે-રોજ સુંદર બનતી જાય છે?

પત્ની: કેમ એમ કહો છો?

પતિ: જોને તારી સુંદરતાને જોઇ રોટલી પણ બળવા લાગી છે.




શિક્ષક: જો છોકરીઓ પારકી થાપણ કહેવાય તો છોકરાઓને શું કહેવાય?

વિદ્યાર્થિની: સાહેબ, ચોર.

શિક્ષક: કઇ રીતે?

વિદ્યાર્થિની: કારણ કે છોકરાઓની નજર હંમેશા પારકી થાપણ પર હોય છે.



શિક્ષકઃ ડેટ અને તારીખમાં શું ફરક છે? 

ચંગુઃ સર ડેટમાં ગર્લફ્રેન્ડ સાથે જવાય છે અને તારીખ પર વકીલ સાથે જવું પડે છે.




ચંગુ એક કોરા કાગળને વારંવાર ચુંબન કરી રહ્યો હતો.

મંગુ: આ કોરા કાગળને કેમ ચુંબન કરે છે?

ચંગુ: અરે એ લવલેટર છે?

મંગુ: પણ આ તો કોરો છે.

ચંગુ: આજકાલ બોલચાલ બંધ છે એટલે.




શિક્ષકઃ રાજુ બોલ તો ૪ અને ૪ કેટલા થાય?

રાજુઃ સાહેબ ૧૦.

શિક્ષક: કઇ રીતે?

રાજુઃ હું દિલદાલ ઘરનો છું, બે મેં મારા તરફથી ઉમેરી દીધા છે.




ચંગુ: પપ્પા હું તમારું ખૂબ ધ્યાન રાખું છું.

પપ્પા: મને ખબર છે બેટા.

ચંગુ: તમે કહ્યું હતું ને કે હું ૧૨મું પાસ કરી લઉં તો તમે મને બાઇક અપાવશો.

પપ્પા: હા કહ્યું હતું ને.

ચંગુ: મેં તમારા પૈસા બચાવી લીધા છે.



ભિખારીઃ કંઇ આપી દો સાહેબ, લાચાર છું 

ચંગુઃ આટલો તગડો તો દેખાય છે લાચાર કઇ રીતે છે?

ભિખારી: બસ મારી આદતથી લાચાર છું




ચંગૂ: કેમ ભાઇ આટલો હેરાન છે 

મંગૂઃ અરે મેં મારી ગર્લફ્રેન્ડને મોટું ટેડી બિયર ગિફટ કર્યુ હતું..

 ચંગુઃ તો શું થયું

મંગૂ: એની મમ્મીએ તેમાંથી રુ કાઢીને તકિયા ભરાવી લીધા




પત્ની : મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં પુરુષોને અપ્સરા મળે છે, તો મહિલાઓને શું મળે છે?

પતિ: કંઇ નહીં, ઉપરવાળો માત્ર દુ:ખી લોકોની જ વાત સાંભળે છે.



સોનુ છોકરી જોવા ગયો સોનુ કેટલું ભણ્યા છો? 

છોકરી: બીએ સુધી સોનુએ લગ્નનો ઇનકાર કરતા કહ્યું કે, બે અક્ષર ભણી એ પણ ઊંધા



હાથીએ કીડીને લગ્ન માટે પ્રપોઝ કર્યુ કીડીએ કહ્યું, હું પણ તમને પ્રેમ કરું છું પરંતુ આપણા લગ્ન શક્ય નથી.

હાથીઃ તું પ્રેમ કરે છે તો લગ્ન કેમ નહીં?

કીડી: મારા ઘરમાં ઇન્ટરકાસ્ટ લગ્ન થઈ શકે છે, પરંતુ ઇન્ટરસાઇઝ નહીં.



ભિખારી: ભગવાનના નામે કંઈક આપો

છોકરી: કંઈ નથી બાબા, માફ કરો

ભિખારી: કંઈ નહીં તો તમારો મોબાઇલ નંબર જ આપી દો, બાબા દુઆ પણ આપશે અને મેસેજ પણ કરશે.



પત્ની : આ રેગિંગ કોને કહેવાય?

પતિ : તું દરેક મેરેજ એનિવર્સરી, કરવા ચોથ અને બર્થડે પર જબરદસ્તી ગિફટ માગે છે ને એને જ અંગ્રેજીમાં રેગિંગ કહે છે.




ટીચર : સોહન, તેં આજે ક્લાસમાં મોડા આવવાનું શું બહાનું શોધ્યું છે?

સોહન : મેડમ, આજે હું એટલો ઝડપથી દોડીને આવ્યો છું કે બહાનું શોધવાનો ટાઇમ જ નથી મળ્યો.



અડધી રાત્રે એક યુવકે તેની ગર્લફ્રેન્ડ સ્વીટીના ઘરનો દરવાજો ખટખટાવ્યો.

સ્વીટી : કોણ છે?

યુવક : હું છું.

સ્વીટી : હું કોણ?

યુવક : અરે બેવકૂફ, તું સ્વીટી.



બસ કંડક્ટરે ચિન્ટૂને કહ્યું તું રોજ દરવાજા પાસે જ ઊભો રહે છે, તારા પિતા ચોકીદાર છે કે શું? 

ચિન્ટુએ પણ સણસણતો જવાબ આપ્યો. તમે હંમેશા મારી પાસે પૈસા માગો છો. તમારા પપ્પા ભિખારી છે કે શું?



ચંગૂ દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો.

ઓચિંતી કાર થાંભલા સાથે અથડાઇ ગઇ.

પોલીસવાળો: બહાર નીકળ.

ચંગુ: માફ કરો સાહેબ.

પોલીસવળોઃ દારૂ પીને ગાડી ચલાવે છે?

ચાલ મોઢું ખોલ.

ચંગૂ: સાહેબ પહેલાથી જ નશામાં છું, હવે બીજો કેટલો દારૂ પીવડાવશો?



ડૉક્ટર: આ ચશ્માં કોના માટે છે?

ચંગ: મારા શિક્ષક માટે.

ડૉક્ટર: પણ કેમ?

ચંગૂ: એમને હું હંમેશા ગધેડો દેખાઉ છું એટલે.



પત્ની : મેં બર્થડે પર તમારી પાસે ગિફટમાં દાગીના માગ્યા હતા અને તમે મને ખાલી ડબ્બો આપ્યો, મને મારા મિત્રો સામે કેટલી શરમ આવી હશે?

પતિ: એમાં શું ગાંડી શરમ તો મહિલાઓનું આભૂષણ કહેવાય છે.



મહિલાઃ ડૉક્ટર સાહેબ મારા પતિ ઊંઘમાં પણ વાતો કરે છે, હું શું કરું ?

ડૉક્ટરઃ તમે કંઇ ના કરો બેન, બસ તેમને દિવસે પણ બોલવાની તક આપો



ચંગુ: છોકરીઓ ક્યારેય સામે ચાલીને પ્રેમનો પ્રસ્તાવ નથી આપતી

મંગુ : કેમ એમ?

ચંગુ: જેથી કરીને બ્રેકઅપ વખતે કહી શકે કે તું મારી પાછળ પડ્યો હતો હું નહીં



પત્ની : હું જ્યારે ગીત ગાઉ છું ત્યારે તમે બહાર કેમ નીકળી જાવ છો? 

પતિ: એટલા માટે કે લોકોને એમ ન થાય કે હું તારું ગળું દબાવી રહ્યો છું



શિક્ષક: બેટા, સાચા દિલથી પ્રાર્થના કરો તો તે જરૂર સફળ થાય છે. ચંગુ: ખોટું સાહેબ, એમ જ હોય તો

તમે અત્યારે મારા શિક્ષક નહીં સસરા હોત.



ડેન્ટિસ્ટ : તમારો દાંત સડી ગયો છે. પાડવો પડશે.

રાજુ : કેટલા પૈસા થશે?

ડેન્ટિસ્ટ : ૫૦૦ રૂપિયા થશે.

રાજુ : ૫૦ રૂપિયા લઈ લો અને થોડો ઢીલો કરી આપો, હું જાતે પાડી લઈશ.



ટીચર : ચિન્ટુ, દુનિયામાં કેટલા દેશો છે?

ચિન્ટુ : અરે મેમ, તમે આ કેવી વાત કરો છો?

દુનિયામાં બસ એક જ દેશ છે. આપણો દેશ ભારત. બાકી બધા તો વિદેશ છે.



ટીચર : એક ટોપલીમાં ૧૦ કેરી હતી તેમાંથી ત્રણ સડી ગઈ તો કેટલી કેરીઓ વધી?

સોનુ : ૧૦.

ટીચર : એ કેવી રીતે?

સોનુ : સડી ગઈ એ પણ છે તો કેરી જ ને? સડી જવાથી એ કંઈ કેળા થોડી બની જાય?


ચંગુ: મમ્મી મારા બધા રમકડાં સંતાડી દો, મારો મિત્ર મંગુ આવી રહ્યો છે. 

મમ્મી: કેમ? મંગુ તારા રમકડાં ચોરી લેશે? 

ચંગુ: ના મમ્મી, એ તેના બધા રમકડાં ઓળખી કાઢશે.



ચિન્ટુ પિન્ટુને કહી રહ્યો હતો, લોખંડ લોખંડને કાપે છે અને હીરો હીરાને કાપે છે

 ત્યારે જ એક કૂતરું આવીને ચિન્ટુને કરડ્યું ત્યારે પિન્ટુએ કહ્યું, કૂતરું બીજા કૂતરાંને કરડે છે?



પરીક્ષા શરૂ થતા પહેલાં ચંગુ પોતાના મિત્રને સમજાવી રહ્યો હતો જો સવાલ અઘરો લાગે તો આંખ બંધ કરજે, ઊંડો શ્વાસ લેજે, 

પછી જોરથી બોલજે આ વિષય સારો છે, તેથી આવતા વર્ષે ફરી ભણીશ.



પતિઃ શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી વધારે શરીફ કોણ છે? 

પત્નીઃ દુનિયામાં માત્ર એ લોકો જ શરીફ છે... જેમના મોબાઇલ ફોનમાં પાસવર્ડ નથી...



બે મહિલા વાત કરતી હતી પહેલી મહિલા: અલી આ હાર બહુ સુંદર છે, કેટલામાં પડ્યો? 

બીજી મહિલા: કંઈ ખાસ નહીં, બે દિવસ ઝઘડો, એક દિવસ ભૂખ હડતાલ અને બે દિવસનું મૌન પછી હાર આવી ગયો



પતિ: પ્રવચન સાંભળીને ઘરે આવ્યો અને પત્નીને તેડી લીધી

પત્ની : આ શું કરો છો? ગુરુજીએ રોમાન્સ કરવા કહ્યું છે?

પતિઃ ના, એમણે કહ્યું કે તમારું દુ:ખ તમે જાતે ઉઠાવો...એટલે.



લગ્નના પાંચ વર્ષ બાદ પતિ વેલેન્ટાઇન ડે પર સફેદ ગુલાબ લાવ્યો. 

પત્ની સફેદ કેમ, આજે તો લાલ ગુલાબ હોય ને 

પતિઃ મને હવે જીવનમાં શાંતિની જરૂર છે.


ચંગુ વિમાનમાં ગયો અને એરહોસ્ટેસને કહ્યું, 

તમારો ચહેરો મારી પત્ની જેવો છે. 

એરહોસ્ટેસે ચંગુને થપ્પડ મારી.

ચંગુ: અરે તમારી આદત પણ તેના જેવી છે.



ચિન્ટૂની ભાભી કાજૂ ખાતી હતી.

ચિન્ટુએ કહ્યું: ભાભી મને પણ ચખાડો ને.

ભાભીએ ચિન્ટૂને એક કાજૂ આપ્યો.

ચિન્ટૂઃ બસ, એક જ?

ભાભી: બાકીનાનો સ્વાદ પણ સરખો જ છે.



પતિ: જો હું મરી જઉ તો તું બીજા લગ્ન કરીશ?

પત્ની : ના હું મારી બહેન સાથે રહીશ પણ જો હું મરી જઉ તો શું તમે બીજા લગ્ન કરશો?

પતિ: ના ગાંડી હું પણ તારી બહેનની સાથે જ રહીશ.



શાકભાજીવાળો ક્યારનોય ભિંડા પર પાણી છાંટતો હતો 

એક મહિલા પહોંચી અને તેણે કહ્યું ભિંડા ભાનમાં આવી ગયા હોય તો એક કિલો તોલી આપો.


સિક્યોરિટી ગાર્ડનો ઇન્ટરવ્યૂ હતો પહેલો સવાલ પૂછાયો શું તમને અંગ્રેજી આવડે છે? 

ઉમેદવારે વળતો સવાલ કર્યો શું ચોર વિદેશથી આવવાના છે?



પત્નીઃ સાંભળો છે મેં નવા ડિટર્જન્ટથી

મારો ડ્રેસ ધોયો તો તે નાનો થઈ ગયો છે હવે હું શું કરું? 

પતિઃ એક કામ કર તે ડિટર્જન્ટથી નાહી લે એટલે ડ્રેસ ફિટ બેસી જશે


જે મહિલા પતિ પાસેથી ૫,૦૦૦ લઈને તેને ૬,૦૦૦નો હિસાબ બતાવી રકમમાંથી ૨,૦૦૦ બચાવી લે તેને જ હોશિયાર પત્ની કહેવાય


પિતા: બેટા તારું રિઝલ્ટ શું આવ્યું? 

પુત્રઃ સાહેબ કહેતા હતા કે મને આ ક્લાસમાં વધુ એક વર્ષ લાગશે 

પિતાઃ કંઈપણ થાય બેટા ભલેને બે-ત્રણ વર્ષ થાય પણ તું નાપાસ ના થતો.



શિક્ષકઃ માનવીઓના લોહીનું ગ્રૂપ એક સરખું કેમ નથી હતું? કોણ જણાવશે.

ચંગુ: એટલા માટે કે મચ્છરોને વિવિધ ફ્લેવર્સનું લોહી ચાખવા મળી શકે



શિક્ષકઃ દુનિયાના બે સૌથી ઘાતક હથિયારના નામ જણાવો 

ચંગુ: પત્નીના આંસુ અને પડોશણનું સ્માઇલ



પેકેજ ટૂરમાં સિનિયર સિટિઝન્સ અને હનીમૂન કપલ્સ એક સાથે ગયા, ગાઇડ પણ ભારે ખેપાની હતો. બસમાં ચડતા જ બોલ્યો, હાથમાં મહેંદી હોય તે આગળ બેસે અને વાળમાં મહેંદી હોય તે બધા પાછળ.



પતિઃ જલદી સ્પોર્ટ્સ ચેનલ લગાવ.

પત્ની : કેમ?

પતિ : મેચ આવે છે એટલે.

પત્ની : નહીં લગાવું શું કરશો?

પતિ : કંઇ નહીં, તારી સાસ-બહુ સિરિયલ જોઇશ.

પતિએ પત્નીને કહ્યું. કદાચ તું ખાંડ જેવી હોત, કયારેક તો મીઠું બોલત. 

પત્ની: કદાચ તમે આદું જેવા હોત, હું તમને રોજ કૂટીને ચા બનાવત.



એક લેખકે લખ્યું : પતિઓને પણ બોલવાની આઝાદી હોવી જોઇએ.

પત્ની : જોરથી હસતા, જુઓ આ વાત પણ બિચારો લખી જ શક્યો. બોલી તો ન જ શક્યો.


માળી અને ચિન્ટુ

માળીઃ તું ઝાડ ઉપર ચડીને શું કરી રહ્યો છે? કેરી તોડી રહ્યો છે? 

ચિન્ટુઃ ના, હું તો કેરી તૂટીને નીચે પડી ગઇ હતી, તેને ઝાડ પર ચોંટાડી રહ્યો છું.


સોનુ અને મોનુ સોનુઃ એક વખત તો હું એક વિકરાળ સિંહની સામે જ ઊભો થઈ ગયો હતો. 

મોનુઃ એમ? તો સિંહે તને જીવતો કેવી રીતે છોડી મૂક્યો?

સોનુઃ એ મને વળી શું કરવાનો હતો? બિચારો પાંજરામાં પુરાયેલો હતો.



પપ્પા અને દીકરો 

પપ્પાઃ કાલે પરીક્ષા છે તેની તૈયારી કરી લીધી?

 દીકરોઃ હા પપ્પા! પેન પેન્સિલ લઈ આવ્યો છું. બૂટ પૉલિશ કરાવી લીધાં અને સાઇકલ પણ સાફ કરી લીધી, હવે તમારી પાસેથી વાપરવાના પૈસા લેવાના બાકી છે.


ચંગૂ પત્નીને: જાનૂ, તું દિન પ્રતિદિન વધુને વધુ સુંદર થતી જાય છે.. 

પત્ની (ખુશ થઇને) : તમને કઇ રીતે ખબર પડી? 

ચંગૂ: તને જોઇને, જોને આ રોટલીઓ પણ હવે બળવા લાગી છે.

---------------------------------------------------------------

પપ્પુ પોતાની પત્નીને: છોકરીઓ વિદાયના સમયે આટલું રડે કેમ છે?

પત્ની : ખરા છો, જ્યારે તમને ખબર પડે કે કોઇ તમને તમારા ઘરથી દૂર લઇને જઇને વાસણ મંજાવશે તો તમે શું કરશો, રડશો જ ને?

---------------------------------------------------------------

જજ: ઘરમાં માલિક હોવા છતાં તે ચોરી કઇ રીતે કરી? 

ચોરઃ સાહેબ તમારી નોકરી અને પગાર બંને સારા છે, તમે જાણીને શું કરશો?

---------------------------------------------------------------

પપ્પુને ટેસ્ટમાં ઝીરો માર્ક આવ્યા. મમ્મી ગુસ્સાથી રાતીપીળી થઈ ગઈ. પપ્પુ રડતા રડતા કહે, 'પણ મેં

તો બધા જવાબ લખ્યા હતા...' બીજા દિવસે મમ્મી સ્કૂલે ગઈ ટીચરને પૂછ્યું:

'મારા દીકરાને મીડું કેમ આપ્યું? એણે તો આખું પેપર લખ્યું હતું.' 

ટીચર કહેઃ 'પણ પેપરમાં શું લખ્યું હતું એ તો જુઓ!' ટીચરે પપ્પુનું આન્સર પેપર મમ્મીને જોવા આપ્યું.

સવાલ-જવાબ કંઈક આવા હતાઃ

સવાલઃ ટીપુ સુલતાન કયા યુદ્ધમાં માર્યો ગયો? 

જવાબઃ એના છેલ્લા યુદ્ધમાં.

સવાલ: સ્વતંત્રતાના ઘોષણાપત્ર પર ક્યાં કરવામાં આવ્યો હતા?

જવાબઃ પાનામાં એકદમ નીચે.

સવાલ: મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો? 

જવાબઃ એમના બર્થડે પર. 

સવાલઃ છ માણસો વચ્ચે આઠ કેરી કેવી રીતે વહેંચશો?

જવાબઃ મેન્ગો શેક બનાવીને.

સવાલઃ ભારતમાં સૌથી વધારે બરફ ક્યાં જોવા મળે છે?

જવાબ: દારૂના ગ્લાસમાં. ...ને પછી મમ્મીએ પપ્પુને જે ધીબેડયો છે!

---------------------------------------------------------------

એક મહિલા પોતાની જીભ પર ફૂલ અને ચોખા ચડાવી રહી હતી.

પતિ: આ શું કરે છે ?

પત્ની: આજે દશેરા છે એટલે શસ્ત્રપૂજન કરી રહી છું.

---------------------------------------------------------------

સંતાન ગમે તેટલું વંઠેલું કેમ ન હોય, એના લગ્નની કંકોતરીમાં તો સુપુત્ર જ લખવું પડે.

---------------------------------------------------------------

સાસરિયામાં જમાઈનું માન વધારે કેમ હોય છે? કારણ તેમને ખબર હોય છે કે આજ તે મહાન વ્યક્તિ છે જેણે ઘરના વાવાઝોડાને સાચવી રાખ્યું છે.

---------------------------------------------------------------

પત્ની  પતિને : કહું છું સાંભળો છો? આ લગ્નમાં છોકરો જમણી અને છોકરી હંમેશા ડાબી બાજુ કેમ બેસે છે?

પતિ: ખાતામાં આવક હંમેશા જમણે જ્યારે જાવક ડાબી બાજુ જ લખાય છે

 ---------------------------------------------------------------

કન્યા વિદાય બાદ રડી રહેલી કન્યાને વરરાજાની માતાએ કહ્યુંઃ વહુ બેટા હવે તો ૧૦ કિલોમીટર આગળ આવી ગયા હવે રડવાનું બંધ કરો, કેમ રડો છો? 

વહુઃ બા મારે બારી પાસે બેસવું છે

 ---------------------------------------------------------------

દારૂડિયોઃ જો હું સરપંચ બનું તો આખું ગામ બદલી નાખું 

પત્ની : પહેલા આ લુંગી બદલી નાખો, સવારથી મારો ચણિયો પહેરીને ફરી રહ્યા છો તે!

 ---------------------------------------------------------------

ડૉક્ટરનો પડોશી દારૂડિયો હતો. એક દિવસ ડૉક્ટરે તેને સમજાવતા કહ્યું, ભાઇ દારૂ પીવાનું છોડી દે, નશો આપણને ધીમે-ધીમે મોત આપે છે. 

પડોશીઃ અરે સાહેબ અહીં પણ મરવાની કોને ઉતાવળ છે.

---------------------------------------------------------------

પિતા: બેટા, તું પહેલાં મને પપ્પા કહેતી હતી અને હવે ડેડ કહેવા લાગી છે એનું શું કારણ છે

પુત્રી: અરે, ડેડ, પપ્પા બોલવાથી મારી લિપસ્ટિક ખરાબ થઇ જાય છે.

---------------------------------------------------------------

ચંગુ રેસ્ટોરન્ટમાં જમવા ગયો. 

મહિલા વેઇટરઃ સાહેબ આપ શું લેશો.

ચંગુ: કંઇ નહીં, તમારો મોબાઇલ નંબર. મહિલા વેઇટરે ચંગુને સારી પેઠે ફટકાર્યો.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top