ખેરગામ BRC દ્વારા PAB ગ્રાન્ટ અંતર્ગત એક દિવસીય એક્ષપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું.
ખેરગામ તાલુકા શિક્ષણ વિભાગના BRC દ્વારા PAB ગ્રાન્ટ અંતર્ગત એક દિવસીય એક્ષપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત નિર્ધારિત શાળાના શિક્ષકો તથા હિતધારકોએ તા. ૦૪/૦૨/૨૦૨૬ (બુધવાર) ના રોજ યોજાયેલી એક્ષપોઝર વિઝિટમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રવાસ દરમિયાન ભાગ લેનારોએ સરથાણા નેચર પાર્ક (સુરત), ગળતેશ્વર મહાદેવ મંદિર, દાદા ભગવાનનું મંદિર તેમજ મીની પોયચા (નવસારી) જેવા મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી.
આ એક્ષપોઝર વિઝિટનો મુખ્ય હેતુ શિક્ષકોમાં શૈક્ષણિક દૃષ્ટિએ અનુભવ વધારવો તેમજ પર્યાવરણ સંરક્ષણ, સાંસ્કૃતિક વારસા અને આધ્યાત્મિક મૂલ્યો અંગે સમજ વિકસાવવાનો રહ્યો.
આ કાર્યક્રમમાં ખેરગામ BRCના કો-ઓર્ડિનેટરશ્રી વિજયભાઈ પટેલ તેમજ BRC ભવનના સ્ટાફ સભ્યો જોડાયા હતાં. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને આયોજનબદ્ધ રીતે સંપન્ન થયો હતો.





