નવસારી જિલ્લાના શિક્ષક જતીનકુમાર ટંડેલને “સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ–૨૦૨૬” એનાયત.

SB KHERGAM
0

 નવસારી જિલ્લાના શિક્ષક જતીનકુમાર ટંડેલને “સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ–૨૦૨૬” એનાયત


નવસારી: નવસારી જિલ્લાના શિક્ષણક્ષેત્ર માટે ગૌરવની વાત છે કે સિસોદ્રા (ગણેશવડ) કન્યાશાળા પી.એમ. શ્રીના શિક્ષક શ્રી જતીનકુમાર પરભુભાઈ ટંડેલની વર્ષ ૨૦૨૬ના “સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ” માટે પસંદગી કરવામાં આવી છે.

પોરબંદર સ્થિત શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ – સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી શિક્ષણક્ષેત્રમાં વિશિષ્ટ અને નવતર કાર્ય કરનારા શિક્ષકોનું દર વર્ષે સન્માન કરવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત વર્ષ ૨૦૨૬ માટે નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા શ્રી જતીનકુમાર પરભુભાઈ ટંડેલની “ગુરુ ગૌરવ એવોર્ડ” માટે પસંદગી કરવામાં આવી છે.

આ એવોર્ડ એવા શિક્ષકોને અર્પણ કરવામાં આવે છે, જેમણે પોતાની શાળામાં નવીન પ્રયોગો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.

આ અવસરે તા. ૨૭ અને ૨૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવપૂજન અને એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી જતીનકુમાર પરભુભાઈ ટંડેલે સન્માન સ્વીકાર્યું.

શિક્ષણક્ષેત્રમાં તેમની સેવાઓ અને નવતર કાર્ય બદલ પ્રાપ્ત થયેલ આ પ્રતિષ્ઠિત સન્માન બદલ સમગ્ર નવસારી જિલ્લો, શિક્ષણજગત તેમજ સહકર્મી શિક્ષકમિત્રોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top